Tuesday, December 29, 2015

સ્વ. વજુભાઈ ખારેચા (જામનગર ) ની યાદ માં

 સ્વ વજુભાઇ ખારેચા ની સ્મૃતિ સાથે સાંકળીને શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર દ્વારા વિદ્યાર્થિ પ્રોત્સાહન કાર્યક્ર્મ તા. 11.10.15 ના રોજ યોજાઇ ગયો.
સ્વ વજુભાઇ ખારેચા  એટલે કોણ? શા માટે તેમને યાદ કરવા પડે? શુઁ  પ્રેરણા લઇ શકય તેમના જીવનમાંથી ? ચાલો થોડી વાતો કરીએ તેમના જીવનની.
તારીખ 11.10.15 દિવસ એટલે ફ્ક્ત ખ્યાતનામ ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચન નો જ્ન્મ દિવસ નહીઁ પરંત સપૂર્ણ ક્રાતિના પ્રણેતા અને કટોકટીની કાળ રાત્રિ પછી ભારતભર માં  નવુ પ્રભાત ઉગાડનાર સવોઁદય નેતા સ્વ. જયપ્રકાશ નારાયણ નો જન્મદિન છે. કટોકટીપછી જનતા પાટીં ના પ્રમુખ  તરીકે  રહીને ચુટણી જીતાડયા બાદ કોઇ પણ પદ ધારણ કરવાનું નકકારીને  રાજકીય વનવાસ ધારણ કરી  ચિત્રકુટ માં સમાજ સેવા માટે આહલેક જગાવી નવોત્થાન કરનાર સ્વ. નાનાજી દેશમુખનો પણ જન્મદિન આવા સુપેરે દિવસે સ્વ. વજુભાઇ ખારેચા ની સ્મૃતિ ને  શ્રી. જામનગર એજ્યુકેશન ટ્રસ્ટે સાંકળી ને  દિવસ ને યાદ ગાર બનાવી દીધો હતો   11 સપ્ટેમ્બર ને લોકો યાદ રાખેછે  કારણ કે  11 સપ્ટે. ના દિવસ ન્યુયોકઁ ના ટવીન ટાવર વર્ડ્ટ્રેડ  સેંટર પર આંતકવાદીઓએ  બે  વિમાન અથડાવી  હાહાકાર મચાવી માનવતાનો જ ધ્વંસ કરીને  કાળો દિવસ ઊભો કર્યો હતો  પરંતુ આજ 11 સપ્ટે ના દિવસે 1893 માં અમેરીકાના શિકાંગો  શહેરમા ભારતના પનોતા પુત્ર સ્વામિ વિવેકાનંદ પ્રથમ   ભાષણ થી ભારત દેશ ,હિન્દુ ધર્મ અને પ્રજાના ગુણોની વાત કહી સર્વત્ર છવાઇ ગયા હતા.વિદેશની ધરતી ઉપર હિન્દુ ધર્મનો ધ્વજ ફરકાવનાર સ્વામિજીનો આ દિગ્વીજ્ય દિન  હતો .પરંતુ  11  સ્પ્ટે. 2014 નો  દિવસ ગોજારો હતો. સવારે મને કરમસદ તરફ  જતા અમિતભાઇ ખારેચા નો ફોન  આવ્યો  અને વાત થઇ કે પિતાજી વજુભાઇ ના બાય પાસ ઓપરેશન ના બાદ બે દિવસ થી  કોમ્પલીકેશન થયુ છે. ન્યુમોનીયા અને સેપ્ટીસેમીયા થયા છે. મેં કંન્સટલીંગ ડોક્ટર સાથે ફોનપર વાત કરી સાંજે    CIMS    હોસ્પીટલ પહોચ્યો. સ્વ વજુભાઇ ગાઢ નિદ્રા માં ગરકાવ થઇ ગયા હતા ડોકટર ની સાથે વાત કરતા હવે કોઇ કારીફાવસે નહી તેવો અભિપ્રાય આપ્યો અમિતભાઇ ,તેના મિત્ર અને વેવાઇ મગનભાઇ સાથેરાત્રી નો સમય વીતતો ગયો અને મધ્ય્ રાત્રીએ સ્વ. વજુભાઇ નાં આત્માએ દેહ છોડયો.આ દિવસ  11 સપ્ટે.
          સ્વ. વજુભાઇ એટલે ગુર્જર સુથાર યુવાન, સ્વ. વજુભાઇ એટલે દોડી ને કામ કરનાર કાયઁ કતા ,સ્વ. વજુભાઇ એટલે સમાજ સેવાના ભેખધારી,  સ્વ. વજુભાઇ એટલેજ્ઞાતી ના  મોભી, સ્વ. વજુભાઇ એટલે કાળી રાત્રે કોઇ ના માટે દોડી જાય તેવો આમઆદમી , સ્વ, વજુભાઇ એટલે જ્ઞાતી નુ હીર,  સ્વ, વજુભાઇ એટલે કણઁનો આધુનીક અવતાર.સ્વ,વજુભાઇ એટલે સપ્તર્ષી ને પણ ભેગા કરી શકે તેવા ઋષીવર સ્વ,વજુભાઇ એટલે સમાજની
દીવા દાંડી
             સ્વ, વજુભાઇ ખારેચા મધપુદડો  હતા.  તેમની આસપાસ જ્ઞાતિજનો સગા સ્નેહી  મિત્રો અને કુટુંબીજનો વીંટળાયેલા રહેતા. બધાને સાથે લઇને કામ કરે, જેમ મધપુડાની રાણી માખી બધી માખીઓને ભેગી કરી કામ કરવા કહે અને સમાજ્માથી મીઠુ સુગંધી કમઁ ઢ્રારા ભેગુ કરવાની  પ્રેરણા આપે અને તેનાથી બને  મધપુડા જેવા કાયઁ . શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર  એ  મધપુડા ની મુખ્ય રાણી  માખી જેવુ  વજુભાઇ નુ સુંદર કાયઁ  અંતે ભરેલો રસમધુર મધપુડો  તૈયાર થાય ત્યારે છોડીને જતુ રહેવુ ,હોવુ  ત્યાગપુણઁ  નિસ્પ્રૂહી કાયઁ તેમનુ રહ્યુ. પરંતુ રાણી  મધમાખી ની જેમ તેમણે બાકી બધી માખીઓને પ્રેરણા આપી છે,કેસૌ કોઇ નવા  મધપુડા બનાવી શકે.,આવો આજે આપણો પણ સમાજ રુપી મધપુડા માટે સક્રીય થઇએ. સ્વ. વજુભાઇ પાસે હમેશ હકારાત્મ અભિગમ હ્તો. કોઇ પણ કામ હોય કોઇ પણ સમય હોય કે કોઇ પણ સમસ્યા હોઇ નિરાશ થયા વગર બધાની  સહમતી અને.સહયોગ લઇ ને હકારત્મકતાથી કામ કરવાની તેમની ટેવ હતી. એકવાર દરિયામાં જતી  સ્ટીમ્બરે રાત્રે  સાથે આવતી  દેખાતી લાઇટ ને વાહણ સમજીરસ્તો બદલવા  કહ્યુ અને ધમકી પણ આપી કે  તમે રસ્તો નહી બદલોતો  અમે તમને બોમ્બથી ઊડાવી દઇશુ  કારણ કે અમે મીલીટ્રી ની સ્ટીમ્બર  છીએ સામેથી જવાબ આવ્યો કે રસ્તો તમારે બદલવો પડશે  કારણ કે અમે દીવાદાંડી  [ લાઇટ હાઊસ ] છીએ અને તમે  રસ્તો નહી બદલોતો  અહી ના ખડક સાથેભડકાઇ ને ચુર ચુર થઇ જશે,  દીવાદાંડી જેમ  સમાજ માં અડીખમ ઊભારહી પોતે  હકારત્મક [   પોજીટીવ એટીટ્યુડ  ]      યાદ રાખીને બીજા ને પણ શીખવતા,        સ્વ. વજુભાઇ  પાસે ભગવાન ની મૈત્રી ભેટ હતી. સહયોગ સહયોગ નો યોગ બધાને સાંપડ્તો નથી . કોઇ વીરતાને મળે છે. કોઇ પણ ગાંમ કે સમાજ નું કામ હોયતેવો હરહંમેશ  ઉભાજ હોય.  મોરબી ના ગુજઁર સુથાર વિધ્યાથીઁ ભુવન ના નવનિમાઁણ માટે જયારે અમે તેઓને  મળ્યા  ત્યારે તુરંત જ અમારી  સાથે નીકળી પડયા.  સહયોગની શરુ આત પણ પોતા થી જ કરે, પછી બીજાને સમજાવે અને નિધીદાન માં જોડયા,  તેઓ સમય આપે ,ધન આપે અને બધીરીતે સહયોગ કરે,
        તેમના સહયોગનાં સાક્ષી બધા શહેરો માં કે ગામો માં જોવા મળે છે અને તે બોર્ડીંગ, મંદિર.મકાન કે આથિઁક સ્વરુપમાં હોય છે, તેમનો  સહયોગ જ્ઞાતિ ની ક્ષિતીજ  ને ઓળંગીને ગાયોના માટેના ઘાસચારા દુષ્કળ કેમ્પમા હોય, લક્ષ્મિનારાયણ મંદિરના બાંધકામ માં પણ દેખાશે બધા  લોકો તેમને સોપતા .સહકારી ક્ષેત્ર  મા નવા નગર  બેંક માં પણ તેઓ સહયોગી થયા.ગરીબો ને મકાના આપવા ની પહેલમાં હોયતો  પણ તેમનો  વિશેષ પ્રયત્ન.  ગુજઁર સુથાર જ્ઞાતી બહારના પણ વીશાળ મિત્ર  સમુદાય ધરાવતા. મિત્ર  લોકો પણ વજુભાઇના નામ માટે કોઇ પણ મદદ કરવા તૈયાર થઇ જાય ને, તેમની સુવાસનુ  તેમના ગયા પછી, પણ  આ પ્રકાર ની પ્રેરણા ની ફોરમ રહી.
તેમનામાં સજ્જન શક્તિ સંગઠ્ન કરવાનુ અમોઘ શસ્ત્ર હતું.  તેઓની પાસે તેવું શાસ્ત્ર પણ  હતુ,શ્રી રત્નસુંદરવિજયજી મહારાજ કહે છે કે સમાજના 90% સજ્જનો છે; પણ સંગઠીત નથી  તેથી દુખીથાય છે, પણ દુર્જનો 10%  હોવા  છતાં સંગઠીત હોવાથી  મુશ્કેલીઓ પારપડે છે, સમાજની સજ્જન શક્તિ નુ સંગઠન કરવાનુ ભગીરથ કાયઁ  વજુભાઇ કયુઁ છે, જામનગરની  ધરતીતેમના કાયઁ ની આપણે હાજરી  પુરાવે છે,
       સ્વ, વજુભાઇ મિતભાષી હતા .આકરી પણ સત્ય વાણી કહેનાર અને સ્પષ્ટ વકતા પણ ખરા . પરંતુ      સ્વ. વજુભાઇ  મિત્ર ઘણા હતા .સૌના કાર્ય ને બિર્દાવવું તે તેમની ટેવ હતી.બીજાની લીટી નાની કરવી નહી પરંતુ પોતાની લીટી મોટી કરવાની તેમની સદા પ્રક્રુતી રહી. સુજબુઝ  તો  કહેવુ  પડે.    નાના પેન્સીલ છોલવાના સંચા માંથી પગભર થઇ વિદેશ  સુધી  પહોંચનાર  અને  બુદ્ધિક્ષમ  વ્યવસાયમાં પણ ઉજળા રહેનાર ખરેખર સાહસિક ઉધ્યોગક હતા.  સ્વ. વજુભાઇ   એવુ  જીવન  જીવ્યા  કે  જે સ્વ. રવિશંકર મહારાજનું જીવન વાક્ય તેમના માટે જ ન લખાયુ હોય ! “ઘસાઇને ઉજળા થાવો”  પોતે બધુ ખમીને પણ  બીજાને સહાય કરવા દોડી જનાર જીવ હતા. 
              સામાજીક કાર્યોમાં ઓતપ્રોત હોવા છતાં સગા-સબંધી અને કુટુંબીજનોને કદી આંચ ન આવવા  દીધી. સમાજ  અને  પરિવારની  જવાબદારી  નીભાવી  સંતુલન  જાળવી  રાખ્યુ. પરીવારના બધા સદસ્યોમાં તેમના જેવા સંસ્કાર તેમની કેળવણનીનું જ પરીણામ છે.
               પોતાના જીવનમાં વિચાર અને નિર્ણયની દ્રઢ શક્તિ હતી. વોકાર્ડ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે મળવાનું થયુ.
  અનેક દુ:ખોને સહન કરીને પણ કદી મુખમાં આકના ન દેખાવા દીધી. 
                શિક્ષણની તો તેમણે મોટી જ્યોત જલાવી છે. જે જ્યોતે અનેક જગ્યાએ પ્રકાશ પાથર્યો છે..   એટલુ  જ નહી અનેક યુવાનોએ તેમાથી પ્રેરણા કે માર્ગદર્શન પણ લીધુ છે. જુના  કામ તેને    પુનર્જીવીત પણ કર્યા છે. શિક્ષણ અને જ્ઞાન માણસનુ ઘરેણુ છે તે સાબિત કરવા તેમને મનોજભાઇ  પેશાવરીયાને આ કાર્ય મા જોડાવવુ કારણ મળ્યુ. તેમને                    કાર્યની ધગશ હતી. વિદ્યાર્થીઓ માટે તેમની આ વાવણી  ચાલુ જ રહેતી.

                 ક્યારેક તેમનો જમણો હાથ શું દાન કરે છે તે ડાબા હાથ ને પણ ખબર ન પડતી. અંતિમ દિને અમિતભાઇ           કહેતા હતા કે  બાપુજીનાં કાર્યનો વિસ્તાર સંભાળવાનું અમારુ ગજુ નથી
                 સ્વ.વજુભાઇનાં સ્વપ્નોને સાકાર કરવામાં અનેક સ્વપ્નોનાં એક હુન્નર શીખવા માંગતા બન્ધુઓ માટે “વિશ્વકર્મા હુન્નર શાખા” બને. દાનવીરો તથા જ્ઞાન સર્જન કરનારા પણ છે તેમના આ કાર્યથી નવ યુવાનોને બળ મળશે .        
                 સ્વ.વજુભાઇ સ્ત્રી શિક્ષણનાં પણ ખૂબ આગ્રહી હતા. સમાજનો ૫૦% હિસ્સો બહેનો છે અને બાળકો મળીને                                           ૭૦%   કાર્ય માટે  બહેનો શિક્ષિત થાય તે તો જરૂરી છે જ પરંતુ પોતાના કાર્ય સિવાય સમાજ સેવાના કામમા પણ ભાઇઓ સાથે ખભેખભા મીલાવી આગળ આવે તો સમય માંગ છે.
                કવિવર રવિન્દ્રનાથ ટાગોરનાં એક કાવ્યમાં આથમતા સુર્યની રાત્રી દરમિયાન દુનિયાનાં અંધકારથી પડનાર મુશ્કેલી સામે જવાબ આપતા ,     ત્યારે  ખુણામાં  એક  દિપકે  દિલાસો  આપ્યો  કે હું થોડો-ઘણો પ્રકાશ ફેલાવીને પણ તમારી ગેરહાજરી ન આવે તેવો પ્રયત્ન કરીશ.આજે  સ્વ.વજુભાઇ સાહેબ આપણી વચ્ચે નથી.પરંતુ તેમની ગેરહાજરી અને જીવનસંદેશથી ગામેગામ  આવા અનેક  સેવા ભાવી  દિપકો પણ શિક્ષણ જ્યોત જગાવી પ્રકાશ પાથરતા રહે તેજ ખરેખર તેમની સાચી શ્રધ્ધાંજલી કહેવાય. 
                           રા.સ્વ.સંઘનાં સરસંઘચાલક  ડો.હેડગેવારનાં  અવસાન  બાદ એક રાત્રી શાખામાં શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં બધા રડતા જ હતા. કોઇ ને કાઇ બોલવુ નહોતુ ,ત્યારે એક ભાઇ ઊભા થઇ કહ્યુ કે હવે રડવાનો સમય નથી. હેડગેવાર ગયા તો હવે આપણે વધારે તેવા હેડગેવાર બનાવવાનુ છે. મને લાગે છે કે મહાન વ્યક્તિનાં જીવનનો સંદેશ લઈ   કેમ ગામેગામ  વજુભાઇ ઊભા થઇ ન શકે ! સંઘનાં દ્વિતિય સરસંઘચાલક પ.પુ. ગુરુજી પણ જીવનનાં અંતીમ   દિવસમાં ખુરશીઓમાંથી પણ ઊભા થઇ શકે તેવી સ્થિતિ ન હતી ત્યારે ખુરશીમાં પોતે    બેઠા બેઠા સંઘ પ્રથના કરવાનું થયું ત્યારે  તેમનો પ્રશ્ન રહ્યો બધાને મારી પ્રાર્થના સંભાળશે ખરી? આપને પણ વજુભાઈની પ્રાર્થના સાંભળીએ. અસ્તુ.