આજે આપણું સદભાગ્ય છે કે ખ્રિસ્તી નવા વર્ષના પ્રથમ દિવસે "હિન્દુત્વ પેરેડાઇમ "વિષય લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ,અખિલ ભારતીય કાર્યકારણ સદસ્ય , જેમના નામમાં જ રામ અને કૃષ્ણ -માધવ છે ,એવા વિચારક ,ચિંતક, લેખક આપણી વચ્ચે એક વિષય રજૂ કરવા જઈ રહ્યો છે
હિન્દુત્વ પેરેડાઇમ પોતાના પુસ્તક ના વિષયે આપણી સાથે વાત કરવાના છે.
આજકાલ હિન્દુત્વની વધતી સ્વીકાર્યતા અને વધુ તો સુડોસેક્યુલર ના વિરોધના કારણે અને સમાજની સજ્જનનોની જાગૃત અવસ્થા અને વૈચારિક શક્તિ ના કારણે આજે આ વિષય હિન્દુત્વ વધુ પ્રાસંગિક બન્યો છે.
હિન્દુત્વ ,ભારતીય અને માનવત્વ વચ્ચે વધુ તાત્વિક તેમાં કોઈ તફાવત નથી .મૂળ સંદર્ભ અને અર્થ એક જ છે .જેમ મૈથિલી ,જાનકી કે સીતા કહીએ છીએ તેમ જ તફાવત છે .એવો જ તફાવત સમજવાનો છે.
હિન્દુત્વ સર્વ સમાવેશક છે. Inclusive છે .તમે સંસ્કૃત માં Exclude નો કોઈ સમાનાર્થ નહી મળે.હિન્દુત્વની અંદર
સર્વે ભવન્તુ સુખીન
વસુદેવ કુટુંબકમ વિષય પ્રસ્તુત થયેલા છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક, રાજકીય ક્ષેત્રમાં જનસંઘના સ્થાપનાકાળથી જ જોડાયેલા ,ઋષિ પરંપરા જેવું જીવન રહ્યું ,આપણી વેદકાળથી ચાલી આવતી સંસ્કૃતિના શાશ્વત વિચારોનું યોગાનુકુળ પોતાના શબ્દોમાં રજુ કરનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નું એકાત્મમાનવ દર્શન ( integral humanism) વિચાર તરીકે ઓળખાય છે .આ વિચારને વધુ લોકો ઉપયોગી ,અનેક લોકો સમજી શકે એવા શબ્દાર્થ અને ભાવાર્થ સાથે રામ માધવજીએ આ પુસ્તક માં મુક્યો છે.
હિન્દુત્વની સ્વીકાર્યતા વધતી જાય છે .હિન્દુત્વની સાથે જોડાયેલા યોગ અને આયુર્વેદ અને વિશ્વની પ્રસિદ્ધિ મળી છે .સ્વીકાર્ય છે ભારતીય સત્તાની અન્ય દેશોની અંદર મહેમાનગીરી આતિથ્ય અને વધુ સ્વીકાર્ય થયા છે .અમેરિકાનું એક ન્યુઝ મેગેઝીન અને સર્વે કર્યો અને કહ્યું કે અમેરિકાના લોકો વધુને વધુ માનતા થયા છે કે "બધા ધર્મો સરખા છે "આ શુ દર્શાવે છે કે અમેરિકા હિન્દુ થઈ રહ્યું છે
ત્યારે આ વિષય ચર્ચાસ્પદ બને એ સ્વાભાવિક છે .હિંદુત્વ છે એટલે જ સ્વામી વિવેકાનંદને પોતાના શિકાગો પ્રવચનમાં તેનો ઉલ્લેખ કર્યો હતો
I belongs to the ancient tradition the monk of the world
I belongs to the mother of all religions of the world and
I belongs different sects and section class of crores of Hindu
એટલું જ નહીં એમ કહયુ -ગર્વ સે કહો હમ હિન્દુ હે
હિન્દુત્વમાં ભાવ છે
ઇજન નહી
Hinduism નહી
હિંદુત્વના વિષયમાં સમાજમાં કહેવાતા બુદ્ધિજીવીઓ pseudo secular દ્વારા ફેલાવાતાં સંભ્રમનો જવાબ આપેછે આ પુસ્તક
હિંદુત્વને કટ્ટર કરનારા સમજી લે હિન્દુત્વ કદી હાર્ડકોર બની ન શકે .બિનસાંપ્રદાયિકતાના આ દેશના બંધારણમાં આવ્યા પહેલા પણ અહીંયા બિનસાંપ્રદાયિકતા હતી અને છે અને રહેશે તેનું એકમાત્ર કારણ હોય તો બહુમત સમાજની અંદર રહેલી હિન્દુત્વની વિચારસરણી
હિંદુ શબ્દ બોલવાથી નાકનું ટેરવું ચડાવમાર બૌદ્ધિકો માટે આ પુસ્તક માટે છે.
જેટલું મહાત્મા ગાંધીજીનો અહિંસા નો આગ્રહ ,સત્યાગ્રહ વિષય મહત્વનો છે એટલું દિન દયાલ ઉપાધ્યાય integral humanism એકાત્મ માનવ દર્શન ઉપયોગી છ
East and west book written by Ekeda and Arnold toynbi કહ્યું છે કે વિકસતા વિજ્ઞાન અને ઉદ્યોગનો અંતિમ અધ્યાય જો ભારતનો નહી હોય તો દુનિયાનો વિનાશ થશે .હિન્દુત્વ આપણા દેશની સંસ્કૃતિ ઓળખ છે.
આ પુસ્તક એકેડેમીક પુસ્તક છે .પરંતુ વ્યવહારમાં મૂકવાથી એના સિદ્ધાંતનો વ્યવહારિક સાર્વજનિક રાષ્ટ્રીય અને વૈશ્વિક ઉપયોગ થઈ શકે છે .આજકાલ હિંદુત્વને savarkar hindutva ,હિન્દુ મહાસભા હિન્દુત્વ , વિવેકનંદ અને સંઘનું હિન્દુત્વ એવા ભાગ કરી રહ્યા છે.
હિન્દુત્વ ઓલ્ટરનેટિવ World view બની શકે છે કેવી રીતે European view.
Hindutva જમણેરી શબ્દનો ઉપયોગ માં આવે છે પરંતુ સંઘનો અને સંઘના કાર્યકર્તાઓ નો વિચાર નથી જમણેરી નથી ડાબેરી. એટલે સંઘના સારુ કહેવાય તો not right not left. આ પુસ્તકને આપણે ચાવીએ પચાવીએ પચાવી let's chew and digest
આ પુસ્તક ગઈકાલ અને આજ ના કરતાં આવતીકાલ માટે વધુ છે .ભારતના પુરાતન વિચારોને આજના સંદર્ભમાં વિચારીએ.
Saturday, January 1, 2022
શ્રીમદ્ ભગવદ ગીતા અને કુટુંબ વ્યવસ્થા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભારતીય સંસ્કૃતિ ચેર દ્વારા આયોજીત "શ્રીમદ્ ભગવદ ગીતા અને કુટુંબ વ્યવસ્થા" વિષય પર બીજરુપ વ્યાખ્યાનપ્રમુખ સ્વામી ઓડીટોરીયમ , રાજકોટ દિનાંક ૩૧.૧૨.૨૧
—/—————/———-
પૂજ્ય પાંડુરંગ દાદા ની સ્મૃતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સાંસ્કૃતિક ચેરના ઉપક્રમે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને કુટુંબજીવન વિષય ઉપર આપણે થોડું મનોમંથન કરવા જઈ રહ્યા છે .પૂજ્ય પાંડુરંગ દાદા કે જેમના જન્મ પહેલા મા પાર્વતીને જોઈને ભિક્ષુક બનીને આવેલા સંતે કહેલું કે આવનાર બાળક મહાપુરુષનો અંશ છે. આ ભવિષ્યવાણી સાચી થઈ આવી .ભવિષ્યવાણી સાચી ઠેરવ નાર સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા ,સમાજ પરિવર્તન ના સૂત્રધાર ,સમાજના ગરીબ પછાત અને માછીમાર વર્ગ સુધી પહોંચીને ધર્મ અને આધ્યાત્મનો સંદેશો પહોંચાડી ને સમાજ જીવનમાં એક વ્યાપક બદલાવ લાવનાર ,એટલું જ નહીં પરંતુ ભક્તિ ફેરી -ભાવ ફેરી જેવા અન્ય ઉપક્રમો દ્વારા સમાજને પ્રેરણા આપીને જેમને મેગેસસે ટેમ્પલટન એવોર્ડ મળ્યો હતો ,એવા વૃક્ષમંદિર અને સામૂહિક ખેતી દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં ક્રાંતિકારી પરિવર્તન કરનાર પૂજ્ય પાંડુરંગ દાદાના વિચારો લઈને આજે આપણે ગીતાનો સંદેશ -કુટુંબજીવન કેવી રીતે આદર્શ બની શકે છે વાતકરીશુ. કુટુંબ માટે ગીતામાં પણ શું સંદેશ આપ્યો છે ?આજની પ્રવર્તમાન સ્થિતિ ની અંદર શું કરવું જોઈએ .
ચાલો પૂજ્ય પાંડુરંગ દાદા ના બચપણ ના જ એક પ્રસંગ થી શરૂઆત કરીએ પોતાનો જન્મ સ્થાન અને રોહા ગામમાં બચપણમાં એમણે એક ઘટના નિહાળી .પોતાના જ ગામમાં એકે ઘરે અનેક લોકોને ભોજન ચાલી રહ્યું હતું અને બધા ભોજન કરી રહ્યા પછી બહાર ફેંકાતા એઠા પતરાળામાંથીવ ઘણા લોકોને ટોળે વળીને એ પતરાળામાંથી વધેલા ખોરાક મેળવવા માટે પડાપડી કર્યા હતા .નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી?હતા .સમાજની સ્થિતિ એક તરફ કોઈના ઘરે સુંદર સુગંધી ભવ્ય ભોજન થયું છે અને બીજી તરફ સમાજનો એક વર્ગ છે જે એઠાં પતરાળાં થી પોતાનું પેટ ભરવા માટેનો અનાજના દાણા વીણી રહ્યો છે .તેમનું હૃદય દ્રવી ઉઠ્યું .માનવ-માનવ વચ્ચેના ભેદભાવ દૂર કરવા શું કરવું જોઈએ અને ગીતાનો સંદેશ "આત્મવત્ સર્વભૂતેષુ "પહોંચાડવા માટે પોતાનું જીવન સમર્પી દીધું.
એક વખત દાદીના ખોળામાં બેઠેલા બાળ પાંડુરંગે ચંદ્રને જોઇને પ્રશ્ન પૂછ્યો હતો કે દાદી ચંદ્રને ઠંડી નહી લાગતી હોય !આવા સજીવનિર્જીવ વચ્ચેનો ભેદ જેમને મન દૂર છે એવા પાંડુરંગ દાદા એ ગીતાને ફક્ત ભારતમાં જ નહીં વિશ્વભરમાં સમાજ જીવનનો સંદેશ લાવવા માટે પ્રખ્યાત કરીને જય યોગીશ્વરનો નાદ ગુંજતો કર્યો .
मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्ठवत्।
आत्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पण्डितः।
जो दूसरों की पत्नी को माता तथा दूसरे के धन को मिट्टी के ढेले की भांति समझता हो। जो संसार के सभी प्राणियों में अपने आत्मा का दर्शन करता हो अर्थात सबको अपना मानता हो वही पंडित है।
આત્મવત્ સર્વભૂતેષુ એટલે કે સમસ્ત જીવો સહિત દરેક જગ્યાએ પરમેશ્વરને સમભાવથી જોવો. તે જ ખરેખર સાચું જોઈએ છે .એટલે એ બાળ પાંડુરંગને એ ભૂખ્યા દેખાતા લોકોમાં પણ એ જ ભગવાન પરમાત્મા ના દર્શન થયા હતા .આપણા સમાજની સ્થિતિમાં દેશનો એક મોટો એવો વર્ગ તેમને ખાવા પીવા માટે પૂરતું અનાજ નથી મળતું કે નથી ,પહેરવા માટે પૂરતા કપડા મળતા રહેવાની અને રહેવાના સ્થાનની ચિંતા દેખાય છે. સ્વથી ઉપર ઉઠીને સમાજની ચિંતા કરવાનો સંદેશ કુટુબજીવનનો પાયો બંને તો સ્વર્ગ ઉતરે
બધાજ સંજીવની અંદર એ પશુ-પક્ષી પ્રાણી કીટક હોય ત્યાંથી માંડીને સજીવ અને નિર્જીવ બધામાં એક સરખા ઈશ્વરનો વાસ છે.ગીતાની આ વાતથી ફક્ત કુટુંબના દરેક સભ્યો પૂરતી ન રહેતા સમાજમાં વસતા બધાજ વ્યક્તિઓને સમભાવનો સંદેશ છે સામાજિક સમસ્યાના સંદર્ભમાં દરેક પરિવારે આ ભાવ રાખી આચરણ કરતા , વ્યષ્ટિ થી સમષ્ટિ સુધીનો વિચાર ગીતા આપે છે જેમ જળમાં તરંગ છે તેમ વ્યક્તિ માત્રમાં પરમેશ્વરની વાસ છે.ભૌતિકતાની સાથે વિચાર ભાવ કુટુંબને સાચું સમાજ નું મંદિર બનાવ્યું છે કઈ તરફ લઈ જાય છે આ જ સાચી પ્રગતિ છે
ગીતા એટલે ભગવાનનો સીધેસીધો ડાયરેકટ અર્જુન ના માધ્યમથી સંપૂર્ણ સમાજ અને વિશ્વ માટે આપેલો એક સંદેશ .અન્ય ધર્મ કે સંપ્રદાય માં પોતાનો સંદેશવાહક મેસેન્જર કે પયગંબર મોકલ્યા છે .પરંતુ અહીં તો ભગવાન શ્રીકૃષ્ણ જાતે જ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ઊભા રહીને મહાભારતના મધ્યમાં ૭૦૦ શ્લોકો દ્વારા ભગવાન વેદ વ્યાસના હસ્તે આપણને સંદેશ આપે છે .મેનેજમેન્ટ થી માંડી આર્થિક , ભક્તિથી માડી સમાજજીવન સુધી ,વ્યક્તીથી માંડીને કુટુંબજીવન સુધીના દરેક વિષયોને આવરી લેતી એ ગીતાને આજે આપણા કુટુંબ જીવનના સંદર્ભમાં જોવાની છે .જે ગીતા ઉપર પૂજ્ય ગાંધીજી ,વિનોબાજી , ટિળકજી સહિત અનેકોએ લખ્યું છે એટલું નહી પોતાના ઉદાહરણો દ્વારા પ્રસ્તુત કર્યુ છે.આમ તો કહેવા જઈએ તો એમ કહેવાય છે કે "હરિ અનંત ,હરિ કથા અનંતા ". ગીતા વિશે પણ આમ કહી શકાય. IQ. નહી EQ મહત્વનો છે . કુટુબજીવનનો આ સંદેશ વ્યક્તિ નિર્માણના માધ્યમથી કહેછે.
બાળ પાંડુરંગ જ્યારે દેશના શાળામાં ભણતા હતા ત્યારે અન્નાના શિક્ષકે આગાહી કરેલી કે ભવિષ્યમાં તે બોલશે અને સાંભળનારા લોકો લખશે. આજે પૂજ્ય પાંડુરંગ દાદા નથી પરંતુ તેમના પ્રવચનો ,તેમના ભાષણો ,તેમના વિષયો પરની વાતો અનેક પુસ્તકોમાં આજે ઘરે ઘરે વંચાય છે.એટલું જ નહીં પરંતુ વિશ્વની અંદર નો પ્રચાર થઈ રહ્યો છે .આજે તેમના એ ભવ્ય આપણે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી આ ચેરના માધ્યમથી આજે ગીતા અને કુટુંબ જીવન ને યાદ કરી રહ્યા છે .તેમણે પોતાના જીવન દરમ્યાન એશિયાટિક લાઇબ્રેરીના નવલકથા સિવાયના બધાં જ પુસ્તકો વાંચ્યા હતા અને ત્યાં સુધી લાઈબ્રેરીયનને પણ કોઇ પુસ્તક લાયબ્રેરીમાં ક્યાં પડ્યું છે ખબર ન હોય તે દાદાને ખબર હતી.
આપણા મનમાં વિચાર થાય કે શા માટે આ વિષય આજે યાદ કરવો જોઈએ .પરંતુ કહેવાય છે ને કે કળિયુગ ની અસર આવી છે કહો કે .આજના પશ્ચિમની વાતાવરણે આપણા દેશને અને સમાજને દૂષિત કર્યુ છે .આજે સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે .વિભક્ત પરિવારોની સંખ્યા વધી રહી છે .પરિવારો નાના થતા જાય છે પરિવારના સભ્યો વચ્ચે સહન શક્તિ ઘટી જાય છે .ટીવી અને સીરીયલ એવા અનેક માધ્યમથી સંઘર્ષ વધ્યા છે અને યાદ આવે છે ક્રિશ્ના શાહે બનાવેલું એક અંગ્રેજી મુવી rivals જેમાં એક છૂટાછેડા લીધેલ મહિલા પોતાના બાળકને લઈને બીજા લગ્ન કરે છે પરંતુ બીજા લગ્નમાં બાળકને પિતાનો પ્રેમ ન મળતા પોતાની માતાના નવા પતિ એટલે નવા પિતા ને મારવા માટે અનેક પ્રયત્નો કરેછે. અમેરિકા જેવા દેશની અંદર વિદ્યાર્થીઓમાં ગન કલ્ચર વધી રહ્યુ છે .આપણા દેશમાં પણ ટીનેજર્સને સંઘર્ષ ક્યારેક ખૂનામરકી સુધી પહોંચવાના પ્રસંગો દેખાય છે .આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે .ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે .ક્યારેક કુટુંબ કેવી રીતે બનાવવું કોઈ એક પુરુષ અને સ્ત્રી હોટલમાં મળે સરખી વસ્તુ નો ઓર્ડર આપીને તેઓ અને લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય આવી જ સ્થિતિ છે .ત્યારે પરિવાર નો સાચો ઉદ્દેશ્ય ફરીવાર એ શું લગ્ન કરીને બાળકો ઉત્પન્ન કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ થશે તે કરવા માટે છે જ નથી પરંતુ એના પરિવાર નો હેતુ વ્યક્તિથી ઉપર ઊઠીને પોતાના પરિવારના દરેક સભ્યોના કર્તવ્ય દ્વારા સમાજને શ્રેષ્ઠ બનાવી રાષ્ટ્રને આગળ લઈ જવું અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એ માટે કુટુંબ એક એકમ છે . આના માટે આપણી આદર્શ હિંદુ ભારતીય કુટુંબ જીવન પદ્ધતિ નો આદર્શ સર્વશ્રેષ્ઠ છે
એક વખત ઇંગ્લેન્ડ ની અંદર હિંદુ સ્વયંસેવક સંઘના એક મકરસંક્રાંતિ ઉત્સવ માં આવેલ માર્ગીરેટ થ્રેચરે કહ્યું હતું કે આપની હિન્દુ કુટુંબજીવન પદ્ધતિમાંથી અમારે ખૂબ બધું શીખવાનું છે .એક વખત એક ઘટના ઘટી હતી અડધી રાત્રે કેટલાક યુવાનોએ લન્ડન ની ઘણી બધી દુકાનો અને મોલ ના કાચ તોડીને તોડફોડ કરી હતી .આવા પકડાયેલા ગુનેગારોનો જ્યારે માનસિક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જણાયું કે તેમાંથી કેટલાયને માતા પિતા ન હતા અને સિંગલ પેરેન્ટ હતા .પરિવાર નો સાચો પ્રેમ અને સંસ્કાર ન મળ્યા હોય .ત્યાં આવી ઘટનાઓ ઘટે છે અને સ્વામી સચ્ચિદાનંદ પણ એક પ્રવચનમાં કર્હયુ કે જ્યારે હું અમેરિકામાં વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યો ત્યારે તેના એક સ્થાનિક વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું કે મારો બીજો જન્મારે ભારતમાં લેવો છે કારણકે હિન્દુ કુટુંબ જીવન પધ્ધતિ શ્રેષ્ઠ છે.
ગીતાનો સંદેશ કુટુંબને સાચવી રાખવા માટે વ્યવસ્થિત રાખવા માટે શું કરવું પડશે ?સહન શક્તિ વધારવી પડશે સહાનુભૂતિનું પ્રમાણ વધારવું પડશે .પરિવાર ને સફળ બનાવવા પડશે દરેક વ્યક્તિએ કંઈક છોડવું પડશે .દરેક વ્યક્તિએ પોતાનો કર્તવ્ય નિભાવવું પડશે ત્યારે કર્તવ્ય કોઈ નિભાવે છે તો બીજાનો અધિકાર એની મેળે સચવાઈ જાય છે .સમુદ્રાન્તિકે ધ્રુવ ભટ્ટની નવલકથા એક પરિવારમાં ગાન્ડા કાકાને સાચવતી ઘરની મુખ્ય સ્ત્રી કે જે બાળકો માટે રાખેલું ઘીની સુખડી બનાવવાની ગાન્ડા કાકા ઢોળી નાંખે ત્યારે બાળકોને કેવી રીતે સમજાવે છે .આવી એક સંગઠિત કુટુંબનો ચિત્ર નો સંદેશ જરુરી છે.
ગીતા ની અંદર કહયુ છે
" कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि
શું એક શ્લોક અર્જુન માટે જ છે ? ના સમાજ જીવનના દરેક ક્ષેત્રો માટે આ શ્લોક છે.
આ શ્લોક ની અંદર પણ કહ્યું છે કે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય કરવું પડે .કર્મ વગર કોઈ વ્યક્તિ રહી શકતી નથી પરંતુ આ કર્તવ્ય ની પાછળ કોઈ અધિકાર ની ઈચ્છા હોવી ન જોઈએ કારણ કે એકના કર્તવ્ય બીજાનો અધિકાર સચવાઈ જાય છે .પુત્રના કર્તવ્યમાં માતા-પિતાનો અધિકાર અને માતા-પિતાના કર્તવ્યમાં પુત્ર-પુત્રીના અધિકાર આવી જાય છે .મહાત્મા ગાંધીજીને વિશ્વના અધિકારોનું ચાર્ટર માટે પૂછ્યું ત્યારે કહેલું કે અધિકારીનો ચાર્ટર હોવો જોઈએ નહી પરંતુ કર્તવ્યોને યાદી હોવી જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે પરંતુ સાંભળવાનું તો આપણે બધાને છે કે કર્તવ્ય કર્મ કરવા માટે તારો અધિકાર છે ,ફળોમાં કદી નહીં. આપણા બધા જ કામો ઈશ્વરને અર્પણ કરીએ .આપણા માટે ઈશ્વર એટલે પરિવાર, સમાજ, રાષ્ટ્ અને વિશ્વ છે. સૃષ્ટિ અને પરમેશ્વરને અર્પણ કરવાના ભાવથી જે નિષ્કામ કર્મ કુટુંબમાં થાય
ત્યાં અવશ્ય સુખ શાંતિ અને સમૃદ્ધ આવે.કરે છે . આ ભાવ ફક્ત વ્યક્તિ સુધી નહીં ,પરંતુ પરિવારમાં હોય તો પરિવારમાંથી સમાજમાં આવે અને સમાજમાંથી બધી જગ્યાએ જાય છે.વ્યક્તિગત અને પરિવારના ઉત્થાન માટે અસફળતાના વિચારને એક બાજુ મૂકીને મનમાં ફળની ચિંતા રાખ્યા વગર કર્મ કરવાથી ,સફળતા મળતી હોય છે. પોતાનુ અન્યન્ આપવાના ભાવથી થતુ કાર્ય ઇશ્વર અર્પણ ભાવ અને મળેલ ફળ ઇશ્વર પ્રસાદ રુપે સ્વીકારતા બધીજ નિરાશા અને દુખ દૂર ભાગે છે.ખરેખર કુટુંબ જીવનના દરેક સભ્યો આ સૂત્ર ને અનુરૂપ રહીને પોતાનું જીવન જીવે તો મને લાગે છે એક આદર્શ કુટુંબનું નું કૃષ્ણ ભગવાન નો પરિવાર આપણી સમક્ષ ખડો થાય.
सर्वोपनिषदो गावो , दोग्धा गोपाल नन्दन:|
पार्थो वत्स: सुधीर्भोक्ता , दुग्धं गीतामृतं महत् ||
ઉપનિષદો રૂપી ગાયને ગોપાલ નંદન એટલે કે ભગવાન શ્રીકૃષ્ણએ પાર્થ वत्स માટે દૂધ રૂપી ગીતામૃત દોહીને આપે છે .શા માટે દૂધને ગીતા સાથે સરખાવ્યું છે. છે કારણ કે દૂધની સંપૂર્ણ ખોરાક છે બાળકથી માંડીને વૃદ્ધો બધા માટે ઉપયોગી છે .ભગવતગીતા માટે પણ બધા માટે યુનિવર્સલ ફૂડ છે અને પોષણ આપે છે .સામાન્ય માણસથી ઋષિઓ સુધી સમજી શકાય એવા શબ્દો છે .ચાલો આપણે બધા જ અર્જુન બનીએ.
સમાજ માટે કુટુંબમાં શું જોઈએ ? કુટુંબે સમાજને પણ સંદેશ આપવાનો છે એકાત્મતાનો ,સમાનતાનો ,સમષ્ટિના અનેકત્વ અને સમભાવમાં પરમાત્માના દર્શન કરવા .એટલું જ નહીં એ જ સાચુ જ્ઞાન છે, શ્રેષ્ઠ જ્ઞાન છે.આનાથી ક્ષમા ઋજુતા આવે છે એટલું જ નહીં બાકીની અન્ય વ્યક્તિઓને પણ સરખી માનવી .ભગવાને ગીતામાં કહ્યું છે કે જેવી રીતે પર્વતોમાં જુદા જુદા સ્થાને માંથી નીકળતી નદીઓ અંતે તો સમુદ્રને મળે છે એમ મારા ભક્તો કે સમાજની દરેક વ્યક્તિ કોઈપણ રસ્તેથી જ્યારે ભક્તિ કરે છે અને તે મને જ મળે છે . સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આ વાત કરીને કરીને હિન્દુ મોન્ક વોરિયર ના નામે સમગ્ર દુનિયાને ચકિત કરી દીધી હતી .જે કુટુંબમાં આનું દર્શન થાય તે સમાજ ઉત્કૃષ્ટ સ્થાને પહોંચાડે છે.
ભગવાન કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે દરેક વસ્તુનો આદિ મધ્ય અને અંત અવિનાશી હું વાસુદેવ છુ.દુનિયાની બધી જ વિભૂતિઓ માં સર્વશ્રેષ્ઠ વસ્તુઓ પણ ભગવાન રૂપ છે એટલું જ નહીં વિશ્વરૂપદર્શન બતાવે છે સમગ્ર જગત તેમાં સમાયેલું છે.આ માનવામાં આવે તો સમાજમાં સમરસતા એની મેળે આવી જાય પ્રાંતવાદ ,ભાષાવાદ ,જાતિવાદ ,ભેદભાવ ,અસ્પૃશ્યતા જેવા અનેક પ્રશ્નોનો ઉકેલ આવે .પરંતુ કુટુંબના દરેક વ્યક્તિમાં ગીતાનું વાંચન, પઠન, મનન અને આચરણ થાય .ગોવિંદ ભગત ગામના રામકૃષ્ણ એક્ષ્પોર્ટ ના હીરાના માલિક સુરતમાં રહે છે એમની પાસે જ્યારે કોઈ વિદ્યાર્થી સ્કોલરશીપ લેવા આવે ત્યારે કહે છે કે એક અધ્યાય ગીતાનો મુખપાઠ કરીને આવો પછી હું આપીશ .ગીતાને સમાજમાં આ રીતે ખૂબ પ્રચલિત કરવાની અને ગીતા નું આચરણ જીવનમાં આવે એ કરવા માટે ની જરૂર છે.
આમ જોવા જઈએ તો આપણા કુટુંબ જીવનમાં સમાજ ભક્તિ એટલે કે રાષ્ટ્રપતિ એ જ સાચો ભગવાન નો ભાવ છે.ભગવાનનો વિશ્વરૂપ દર્શન છે ભગવાન કહે છે મારે સહસ્ત્ર હાથો જે સહસ્ત્ર મસ્તક છે. પરંતુ સહસ્ત્ર હાથો મસ્ત હોવા છતાં બદલ હૃદય તો એક જ છે અને એ પરમાત્મા છે .આ પ્રકારનું કુટુંબજીવનમાં નિર્માણ થાય ત્યારે કોઈ પાડોશી ભૂખ્યો રહે નહી ,કોઈ વ્યક્તિ વસ્ત્ર વગર નહીં રહે , આશરા વગર નહિ રહે . પોતાનુ સમાજને અર્પણ કરવાથી સમાજ સશક્ત બંને અને વ્યક્તિ પણ.સમાજના જીવનથી વિશ્વ કલ્યાણની ભાવના જે
"સર્વે ભવન્તુ સુખિન સર્વે સંતુ નિરામયા "
થઈ શકશે મિત્ર અને શત્રુ પણ સમાન ભાવ રહેશે અને ગુણાતીત બની શકાશે.
આપણા કુટુંબ જીવનમાં ગીતા કહે છે કે વ્યક્તિના ઉત્કર્ષ માટે સંયમ સાદગી કે કરકસર પૂર્વક વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ . કુટુંબના સંસ્કાર જાળવવા માટે માટે વડીલોથી શરૂઆત કરવી પડશે અને શરીર ઈન્દ્રિય મન ઉપરનો સંયમ જ આપણને આગળ લાવતો હોય છે.
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥
શરીર પર ઇન્દ્રિયો છે , ઈન્દ્રીયોથી પરે મન , મનથી પરે બુદ્ધિ છે પરંતુ બુદ્ધિથી પર તો આત્મા છે આ આત્મા શરીર મન બુદ્ધિ પર કાબુ રહેશે કાયમ રહેશે સમાજનો ઉદ્ધાર કરવા માટે પ્રવૃત થવાશે. વાત દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અપનાવવા જોઈએ આવો વ્યક્તિઓનું સીમિત જીવન વાળું કુટુંબ એ સર્વશ્રેષ્ઠ કુટુંબ અને અન્ય પાડોશીઓને પણ માર્ગદર્શન આપનાર બને છે
ગીતા તો એક જીવનનો મેન્યુઅલ છે જેવી રીતે કોઈ નવું ગેજેટ્સ ખરીદીએ તેની સાથે મેન્યુઅલ આવે કે વાંચવું જોઈએ તે પ્રમાણે કરવું જોઈએ .આવો આ ગીત માં એક સરસ સુંદર મજાનો શ્લોક કહ્યો છે
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते |
तस्माद्योगाय युज्यस्व योग: कर्मसु कौशलम्
ભગવાન કહે છે યોગહલકર્મશુ કૌશલમ . Excellence in action is yoga . વ્યક્તિ પોતાના કુટુંબ જીવનમાં અને કુટુંબ સમાજ જીવનમાં કર્મયોગ અનુસાર કર્મ કરે બંધનથી મુક્તિ પામે છે અને કર્મમાં કુશળતાની સ્થિતિ એવી રાખવી છે જેના કારણે કર્મ થાય અને ફળની ચિંતા કર્યા વગર આપણે કામ કરીએ કોઈપણ કામમાં મગ્ન બન્યા અને યોગ્ય નિયમ અનુસાર તેમાં પોતાનું મન પરોવીને કામ કરીએ તો એ યોગ છે .કોઈ પણ કામમાં કુશળતાથી કરો
ઉદાહરણ તરીકે ભોજન બનાવતી માં કે બહેન સરસ સુંદર મજાનું ભોજન બનાવે છે તેના માટે યોગ છે .દૂધ ઉકાળતી વખતે ધ્યાન એમાં મન પરોવી રાખવું એ પણ યોગ છે .કોઈ સરસ મજાની ચા બનાવવી કે બુટ પોલીસ કરવો કે કપડાં ને ઠીક ઇસ્ત્રી કરવા આ બધું એક રીતે જોવા જઈએ તો કુશળતાપૂર્વક કામ યોગ છે .ઘણા કામો જીવનભર કરવા જ પડે છે ન કરીએ તો કષ્ટ થાય ઘણી બધી ઇચ્છા પૂરી કરવા જઇએ તે મન પ્રભાવિત થાય અને કામ પહેલા જ ફળ ની ચિંતા શરૂ થાય તો કર્મમાં કુશળતા નથી આવતી .તો ફળની ચિંતા કર્યા વગર સુખ મળશે કે દુઃખ મળશે એવી કલ્પના વગર ત્યારે એમાં મને કામ કરતો થાય છે બધા જ કામો અને નાના હોય કે મોટા બધાને ઠીક રીતે કરવાથી ,ન ફક્ત આપણો વિકાસ થાય છે ,ગુણોનો વિકાસ ,વ્યક્તિનો , પરત્ંતુ સમાજ અને રાષ્ટ્રનો પણ થાય છે . દરેક કામ મા કુશળતા અને ઇશ્વર અર્પણ ભાવ તથા ફળનો સ્વીકાર ઇશ્વર પ્રસાદ રુપે કરવાથી કુટુંબ સુખી થાય છે .
આજે કુટુંબજીવનની પદ્ધતિ ની અંદર અનેક બદલાવ આવ્યા છે હા નવા નવા વધતા ગેજેટ્સને કારણે કે જીવન પદ્ધતિના કારણે આપણે આંધળી દોટ મૂકીછે. ગુડ મોર્નિંગ e- tea e-flowers ના મેસેજથી લોકોની સવાર પડે છે .નજીકના સાથે વાતો ન થતી હોય અને દૂરના લોકો વચ્ચે મોબાઇલના મેસેજની ચેટ ની આપ-લે થાય છે .બધાને બેડરૂમ અલગ છે .બધાને જોવાના ટીવી અલગ છે . પસંદગી અલગ છે. દરેકની ચોઈસ ઈચ્છા અલગ હોઈ શકે પરંતુ એના એ પાંજરામાંથી બહાર ન આવી શકાય? આપણે આત્માનો ઉદ્ધાર કરવાથી વ્યક્તિએ નરરાક્ષસ નહિ પરંતુ નરથી નારાયણ બનાવવાની પ્રક્રિયા કે ગીતાનો સંદેશ છે .કુટુંબના દરેક સભ્ય શ્રેષ્ઠ બને એ માટે વ્યક્તિએ થોડું ત્યાગ વૈરાગ્યની ભાવના કેળવવી પડે . થોડા ત્યાગ વૈરાગ્ય અને અભ્યાસથી આ શક્ય છે.પણ કહેવાય એમ કહેવાય છે કે મન તો કેવું છે વાંદરા જેવું છે .સામે ટીવી હોય હાથમાં એનું રિમોટ હોય કે મોબાઈલ ઓકે ગેમ રમતા છોડવાનું મન ન થાય. એપલ કંપની સર્વે કર્યો છે કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછો 80 પોતાનો ફોન અન લોક કરે છે અને ૧૭૦૦ વધુ વાર સ્વાઇપ કરે છે .આવી બધી વસ્તુઓમાંથી મનને દૂર કરી અને પોતાના બુદ્ધિ તરફ હોય તો શું કરવું જોઈએ તો ગીતામાં કહે છે
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥
મને બહુ ચંચળ છે નિગ્રહ કરવો કઠિન છે ઠીક છે પરંતુ અભ્યાસ કર અને વૈરાગ્યથી શક્ય બને છે .આપણે શું આપણા જીવનમાં અપનાવી શકે ખરા?
પરિવાર ત્યારે જ સુખી ,સંપન સર્વશ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ બને છે જ્યારે પરિવારમાં એવી દેવી સંપત્તિ હોય પરંતુ દેવી માટે શું કરવું જોઈએ એમ કહેવાય છે કે દરેક ઘરમાં પંચમહા યજ્ઞ થવો જોઈએ દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ, ભૂત યજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને બ્રહ્મ યજ્ઞ. દેવ યણ એટલે કૂળ દેવી-દેવતાઓની પૂજા ,પોતાના કુળદેવતા કે કુળદેવીની પૂજા ધાર્મિક વિધિઓ , પિતૃઋણ અટલે વડીલો વડવાઓની સેવા, ભૂત યજ્ઞ એટલે પશુ પક્ષી વનસ્પતિ પર્યાવરણ ની સેવા રક્ષા. મનુષ્ય યજ્ઞ એટલ્ એટલે કે આસપાસમાં રહેલા મનુષ્યોની સેવા અને છેલ્લે બ્રહ્મ યજ્ઞ એટલે જ્ઞાન ઉપાર્જન.
કુટુબજીવનમા અંતઃકરણની શુદ્ધિ ,યોગમાં દ્રઢ વિશ્વાસ હોવો સાત્વિક દાન વૃતિ, યજ્ઞ ની પ્રવૃત્તિ ચાલતી હોય ,સ્વાધ્યાય કર્તવ્યપરાયણતા હોય ,કષ્ટ સહન કરવાની વૃત્તિ હોય શરીર મન અને વાણી ની સરળતા હોય ,અહિંસા હોય ,સત્ય ભાષણ ,ક્રોધ ન કરવો ,જ્યાં રાગદ્વેષ રહેતા ન હોય , વિષયોના લાલસા નહી, અચંચળતા. વેરભાવ નો અભાવ હોય છે તે કુટુંબ હંમેશા આગળ આવતું હોય છે અને ગીતાના કહ્યા પ્રમાણે ભગવાન કૃષ્ણનું ધામ બનતું હોય છે.
આજે આપણે ગીતાના સંદર્ભ લઈને ઘણી બધી વાતો કુટુંબ જીવન વિશે કરે છે ક્યારેક આપણને એમ થાય કે શું આ બધું શક્ય છે ખરું પરંતુ આ એક વખત મન તાયાર થાય ભગવાન શ્રીકૃષ્ણ જેવા સારથી હોય પરિવારના વડીલો આશીર્વાદ હોય તો સર્વ શકે છે .પૂજ્ય પાંડુરંગ દાદા જેવા ના મહાપુરુષો ના આશીર્વાદ હોય અને આપણા મનમાં એક દ્રઢ નિર્ધાર થાય તો અવશ્ય થી બનતી હોય છે .એમ કહેવાય છે કે
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम।।
ગીતાનો સંદેશ જીવનમાં અપનાવીને પોતાના જીવનની શ્રેષ્ઠતા કુટુંબને શ્રેષ્ઠતા અને આવા શ્રેષ્ઠ ખુશ્બુ વાળા ભારત દ્વારા દુનિયા કે ને સંદેશ બનાવવા માટે આપણે વિશ્વ ગુરુ ના સ્થાને પહોંચી એ તેવી અપેક્ષા માં આવનારી પેઢીને પણ ફાયદો રહે એવી અભ્યર્થના અસ્તુ.
ભારત માતાકી જય
Subscribe to:
Posts (Atom)