ખોખરા હનુમાન હરિધામ
ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત
સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શન ઉદઘાટન ૨૮.૧૨.૨૩
________
પૂજ્ય પ્રાતઃ:સ્મરણીય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂજ્ય શ્રી કનકેશ્વરી દેવીજીના કૃપાથી
એમના જ પવિત્ર પરિસર ખોખરા હનુમાન હરિધામ ખાતે યોજાયેલ આજે
ત્રીદિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન કેન્દ્રના ઉદ્ઘાટન નિમિત્તે માં કનકેશ્વરી દેવીને તથા સર્વે મહાનુભાવોને મારા પ્રણામ
અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર ઇસરો અમદાવાદ
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મોરબી
તથા મા ના પવિત્ર સાનિધ્યમાં ચાલતા સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય મોરબીના ઉપક્રમે આ એક વિજ્ઞાનનું પ્રદર્શન યોજાય રહ્યું છે
જ્યારે એક ધર્મ સંસ્થાન અધ્યાત્મની સાથે વિજ્ઞાનને સાંકળીને વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લેતા કરવા માટે જ્યારે આવું પ્રદર્શન યોજી રહ્યા હોય ત્યારે ભારતીય પરંપરા, આપણો પુરાણો વારસો તથા આપણા શાસ્ત્રો તથા ઇતિહાસમાં રહેલા વિજ્ઞાનના સિદ્ધાંતો અને શોધો જેને આપણે થોડા સમય માટે વિસરી ગયા છીએ તેને યાદ કરવાનો આજે હું એક થોડો પ્રયત્ન કરીશ
લોકો એવું માને છે કે :
ભારત એટલે ધર્મનો દેશ અધ્યાત્મનો દેશ સંસ્કૃતિ અને પ્રેરણા નો દેશ
આ દેશમાં સમૃદ્ધિ ,ભૌતિકતા અને વિજ્ઞાન વિષયનું કોઈ બહુ સંશોધન કે પોતાનું ગર્વ લઈ શકાય એવું કારણ નથી
પરંતુ આજે મને ટૂંકમાં યાદ કરાવવા દો
આપણી ધરોહરના પ્રતિકો અનેક છે
1. શૂન્ય ની શોધ ભારતમાં થઈ તો
2. દિલ્હીમાં કાટને લાગતો લોહસ્તંભ અને
3. અનેક ભવ્ય મંદિરો એ જુના સ્થાપત્ય કલાના નમુના રૂપે ઊભા રહ્યા છે
4. આપણા પ્રાચીન વારસામાં ધનવાંતરી નામના વિદ્વાનો લોકોએ કરેલી શીતળાના રસીનો ઉપયોગ
5. પસંદગી પ્લાસ્ટિક સર્જરી અને
6. આચાર્ય પીસી રોય એ લખેલા કેમેસ્ટ્રીના પુસ્તકો કે
7. જગદીશ ચંદ્ર બસુએ વનસ્પતિમાં જીવ છે એ સાબિત કરવું
8. નાલંદા યુનિવર્સિટીના આપણો વિજ્ઞાનનો જ્ઞાનનો ખજાનો અને
9. વૈદિક ગણિતને યાદ કરીએ
હમણાં થોડાક પુસ્તકો આ સંદર્ભમાં નવી પેઢીને વાંચવા લાયક બન્યા છે
1. ધર્મપાલજીના પુસ્તકો સમગ્ર સંગ્રહમાં એક પુસ્તક છે science and technology in eightenth century
2. સંસ્કૃત ભારતી પુસ્તક બહાર પાડ્યું છે pride of india
3. હમણાં જ વિજ્ઞાન ભારતી દ્વારા એક રાષ્ટ્રીય અધિવેશન કર્ણાવતીમાં યોજાયું ત્યારે એમણે પુસ્તકની reprint બહાર પાડી જેનું નામ છે science and technology in ancient India
4. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય અધિકારી, પ્રચારક અને અભ્યાસુ સુરેશ શ્રી સોનીએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે "ભારતમાં વિજ્ઞાનની ઉજવળ પરંપરા"
આપણા એકાત્મતા સ્તોત્રમાં આપણે ગાતા હોઈએ છીએ
वैज्ञानिकाश्च कपिलः कणादः सुश्रुतस्तथा।
चरको भास्कराचार्यो वराहमिहिरः सुधीः ।। 26 ।।
नागार्जुनो भरद्वाजः आर्यभट्टो वसुर्बुधः ।
ध्येयो वेंकटरामश्च विज्ञा रामानुजादयः ।। 27 ।।
એવી સર્વસાધારણ માન્યતા છે કે
વિજ્ઞાનનો પ્રથમ વિકાસ પશ્ચિમમાં થયો
પૂર્વમાં વિજ્ઞાનના વિષય માટે તો હંમેશા અંધકાર હતો વિજ્ઞાન પરંપરા જેવું કશું હતું પરંતુ આ સત્ય નથી
20 મી સદીમાં ભારતમાં થયેલા વૈજ્ઞાનિકો જેવા કે
આચાર્ય પ્રફુલચંદ્ર રોય ,વજેન્દ્રનાથ સીલ ,જગદીશચંદ્ર બસુ, એમ પી રાવ સાહેબ જેવા વિદ્વાન વૈજ્ઞાનિકોએ કહ્યું આ તથ્ય ખોટું છે
ભારતમાં પણ એક મહાન વિજ્ઞાનની પરંપરા હતી એ સાબિત કર્યું
1. આચાર્ય પ્રફુલચંદ્ર રોય એક પુસ્તક લખ્યું હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમેસ્ટ્રી આ પ્રેરણા તેમને પશ્ચિમના જગતમાં જ્યારે વધારે અભ્યાસ માટે કર્યા ત્યાં મળેલા કટાક્ષના કારણે થયી
2. બજેન્દ્રનાથ સીલે The positive science of ancient Hindus
3. રાવ સાહેબ વજે હિન્દુ શિલ્પ શાસ્ત્ર વિશે પુસ્તક લખ્યું
4. ધર્મપાલજીના પુસ્તકોના સંગ્રહમાં એક પુસ્તક છે ઇન્ડિયન સાયન્સ એન્ડ ટેકનોલોજી
5. બેંગ્લોરના એમપી રાવ સાહેબ એ વિમાન શાસ્ત્ર વિશે અને વારાણસીના પીજી ડાંગરે અંશબોધીની લખ્યા
આ બધાએ આપણા દેશમાં સ્વાભિમાનનો ભાવ જગાવ્યો
એ છે
कृणवंतो विश्वार्यम
वसुधैव कुटुंबकम्
स्वदेशो भुवन त्रयम
માર્ક ટ્રેન નામના પશ્ચિમના એક વૈચારિકે
ભારત વિશે કહ્યું છે કે :
1. ભારત ઉપાસના ના પંથોની ભૂમિ છે
2. માનવ જાતિનું પારણું છે
3. ભાષાની જન્મભૂમિ છે
4. ઇતિહાસની માતા છે
5. પુરાણોની દાદી છે અને
6. પરંપરા ની પરદાદી છે
ભારતમાં ફક્ત ધર્મ, દર્શન, તત્વજ્ઞાન અને શ્રેષ્ઠ જીવન મૂલ્યોની જ વાત થઈ છે એવું નથી
અહીંયા વ્યાપાર ,વ્યવસાય, કળા ,ગણિત, વિજ્ઞાન અને બધા જ શાસ્ત્રોમાં અનેક શોધ, સંશોધન અને મહાન વૈજ્ઞાનિકો ઋષિઓ થયા.
બજોરન લેન્ડસ્ટ્રોમ ના "ભારત કી ખોજ "નામનું પુસ્તક લખ્યું છે તેણે લખ્યું છે કે મિશ્ર થી લઈને અમેરિકાની શોધ 3,000 વર્ષની યાત્રા એ ફક્ત ભારતનો માર્ગ શોધવા માટે જ થયી છે
જેમાં કોલંબસ ,માર્કો ફોલો અને વાસ્કો ડી ગામાં જેવા એ પ્રયત્ન કર્યા
કણાદ ઋષિનું એક સૂત્ર છે
येतोभ्युदयनि: श्रेयस
सिद्धि: स। धर्म:
જે માધ્યમથી ભૌતિક દૃષ્ટિ અભ્યુદય અને નિશ્રેયસ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય તેને જ ધર્મ કહેવાય આ ભારતનું ચિંતન હતું
Samuel Huntington નામના એક લેખક જે Who are we? નામના પુસ્તક થી જાણીતા થયા એમનું એક પુસ્તક
Clashes of civilisation લખ્યું છે કે
1750 ની સાલમાં ભારતનું ઉત્પાદન યુરોપ અને સોવિયત સંઘ મળીને થાય તેના કરતાં વધારે હતું ( 24.5 ટકા , 18.2 +5% હતું)
વિજ્ઞાનની પરંપરા વિશે કેટલી વાર આપણા લોકોને પણ આપણા સ્વાભિમાન કે સ્વત્વ ની વાત ગળે નથી ઉતરતી
એના થોડાક ઉદાહરણો
1. સંસ્કૃત ભારતી નામની એક સંસ્થાએ ભારતની વિજ્ઞાનમાં ફાળો વિશેના ચિત્રો બનાવ્યા. વિજ્ઞાન અને પ્રજ્ઞોધિકી મંત્રાલયના એના અધિકારી શ્રી રામમૂર્તિને જ્યારે સંસ્કૃત ભરતીના ચ. મ.કૃષ્ણ શાસ્ત્રીએ આ ચિત્રોમાં એક ચિત્ર બતાવો જેમાં લખ્યું હતું આર્યભટ્ટે પાઈનું મૂલ્ય 3.14 શોધ્યું હતું. એમને આશ્ચર્ય વ્યક્ત કરે
2. પૂરીના શંકરાચાર્ય ભારતીય કૃષ્ણ તીર્થજીએ શુલ્બ સૂત્ર અને વેદ ઉપરથી ગણિતના સૂત્રો અને ઉપસુત્રોની શોધ કરી (16 અને 13 જેની સંખ્યા હતી) અનેક ગણિતની સમસ્યાઓ સરળતાથી અને ઝડપથી હલ થાય એવા આ સૂત્રો હતા .એ પુસ્તકનું નામ વૈદિક મેથેમેટિક્સ રાખવામાં આવ્યું .આ પુસ્તક જ્યારે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફંડામેન્ટલ રિસર્ચને આપવામાં આવ્યું (પરીક્ષણ માટે) તો એના વિશે બહુ હકારાત્મક મત ન થયો .પરંતુ વિદેશના ગણિત નિકોલસ UK એણે મુંબઈમાં આવીને ગણિતના પ્રયોગો અને ગણિતમાં રહેલું મેજીક આ સૂત્રો દ્વારા બતાવ્યું ત્યારે આ જ પુસ્તકની વાત હતી .જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એની વિગતો છપાઈ હતી
3. ડોક્ટર મુરલી મનોહર જોશી 1962 માં ઉત્તર પ્રદેશના પાઠ્યપુસ્તક મંડળના સમિતિના સદસ્ય હતા જેમણે કહ્યું કે પાયથાગોરસના પ્રમેયને ખરેખર ભારતના ઋષિ બોધાયાને દ્વારા શોધાયેલો એટલે એને બોધાયન પ્રમેય કહેવું જોઈએ .એડવર્ડ ટેલરે કે જે નોબેલ પ્રાઇઝ જીતનારી ભૌતિક શાસ્ત્રી તો એને પોતાનું એક પુસ્તક લખ્યું છે Simplicity and science વિજ્ઞાનનું ભણતર સરળ સુગમ આનંદદાયક હોવું જોઈએ એમાં એને ઉદાહરણ આપતા આ બોધાયન પ્રમેય ની વાત કરી છે.
મેકલો શિક્ષણ પદ્ધતિ એ ભારતની જાણકારી અને વિશેષતાઓને ભુલાવી દીધી છે એને ફરીથી યાદ કરવાની જરૂર છે
ભારતના વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનના ચમકતા સિતારા એવા ડોક્ટર અબ્દુલ કલામ પોતાના પુસ્તક ઇંડિયા 2020 વિઝન for new milenium બે અનુભવો લખ્યા છે
(૧) તેમના એક રૂમ પર દિવાલ પર એક રંગીન કેલેન્ડર છાપેલું હતું તેને જોવા આવનાર બધા જ વખાણ કરતા હતા કેવું સરસ કેલેન્ડર છે કારણ કે એનો છાપકામ જર્મનીમાં થયું હતું .પરંતુ એના ચિત્રોના વખાણ કોઈ નહોતો કરતો કે જે ભારતીય અવકાશ ઉપગ્રહોએ લીધેલા હતા :યુરોપ અને આફ્રિકાના ચિત્રો .જ્યારે કોઈને કહેવામાં આવતું કે આ ચિત્રો ભારતના અવકાશીય ઉપગ્રહ લેવામાં ત્યારે તેઓ રાષ્ટ્રીય આશ્ચર્ય વ્યક્ત કરતા.
(૨) દિલ્હીની એક વૈજ્ઞાનિકોની કોન્ફરન્સમાં ડોક્ટર અબ્દુલ કલામે જમતા જમતા બધા સાથે ચર્ચા કરતાં કહ્યું કે મિસાઈલ ની શોધ બધા માને છે કે ચીનમાં થયી, ના પરંતુ ભારતથી થઈ .બધા મને છે કે ચીન મ દારૂગોળા શોધાય તેને દ્વારા અગ્નિ તીર બનાવવામાં આવ્યા અને મિસાઈલ શોધાય .પરંતુ ખરેખર મિસાઈલ ની શોધ ભારતમાં થઈ હતી તેઓએ કહ્યું કે હું લંડનમાં vulich નામના સ્થાન પર ગયો ત્યાં એક Rotunda નામનો મ્યુઝિયમ છે. તેમાં ટીપુના શ્રીરંગમ સ્થાને અંગ્રેજો સાથે થયેલા યુદ્ધમાં વપરાયેલા રોકેટોના અવશેષો રાખવામાં આવે છે .ત્યારે ઘણા લોકોએ દલીલ કરી કે નાના ફ્રેન્ચ લોકોએ ટીપુને આપ્યા હતા. પોતાની વાત અને પુરાવા માટે તેમણે સાંજે એક લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈને બતાવ્યો.
Burndard Lovell : The origin and international economics of space exploration. આ પુસ્તકમાં એને લખ્યું છે કે વિલિયમ કોન ગ્રહ એ ટીપુના રોકેટનો અભ્યાસ કર્યો એમાં સુધારા કર્યા અને 1805 માં બ્રિટિશ પ્રધાનમંત્રી willium Pitak અને Frasare એને સ્વીકૃતિ આપી .1806 માં નેપોલિયન સાથેના યુદ્ધમાં એ વાપરવામાં આવ્યો .આમ આ શોધ તો ભારતમાં પહેલેથી હતી.
1941 માં સર સી વી રામને દિક્ષાંત પ્રવચન માં કહ્યું હતું કે
Boys when we import, we not only pay for our ignorance
But we also pay for our incompetence
1918 Acharya prafull Chandra Roy in lecture of Madras
"We are not ashamed of our ancient contribution to the science and chemistry .I am eqally proud of ancient ,and not ashamed for all the branches of science that is grown in ancient India"
દિલ્હીના લોh સ્તંભ એક કુતુબમિનાર પાસે છે
1600 વર્ષ પહેલાંનો એટલે કે ચોથી સદીમાં બનેલો છે એને કાટ નથી લાગ્યો
ચંદ્રરાજ નામના રાજાએ મથુરાના વિષ્ણુ પહાડી ની અંદર બનાવેલો મંદિરનો ધ્વજ દંડ છે જેને ૧૦૫૦ની સાલમાં રાજા અનંગપાલ દિલ્હી લઈ આવ્યા હતા.
રસાયણશાસ્ત્રી B B Lal કહ્યું છે કે લોખંડના ગરમ 20 ટુકડાઓને જોડાઈને બનાવવામાં આવે છે એવી રીતે બનાવવામાં આવે છે કે જેનો સાંધો દેખાતો નથી તેમાં વધુ ફોસ્ફરસ અને સલ્ફર ,મેંગેનીઝ ઓછું વાપરવામાં આવ્યું છે
ભારતીય પ્રાચીન વિમાન શાસ્ત્રમાં રડારમાં પણ ન પકડાય એવા વીમાનોનો ઉલ્લેખ છે .એમ કહેવામાં આવે છે કે તમો ગર્ભલોહ નામના ધાતુમાંથી બનાવવામાં આવતો .જે 78 થી 80% પ્રકાશનું શોષણ કરી લે છે .તેને શીશાથી કઠોર બનાવવામાં આવતો કે જે સલ્ફ્યુરિક એસિડમાં પણ ન ઓગળી શકે.પ્રકાશનું શોષણ કરી લેવાથી રડારમાં પણ પકડવા હતા
ગણિતના શુલબ સુત્રો યજ્ઞની વિધિ માપવા માટે વપરાતી દોરીને શૂલબ કહે છે .આ દોરીથી રચાતો ગણિતનો એક વિષય એટલે કે ભૂમિતિ એટલે એને શુલબ્ શાસ્ત્ર કહે છે
ડોક્ટર વિજય દયા નામના જયપુરના એક સર્જન એક પ્લાસ્ટિક સર્જરી નો ઇતિહાસ લખતા લખ્યું છે કે
1792 માં ટીપુ અને મરાઠાના યુદ્ધ દરમિયાન કવાસજી નામના ગાડીવાન ના હાથને અને નાક કપાઈ ગયા હતા, ત્યારે પૂનાના એક કુંભારે એની શલ્ય ક્રિયા કરી હતી. જેને ઇંગ્લેન્ડના ડોક્ટર Thomas Crusho Dr James Findle જોયો હતો ચિત્ર બનાવ્યા હતા જે તેણે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા અને ત્યાંની 1714 ની જેન્ટલમેન પત્રિકામાં છપાયા હતા એનો ઉલ્લેખ મદ્રાસમાં ગેજેટ માં પણ છે
મીણ નું નાક બનાવવું, તેને ખોલીને કપાળ પર પાથરવું ,એના આકારની કપાળની ચામડીને કાપવી , ચામડીના બે ચીરા પાડી નાકની મુખ્ય જગ્યાએ બંને બાજુ ચિરાવવાની ફસાવવા,Tash japonica નામના પીળા કાથા નો ઉપર ડ્રેસિંગ કરવું, અઠવાડિયા સુધી તેને રાખ્યા પછી ઘી નું કપડું ઢાંકો, કપાળ સાથેનો સાધનો ચામડીનો છોડવો અને નાકના કાણાંઓ બનાવવા માટે ગરમ કાપડ પૂમડાં રાખવા, બનાવવા આ પ્રકારનું વર્ણન છે
રસીકરણ બાબતમાં આપણે બધા એમ માનીએ છીએ કે શીતળા ની રસી એડવર્ડ જેનારે 1798 માં શોધી હતી
Dr Colt , Dr Oliver વર્ણન કર્યું છે કે
ઈશા પૂર્વે બંગાળમાં રસીકરણ થતું હતું
An account of the diseases of Bengal Calcutta ૧૦.૨.૧૭૩૧
માં લખ્યું છે કે શીતળાના માંથી રસી કાઢીને એક વર્ષ રાખીને તેનો નવા બાળકોમાં રસીકરણમાં ઉપયોગ થતો હતો આ માટેનું એક પેપર ઓપરેશન ઓફ ઇનોક્યુલેશન ઓફ બેંગાલ બંગાળ અને ઓરિસ્સામાં, ધન્વંતરિ નામના લોકો આ કામ કરતા હતા
મહાભારત ની અંદર ગાંધારીને 101 સંતાનો થવા પાછળ પણ ક્લોનીંગ નું વિજ્ઞાન હોય એનું વર્ણન મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 115 માં કરવામાં આવ્યો છે ડોક્ટર માતા પુર કરે પણ સ્ટેમ સેલ બીજ કોશિકામાંથી અંગ નિર્માણની વાત કરેલી છે
વિશિષ્ટ ગુણ યુક્ત સંતાન નિર્માણ માટે પણ આપણે ત્યાં ઉલ્લેખ થયેલા છે અમેરિકાની અંદર journal of Herodity
Article missigan uni
Alain. F Corcos નામના લેખકનો એક આર્ટિકલ છે
રીપ્રોડક્શન માંથી સંતાનો ઉત્પતિ વિશેની વાતમાં ત્યાં લેવામાં આવે છે
1. ગૌરવપૂર્ણ એક વેદ જાણનાર પુત્રની ઉત્પત્તિ માટે દૂધ ભાત અને ઘી પતિ પત્નીએ ખાવાં
2. કપિલ વર્ણ બે વેદ જાણનાર પુત્ર માટે દહીં ભાત અને ઘી પતિ અને પત્ની બંને એ ખાવા
3. શ્યામ વર્ણના ત્રણ વેદ જાણ નાર પુત્ર માટે જલ ભાત અને ઘી પતિ અને પત્ની બંને એ ખાવા
4. પૂર્ણ આયુષ્યવાન પ્રસિદ્ધ વિદ્વાન કન્યા માટે તલ અને ભાતની ખીચડી ફક્ત પત્ની માટે ખાવી
5. ચાર વેદ જણનાર પ્રસિદ્ધ વિદ્વાન પુત્ર માટે અડદ ભાત ની ખીચડી અને ઋષભ ઔષધી પતિ અને પત્ની બંનેએ લેવી
મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ અને સોડિયમ એ લિંગ નિર્ધારણ માટે ઉપયોગી છે સોડિયમ અને પોટેશિયમ વધુ પ્રમાણ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમનું ઓછું પ્રમાણ પુત્ર જન્મ માટે કારક છે અને એનાથી ઊલટું પુત્રી જન્મ માટે
આ પ્રકારના આયનો x અને Y chromosome મિલન પ્રક્રિયામાં પોતાનો ભાગ ભજવે છે
________
ઈસરો નું નવું મિશન
ચંદ્ર સૂર્ય બાદ હવે સૌર મંડળના રહસ્યો માટે
નવો મિશન 1 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે જે પી એસ એલ વી દ્વારા લોન્ચ થશે
બ્લેક હોલસ ન્યુટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરશે
એક્સ રે પોલારી મીટર સેટેલાઈટ હશે આની પહેલા નાસાએ આવો એક સેટેલાઈટ લોન્ચ કર્યો હતો
_____
યજ્ઞો દ્વારા પ્રદૂષણનો નિવારણ
વધતું જતું ગ્લોબલ વોર્મિંગ પીગળતા જતા દક્ષિણ ધ્રુવ એન્ટાર્ટિકા ની હિમશીલાઓ વધતી જતી નવી નવી વાયરસની બીમારીઓ માટે
અટલ બિહારી બાજપાઈ ના અંગત વૈજ્ઞાનિક અને અંત પરીક્ષા સ્ત્રી ડોક્ટર ઓપી પાંડેએ કહ્યું છે કે
ભારતીય સંસ્કૃતિ ઋષિ પરંપરા દ્વારા યજ્ઞ એક ઉકેલ છે
ના દ્વારા ઉત્પન્ન થતા ઈથીલીન ઓક્સાઇડ અને પોલી પ્રોપેલીન ગેસ પ્રદૂષણ નિવારવામાં મદદ કરે છે
એક દિવસના યજ્ઞથી 100 યાર્ડ સુધીનો વિસ્તાર એક મહિના સુધી પ્રદૂષણ રહિત થાય છે
વડના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવાથી નીચે મળતું મેગ્નેશિયમ ફોસ્ફરસ વાંચનારની સ્મૃતિ વધારે છે
આપણા ઘરોમાં કરવામાં આવતા દીપકથી શુદ્ધ ઘી દ્વારા દીપક થી નીકળતા વાયુઓ વજનના સ્તરના કાણાઓને રિપેર કરે છે
_____
વિજ્ઞાનનું મહત્વ
જ્ઞાની બધી જળ કેતન વસ્તુઓનું નિયમન ચોક્કસ સિદ્ધાંતો દ્વારા થાય છે
વિજ્ઞાન સાથેનો અનુબંધક સૃષ્ટિ જેટલો જૂનો છે
ઋષિઓએ ધર્મ અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવાનું કહ્યું છે ધર્મ વગરનો વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વગરનો ધર્મ પાંગળો છે
ફક્ત કર્મકાંડ નહીં તેનું એક વિશેષ મહત્વ છે પણ તેની પાછળ રહેલા સિદ્ધાંતોને ધર્મ ન ભૂલવા જોઈએ
સૂર્યનારાયણ રન્ના દેને ત્યાંથી સવારે સાત ઘોડા માં નીકળે છે ને સાંજે પરત ફરે છે એ સૂર્યનારાયણના સફેદ કિરણોમાંથી સાત રંગોની વાત છે
વિજ્ઞાનમાં કહેવાય છે શક્તિનો નાશ થતો નથી ફક્ત રૂપ બદલે છે આપણે પણ વિવિધ માતા અને દેવીઓની પૂજા કરે છે પરંતુ મૂળ શક્તિ તો એક જ છે
વિજ્ઞાનના પુસ્તકો વસાવીએ અને તેના મેગેઝીન વાંચીએ
______
છઠ્ઠી સદીમાં તુર્કસ્થાનનો લૂંટારો મહંમદ બિન વખતે ખીલજી ભારતમાં આવે છે ભારતની લૂંટ દરમિયાન તે બીમાર પડે છે પરંતુ તેના હકીમો તેને સાજો કરી શકતા નથી ઘણા લોકો તેને સલાહ આપે છે કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં રહેલા આયુર્વેદના નિષ્ણાત રાહુલ શ્રી ભદ્ર જેને મળે
રાહુલજી તેના નિદાન અને ઉપચાર માટે તૈયાર થાય છે પરંતુ બખતયાર ખીલજી શરત રાખે છે કે તે કોઈ ભારતીય દવાઓ નહીં લે અને પોતે રોગમુક્ત નહીં થાય તો તેનો વધ કરશે
રાહુલ શ્રી ભદ્રજીએ એક કુરાન આપ્યું અને રોજ તેના પતાવો ફેરવીને વાંચવા ગયો આમ રોજ કુરાનના પત્તાઓ ફેરવતાને વાંચતા તે સાજો થયો
પોતાના હકીમ નહીં પરંતુ ભારતના આયુર્વેદિક શાસ્ત્રીય પોતાનો રોગ મટાડ્યો તે પોતાના હકીમ કરતા વધુ જ્ઞાની છે તે સહન ન કરી શકતા વખતે આ ખીલજીએ સમગ્ર નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ કર્યો જેને પુસ્તકાલયને સળગતા અને ત્રણ મહિના લાગ્યા હતા
રાહુલ શ્રી ભદ્રજીએ કુરાનના પત્તાઓ ઉપર તેના રોગ માટેની દવા લગાડી હતી પત્તાઓ ફેરવતી વખતે આંગળીથી ફેરવતા અને આંગળીને અડાળતા અને ક્યારેક સુગંધથી પણ તે દવાઓ તેના શરીરમાં ગઈ અને રોગમુક્ત કર્યો હતો આવી હતી આપણી આયુર્વેદિક વિજ્ઞાન દવાઓની વિશેષતાઓ
______
ભારતમાં વિવિધ રોગો મટાડવા માટે વિજ્ઞાનની સાથે કલાઓ પણ જોઈન્ટ થયેલી હતી પંડિત ઓમકારનાથ ઠાકુર વિદેશમાં ઇટાલીના મુસલોની ના Insomnia ઊંઘના આવવાના રોગ માટે પોતે સંગીતના "
પુરિયા "રાગોથી તેનો ઉપચાર કર્યો હતો પરંતુ ત્યાં રહીને ત્યાંના લોકોની સેવા કરવાનું ખૂબ મોટા સન્માન સાથે પણ ઇનકાર કર્યો હતો
આજે જ્યારે ભારત વિશ્વના વૈજ્ઞાનિકો ની ટોચ ઉપર આવી ગયું છે
થોડા જ સમય પહેલા ચંદ્રયાન ત્રણ નું સોફ્ટવેર લેન્ડિંગ ચંદ્ર ઉપર થયું ફક્ત ભારતના વૈજ્ઞાનિકો સરકાર અને સંકળાયેલી સંસ્થાઓ નહીં પરંતુ સંપૂર્ણ ભારતની પ્રજાને એના માટે સ્વાભિમાન અને ગર્વ ની લાગણીઓ થઈ છે
વિશ્વના અનેક દેશોના ઉપગ્રહ ભારતમાંથી આપણે અવકાશમાં મૂકી રહ્યા છે ભારતે અણુ શસ્ત્રો મતેફકતા નહીં પરંતુ શાંતિપ્રિય વિષયો માટે બનાવતા અણુશક્તિના સફળ પ્રયોગો કરી ચૂક્યું છે
ભારતના વૈજ્ઞાનિકો ની નાસા જેવી સંસ્થાઓએ પણ ભરપેટ વખાણ કર્યા છે
ત્યારે આપણે ભારતીયતાના ગૌરવ સાથે આપણા જુના વિજ્ઞાનના શાસ્ત્રોને સાચા અર્થમાં સમજીએ સંશોધિત કરીએ અને ભારતનું નામ રોશન કરવામાં આગળ આવીએ એ જ અપેક્ષા