પૂજ્ય દાદા રતિદાદા જોશી
સાથે સંકળાય આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત
પ્રાતઃ સ્મરણીય પૂજનીય સંત વૃંદ
• પૂજનીય શેરનાથ નાથ બાપુ
• પૂજ્ય શ્રી ધર્મ વિનયન સ્વામીજી
• પૂજ્ય રામાનંદ બાપુ
• શ્રી કિશનદાસ થી મહારાજ
• માનનીય પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી
• યુનિવર્સિટીના વાઈસન્સ પ્રતાપસિંહજી અને ભરતભાઈ રામાનુજ
• પૂજ્ય ચંદ્રિકા બા
• રતિદાદીના પરિવારજનો તથા
• ઉપસ્થિત સર્વે આધ્યાત્મિક બંધુ ભગિની
ભુજનીય રતિદાદા એટલે કે કેશોદના વતની અને જૂનાગઢમાં ગિરનાર જેમની એક સાધના સ્થળી છે એવા જેમને અનેક વિશેષણો અન્ય લોકો લગાડે પરંતુ હું સંઘના એક સન્નીષ્ટ સ્વંયસેવક પણ કહીશ એવા
• ગિરનારી અઘોષિત સાધક
• ભગવાન જગન્નાથ ના ઉપાસક
• પથ્થર ચટી જેમની સાધના સ્થળી હતી
• એવા સ્થાન ઉપર જેમની સાધક તકતી પ્રસાદની પ્રતિષ્ઠા આજે થઈ રહી છે
આજનો એક અનેરો સંગમ છે
• સાધના સ્થળ એટલે કે પુરાણકાળમાં વર્ણન જેનો છે એવો રૈવતક પર્વત ગિરનારની પવિત્ર ભૂમિ પર આપણે એકત્ર થયા છીએ.
• પૂજનીય આ સંતોની અહીં ઉપસ્થિતિ છે
• સાધના સ્થળ ઉપર સાધકનું નામ આજે જોડાવા જઈ રહ્યું છે
• સાધક પરિવારની દીકરી વર્ષાબેને લખેલ પુસ્તક દિવ્ય સંતતિનું આજે વિમોચીત થવા જઈ રહ્યું છે
• રાજકીય શૈક્ષણિક સામાજિક અને આધ્યાત્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ છે
પૂજ્ય રતિદાદા વિશે કહીએ તો એમના પુત્ર વિશાલભાઈ જોશી એટલે
• મારા સંઘના સન્નીષ્ટ સ્વયંસેવક
• ઇતિહાસ સંકલન સમિતિ સાથે જોડાયેલ સક્રિય કાર્યકર્તા
• અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા
તેમની સાથે નજીકના ભૂતકાળમાં બે વખત સાથે રહેવાનું થયું.
આમ તો તેઓ સાચા અર્થમાં ઇતિહાસના અભ્યાશું
હિન્દુત્વ ધર્મપ્રેમી
સંશોધક અને હકીકત અને માહિતી માટે સરકાર પણ જેના ઉપર વિશ્વાસ મૂકી શકે તેવા અભ્યાસુ
એકેડેમિક વ્યક્તિ
નિર્ભય કલમથી લખવા વાળા લેખક પણ.
એક વખત એમની સાથે ગિરનારની ગોદમાં રહેલા થોડા સંતો ને મળવાનું અને આશીર્વાદ લેવાનુ થયેલ અને
હજી થોડા સમય પહેલા જ ગિરનારની ગોદમાં રહેલા થોડા પ્રાચીન મંદરોના દર્શનનો લાભ તેમના એક અભ્યાશું વિદ્યાર્થી સાથે કર્યો.
આ બંને મુલાકાતોમાં વિશાલભાઈ પાસેથી તેમના પૂજ્ય પિતાજી ,પૂજ્ય માતાજી ,પરિવારના વડીલ ભાઈ શ્રી નાથાભાઈ જોશી તેમના ભાઈ બહેનો અને પરિવારજનોના અનેક પાસા જાણવા મળ્યા
આવી માહિતી જ્યારે મળે છે ત્યારે એમ લાગે છે કે વિજ્ઞાનના આ યુગ ની અંદર ધર્મ અને અધ્યાત્મ સાથે જીવવાવાળા પરિવારો આજે પણ શ્રદ્ધાથી બિરાજમાન છે તેમને કળિયુગની કોઈ અસર લાગી નથી .
થોડું જે સાંભળ્યું અને વાંચ્યું એવું પૂજનીય રતિદાદા વિશે એ કે જેમની અહીં સાધના સ્થળી અહીં હતી .એના સ્મરણો કરીને આજે આપણે થોડાક પ્રેરણા લેવા માટે જઈ રહ્યા છીએ .હું એમને રૂબરૂ દર્શન કરી શકેલ નહી. પરંતુ એમનો શાબ્દિક દર્શન સાંભળવાનું અનુભવવાનો મોકો સરસ મળ્યો છે અહીંયા પણ બધાના સંસ્કારો જોતાં તેમનુ એક તેમનું એકાધ્યાત્મિક ચિત્ર આપણી સામે ખડું થયું છે
1. સંઘ જેના માટે ઓળખાય છે એટલે અનુશાસન .અનુસાસન અને શિસ્તના તેઓ સ્યષ્ટ હતા. .એમ કહી શકાય કે કદાચ જો આ કાર્યક્રમમાં તેમની દૈહિક હાજરી હોય તેમના એક પણ વખાણ ન થવા દે
2. અધ્યાત્મનો રસ્તો દુનિયાને ફક્ત ભારત ભારતના સંતો અને મહાપુરુષો જ બતાવી શકે .એટલે જ જ્યારે પુસ્તકો જેવા કે
_હિમાલયના સિદ્ધ યોગીઓ
_ભણદેવજીના પુસ્તકો
_મકરંદ દેસાઈ નું લેખન કે
_ભાઈ શ્રી નાથાભાઈ દ્રષ્ટિએ કરેલા સત્સંગની વાતો કે
_વિદેશી લેખક the monk who sold his farari વાંચીએ ત્યારે
_Arnold toyanbi ની એ વાત પર આપણને અવશ્ય ખાતરી અને વિશ્વાસ બેસે કે
"દુનિયાની એક માત્ર જીવિત પ્રાચીન સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ "અને "ભારતની સંસ્કૃતિ એટલે કે એક આધ્યાત્મિક સંસ્કૃતિ ,દુનિયાના અન્ય સ્થળે ભલે વિજ્ઞાન વિકસ્યું હશે અને સમૃદ્ધ થયો છે પરંતુ આનો રસ્તો જો ભારતના રસ્તેથી આગળ નહીં થાય તો દુનિયાનો વિનાશ થવાની પૂર્ણ શક્યતા છે"
3. આપણો દેશ જ એક એવો દેશ છે કે ગૃહસ્થ પરિવારમાં રહેતી વ્યક્તિમાં પણ સંત બિરાજમાન હોય છે જેનું ઉદાહરણ રતીદાદા છે.
4. આજે અઘોષિત સાધક ઘોષિત થવું એ સહેલું નથી
5. પુજનીય ભારતી બાપુ અને શેરનાથ બાપુ જેના વખાણ કર્યા છે બ્રહ્મર્ષિ જેવું જેમને ઉપનામ આપ્યુ છે.તેમના સંસ્મરણો વાગડવા બેસીએ તો અંત ના આવે
•રતિદાદા એવું વ્યક્તિત્વ હતા તેઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને વખતે પૂજન કરતા સમાજમાં દરેક સ્થિતિમાં સરખો ભાવ કૃતજ્ઞતાથી વ્યક્ત કરવો એવી એમના જીવનની શીખ હતી
• સંઘમાં જે શીખડાવવામાં આવે છે કે ધર્મ રાષ્ટ્રને સંસ્કૃતિ પ્રત્યે સમર્પણ ભાવ હોવો જોઈએ એવા સમર્પણ ભાવના દર્શન એમના જીવનમાં ડગલેને પગલે થતા હતા
• સત્સંગના કઠિન માર્ગમાં ચાલવું એ કળિયુગમાં અઘરું છે તે વારસો પોતાના પરિવાર મિત્રોને સ્નેહીઓ માટે મુકતા ગયા તે ખરેખર વંદનીય છે
• સંયમ ત્યાગ એ ખૂબ મહત્વના છે આજે વિશાલભાઈ પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી થતાં નિવૃત્ત થઈ અન્ય માટે સ્થાન ખાલી કરવાની ઈચ્છા વ્યક્ત કરેલ એ જોતા લાગે છે કે પૂજનીય દાદા ના સંસ્કારો બધામાં
પૂર્ણપણે ઉતરી આવ્યા છે
• સમર્પણ પણ કેવું કર્ણ એ યજ્ઞ માટે ઘરના ચંદનના બધા જ ઉપકરણો આપી દીધા હતા
• રતિદાદા હંમેશા હરિનામ જપ નો મહત્વ દેખાડતા સ્વામિનારાયણ સંપ્રદાય ના જ્ઞાન વત્સલ સ્વામીજી એ પણ પોતાના એક પ્રવચનમાં બતાવ્યું છે કે વિદેશની યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સંશોધને કહ્યું છે જપથી ખૂબ મોટા વૈજ્ઞાનિક ફેરફારો શરીરના સ્વાસ્થ્ય અને યાદ શક્તિ ઉપર થાય છે
• પ્રભુ સાથે સમાજ અને રાષ્ટ્રની ભક્તિનો પણ આવા પરિવારોમાં જન્મ લઇ સત્સંગી થવું એ પુણ્યનું ફળ છે રમેશભાઈ ઓઝાના એ શબ્દો સાચા પડે છે
• જૈન મુનિ હેમ વલ્લભ વિજયજીએ કહેલ કે પોતાના જીવનયાત્રા એમને આનંદ યાત્રા તરીકે પૂર્ણ કરેલ છે
• સંઘની અંદર જેમ પ્રસિદ્ધિ પરાંગમુખતા ની વાત છે તેમ પૂજનીય દાદા હંમેશા પ્રેસ, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિથી દૂર રહ્યા હતા .હેમાબેન આચાર્યએ આ વાત પોતાના શબ્દોમાં વારંવાર કહે છે
• પૂજનીય દાદા ના સંસ્સ્મરણોનુ પુસ્તક અર્ધ્ય વાંચવાથી એમના જીવનના અનેક લોકો ઉપર પડેલા છાયડાની અસર આપણને દેખાય છે .નિષ્પૃહતા. તેમના જીવનનો અર્ક હતો
• રતિદાદા ના જીવન વિશે રણજીતસિંહ ગોહિલ કેપ્ટન અને ડોક્ટર કહે છે કે language looks limited for the emotional exchange with him
• જેમનું મૌન પણ આશીર્વાદ બને અને એમાંથી જ ભાવનાને લાગણીને ગંગા રહેતી હતી
• આધ્યાત્મિક યોગી નો દર્શન પ્રસાદ જેને મળ્યો છે એ બધા જ ખરેખર કૃપાપાત્ર છે
• જેમનું ઘર વેદ શાસ્ત્રની પાઠશાળા પુરાણકણનું ગુરુકુળ માર્ગદર્શન માટેનું કેન્દ્ર અને ચુંબકીય આકર્ષણ હતું એમ બધાય અનુભવ્યું છે
• દાદાની શિખામણ ગાંઠે બાંધીએ એટલે કે ભગવાન જગન્નાથ અને ગિરનારની પૂજા પ્રકૃતિનું રક્ષણ પર્યાવરણની રક્ષા આજે ગ્લોબલ ના યુગમાં ખૂબ જ મહત્વનું છે
• એવું કહેતા કે મહાદેવની પૂજા ફક્ત શ્રાવણ માસમાં અને માતાજીની પૂજા ફક્ત નવરાત્રીમાં ન કરવાની હોય. આચરણ યુક્ત વ્યવહારિક દેશભક્તિ અને કર્તવ્ય પાલન એ ફક્ત રાષ્ટ્રીય તહેવાર કે યુદ્ધની સ્થિતિમાં નહીં પરંતુ હર હંમેશ સતત ક્રિયાશીલ જીવનની ક્ષણે ક્ષણમાં રહેવું જોઈએ
• દાદા પારસમણી હતા. જેનો જેનો તેમને ભૌતિક સ્પર્શ થયો તેમાં સુવર્ણના તત્વો આવ્યા છે ઘણા પારસમણી બનવાની પણ પ્રક્રિયામાં હશે
• આપણે એમના સદગુણોને સ્મરીએ , એમની શિખામણોની જીવનમાં ઉતારીએ અને આચરણ યુક્ત જીવનથી એમની સાધના સ્થળથી પોતાની યોગ્યતા કેળવવામાં બધાને મદદરૂપ થાય એવી ભગવાન જગન્નાથ અને પ્રાર્થના.