ડાંગ આહવા મુકામે આજે ઉત્સવનો દિવસ છે .
આનંદનો દિવસ છે .
મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો ,કાર્યકર્તાઓ ,શુભેચ્છકો સ્નેહીજનો અને દાતાઓ આજે એકત્ર થયા છે .
કારણ આજે સંઘ કાલિયા નું લોકાર્પણ છે.
સંઘ નું કામ એ સંઘ માટેનું કામ નથી .
સંઘનું કામ એ સમાજનું કામ છે .
જે કામ પૂરા સમાજે કરવું જોઈએ એ કામની શરૂઆત સંધે કરેલી છે .
જે કામ સમાજે પોતાના માટે કરવું જોઈએ ,જે કામ સમાજે દેશ માટે કરવું જોઈએ, જે કામ સમાજે વ્યક્તિ અને પરિવાર માટે કરવું જોઈએ એવા એક કામની શરૂઆત સંધે કરેલી છે.
દુનિયાના કોઈપણ દેશમાં સમાજ જયારે વ્યક્તિ, પરિવાર અને રાષ્ટ્ર માટે કામ કરતો થાય ત્યારે તે સમાજ અને રાષ્ટ્ર સુખી ,સુરક્ષિત અને પ્રતિષ્ઠિત થાય છે અને તેના કારણે વિશ્વ આખું લાભાનવિત થાય છે.
આપણો દેશ છેલ્લા અંદાજે 2000 વર્ષોથી અમુક રોગોથી પીડાયો .આત્મવિસ્મૃતિ, વધતો જતો સ્વાર્થ ભાવ, ભેંદભાવોની ખાઈ કર્તવ્યથી વિમુક્તતા એ બધાએ ગુલામી નો સમય આપ્યો.જેનો લાભ વિદેશીઓએ લીધો દેશ અને સમાજને ગુલામ બનાવ્યા .સમાજે કરવાનું કામ બંધ થયું સમાજ નિર્માલ્ય બન્યો.પરંતુ આ કામ ફરીથી કોઈ શરૂ તો કરવું પડે ..
કોણ પ્રારંભ કરે?
અને એવું કામ કરનાર અનેક મહાપુરુષોની હારમાળામાં એક ડોક્ટર હેડગેવાર જેમને આ કામ શરૂ કર્યું અને એ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના.આ સંઘ સમાજ માટે કામ કરવાનું એક મોડલ ,એક નમૂનો ,એક સ્ટાર્ટર છે
જેવી રીતે કાર અને સ્કૂટરમાં શરૂ કરવા માટે ચાવી હોય કિક મારવી પડે ,એવી રીતે સમાજનું આ કામ શરૂ કરવા માટેનું શરૂઆતની કીક કે ચાવીનું કામ એ સંઘે કર્યું છે .
પરંતુ એકવાર વાહન ચાલુ થાય પછી વાહન એની મેળાએ ચાલવા મંડતું હોય છે .સંઘે પણ આવી રીતે આ કામ શરૂ કર્યું સમાજ માટેનું .હવે સમાજ પોતાની રીતે બધા કામ કરતો થાય તે જરુરી છે.સંઘ સ્ટાર્ટરનું કામ નિભાવે
પૂરું મશીન એટલે કે વ્યક્તિ સમાજ કુટુંબ એ પોતાની મેળે આ જ રસ્તે આગળ ચાલતા થાય તો, પોતે પણ સુખી થાય અને વિશ્વને પણ માર્ગદર્શન આપે
આ કામ હિન્દુ સંગઠનનું છે .
આ દેશના પુત્રવત સમાજ હિન્દુઓનું છે .
સેમ્યુઅલ હન્ટિંગટને કહ્યું છે કોઈપણ દેશનો પુત્રવધ સમાજ કોણ હોય? અંગ્રેજીનું પુસ્તક who are we?
ભારતના કોઈપણ કામ માટે એનો પુત્રવધ સમાજ હિન્દુ જ ઉત્તરદાયી છે અને એ કામ એટલે ભારત માતાની ભક્તિ .
આજે હિન્દુ સમાજની પ્રતિષ્ઠા વધી છે ભારતની પ્રતિષ્ઠા વધી છે .આ કામ આપણા માટેનું છે આપણે કરવાનું છે
આવા હિન્દુ સમાજનો સંગઠન એ સમાજનું કાર્ય .સંધે એનું સ્ટાર્ટ કર્યો .આવા સંઘ કાર્યનું આલય એટલે સંઘ કાર્યાલય .કાર્ય તો સંઘનું અત્ર તત્ર સર્વત્ર છે.પરંતુ એક જગ્યાએથી આ બધું કામ જોતા રહેવાનું સ્થાન એટલે શું કાર્યાલય .સંઘના કામનો અનુભવ જ્યાં મળી શકે તે સ્થાન એટલે સંઘ કાર્યાલય .આ ફક્ત ભવન નથી .કાગળ પત્ર રાખવાની કોઈ જગ્યા નથી .થોડા લોકોને રહેવાની પણ કોઈ જગ્યા છે એવું પણ નથી .સંઘનો જ્યાં ઘનીભૂત અનુભવ મળે એ સંઘ કાર્યાલય.અહીં આવનારને અનુભવ થવો જોઈએ કે એ જે સમાજને રાષ્ટ્ર સાથે જોડાઈ રહ્યા છે અને અહીંયા જે આવે એમનામાં આ ગુણોનું નિર્માણ થઈ અપેક્ષિત છે .(૧)સત્ય (૨)તપસ્યા (૩)કરુણા અને(૪)શુચિતા
આ બધું કાર્યાલયમાં દેખાય
સંઘ કાર્યાલય યાંત્રિક બાબતો ,ટેકનોલોજી વૃત લેવું દેવું ,સુચના ,ભંડાર ,પુસ્તક ,ગણવેશ લેવાદેવા ની ફક્ત જગ્યા નથી .અહીં એક ભાવનાત્મક સાર્થક વાતાવરણ ઉત્પન્ન થાય છે .આ સંઘની ઓફિસ જેવું નથી હોતું.
થોડુંક કદાચ હોસ્ટેલ જેવું લાગે પરંતુ એક ઘર જેવું છે .
અહીંથી સૂચના આવે અહીંથી સૂચના જાય .
ફક્ત વસ્તુ નહીં પણ સાથે ભાવ પણ જાય .સંઘનો ભંડાર કે ગણવેશ થાય તેની સાથે સંઘ ભાવ જાય.સંધ કાર્યાલય સંઘથી જ ઓળખાય .સંઘ એટલે body of individual ટેકનિકલ ટર્મમાં ઠીક છે .પણ અહીં એ નથી અહીં જીવંતતા અને વાતાવરણ ખરું કરે આની અનુભૂતિ થવી જોઈએ .
આવું કરનાર કોણ છે ?આવનાર સ્વયંસેવકો ,અહીં રહેતા કાર્યકર્તાઓ ,પ્રચારકો પૂર્ણકાલીન કાર્યકર્તા ,બહારથી આવનાર શુભેચ્છકો , દાતાઓ ,આ ભવનનું નિર્માણ કરતા કારીગરો પણ આવી ભાવનાવાળા છેં.કાર્યાલયમાં કામ કરનાર બધા ભક્તિ ભાવથી કામ કરે .
એ સફાઈ કરનાર, રસોઈ કરનાર કે ચોકીદાર હોય કે કોઈ પણ આ ભાવથી કામ થાય .
હાજર રહેલા તમે પણ અહીં કેમ આવ્યા છો? આ જ સંઘના ભાવથી આવ્યા છો .કાર્યાલય બની ગયા પછી રહેનાર રહેશે આવશે અને જશે .બધા જ કાર્યકર્તા સમાન એના માટે પણ આવો ભાવ બની રહે .આ ભાવ એટલે અતિથિભાવ પણ રહે.
આ જનજાતિય વિસ્તાર છે .અહીંયા પ્રકૃતિની સાથે વસતા લોકો છે .અહીં માતા શબરીના વંશજો છે .ભારત પણ ધર્મ પ્રધાન દેશ છે .સંઘનો કાર્યાલય એટલે એવું સ્થાન કે તે ક્યાં ઘડિયાળને ચાવી આપનાર પણ સંઘનો સ્વયંસેવક બની જાય
સંઘ હમેશા પોતાનું કામ પોતાના હાથે કરે છે અને સમાજનું કામ હોય તો સમાજનો સહયોગ લે છે .એટલે કાર્યાલય બનાવવા માટે પણ સંઘે સ્વયમસેવકો પાસેથી જ અનુદાન.લીધેલ હોય છે .
પંડિત મદન મોહન માલવયા ડૉ હેડગેવાર ને મળ્યા હતા અને કહ્યું સંઘ કાર્ય માટે કંઈ આર્થિક જરૂરિયાત હોય તો કહેજો હું તો માગનાર શાહી ભિખારી છું .ત્યારે તેમણે કહ્યુ હતું કે આપના જેવા ના આશીર્વાદ અમારા માટે ઉપયોગી છે .ધન રાશીની વ્યવસ્થા સ્વયં પાસેથી કરીએ છીએ. આજે લોકોની સ્થિતિ સુધરી છે તો કાર્યાલય પણ થોડા સારા નવા જરૂરિયાત મુજબ નથી શકે છે .
પહેલા એક સમય હતો પહેલા કાર્યાલયની જરૂર પડતી નહોતી કારણ કામ પણ મર્યાદિત હતું અને કાર્યકર્તાનું ઘર જ કાર્યાલય હતું .એની પહેલા તો ડોક્ટર હેડગેવાર જ કાર્યાલય હતા. આજકાલના કાર્યક્રમોમાં જરૂરી વ્યવસ્થા સમય પ્રમાણેની હોય છે.પરંતુ ત્યાં પરિશ્રમ હોય છે સાદગી હોય છે મિત વ્યય હોય છે .ખોટી લક્ઝરીને આવશ્યકતા નહીં .જરૂરિયાતો પૂર્ણ થવી જોઈએ હવે વધુને બહારથી આવનાર લોકોને પણ વ્યવસ્થા ઠીક જળવાઈ જોઈએ .ઉદાહરણ નાગપુરના તૃતીય વર્ષમાં મોરારજી દેસાઈના પ્રપોત્ર આવેલ તો કાર્યાલય પરિસરમાં જ રોકાયેલા .જેવી રીતે મકાન બનાવવા માટે નગરપાલિકા સરકારના કોઈ માનાંક હોય છે સંઘ કાર્યાલય માટે પણ આવા અમુક માનાંકો છે.
સંઘ ભાવના હંમેશા જીવંત રહેવી જોઈએ .દેશકાળ પરિસ્થિતિ અનુસાર બદલ થાય ઘણી વસ્તુઓ નાની હોય સૂક્ષ્મ હોય દેખાય નહીં પરંતુ બહારથી જ્યારે વિકાસ થાય ત્યારે વટવૃક્ષ બને .આજે સંઘ કાર્ય થોડા મોટા વૃક્ષ બનેલા લાગે.કારણ કે સંઘનું કાર્ય ગતિવિધિઓ મુજબ વ્યવસ્થાઓ ની જરૂરિયાત પણ વધી છે .પરંતુ આ બહારનું રૂપ છે વાસ્તવિક રૂપ તો અલગ જ છે અને એ છે સંઘભાવ .સંઘભવ હંમેશા વર્ધિષ્ઠ લેવો જોઈએ વધતો રહેવો જોઈએ .
ભવન એ ક્રિયાપદ છે ત્યાં કંઈક થાય છે .અહીંયા સંઘભાવની ની ક્રિયા બની રહે તે જ મહત્વનું છે .
સંઘના કાર્યાલયમાં અભાવ ન હોવો જોઈએ તેમ વધુ પડતો ખોટો પ્રભાવ પણ ન હોવો જોઈએ.કાર્ય પહેલા આવતું હોય છે અને પછી આલયની જરૂર પડે એટલે કાર્યાલ બને આવુ મોરોપંતજી એ રાજકોટમાં કહ્યું હતું .
આજે સંઘની દશા બદલાય છે પરંતુ દિશા નથી બદલાય એને યાદ રાખવું જોઈએ .કાર્યાલય એક જીવંત બની રહે અહીંયા અતિથિ દેવોની ભાવના જળવાઈ રહે વ્યવસ્થિતતા જળવાઈ રહે વ્યવસ્થાનું મંદિર બને .
ઉદાહરણ નરેન્દ્ર ભાઈ પંચાસરા .સ્વદેશીનો ભાવ રહે . વન માંખ ઉપવન અને નંદનવન બને.
માતા શબરી નું નામ કાર્યાલય સાથે જોડાયુ છે .શબરી એક પ્રકૃતિનુ પ્રતીક છે .જનજાતિ વિસ્તારની માતા છે .ભગવાનની રામની રાહ જોતી હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે .પોતે ચાખીને મીઠી વસ્તુઓ અન્યને આપનાર માતૃશક્તિ છે .હિંસાથી દૂર રહી આજીવન અપરણિત રહી ગુરુની વાત માનીને શુભ કાર્ય રામની રાહ જોનાર એટલે શબરી .આવા શબરીના આપણે ભૌતિક ,માનસિક ,બૌદ્ધિક અને ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ વારસ છીએ .એ વારસો ભુલાય નહી એ યાદ કરાવવાનું ધામ એટલે
“માં શબરી ભવન”.
No comments:
Post a Comment