આપણા સૌના કાકા- પ્રવીણકાકા
----------------------------
ગયા સોમવારે તારીખ ૧૪ ના રોજ પ્રવીણકાકા નો આત્મા સ્વગઁે સિધાવ્યો અને તેમને દેહ પંચ મહાભૂત મા વિલીન થઇ ગયો. પરંતુ તેમની યાદો વષોઁ સુધી ફક્ત રાજકોટ નહી ,સમગ્ર ગુજરાત અને ભારત જ નહી પરંતુ વિદેશ મા વસતા સ્વયંસેવકો અને ચાહકો પણ વાગોળશે.
પ્રવીણકાકા એટલે શાખા અને શાખા એટલે પ્રવીણકાકા
પ્રવીણકાકા એટલે અન્વય અલંકાર. પ્રવીણકાકા એટલે પ્રવીણકાકા. તેમને સરખાવવા કોઇ શોધી શકાય નહી .
પ્રવીણકાકા એટલે ૮૨ વષઁની યુવાન.હર હંમેશ કામ માટે દોડા દોડી કરતા જોવા મળે . હજુ ગત ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્ર ના રતનાગીરી જિલ્લાના દ્વંદ્વ અને ઉડીંલ જવા અમારી સાથે લાંબો પ્રવાસ ખેડ્યો હતો.
પ્રવીણકાકા હોય ત્યાં હાકલા પડકારા અને મોજમજાના આહલેક હોય. તેમના અવાજમાં જ બધા વાજિંત્રો ના સૂર આવી જાય. તેમના શાખા વિશના દોહા સાંભળીને રૂંવાડા દેશભક્તિ થી ઊભા થઇ જાય.
કાયઁકતાનુ ધ્યાન રાખે. અમારી ટીમ બેઠકમાં મારે કણાઁવતી જાવાવુ હોય ત્યારે સામેથી ફોન કરીને કહે કે તમે ચોટીલા તમારા કાર મૂકી દઇને અમારી સાથે જોડાઇ જાવ. મને સેલફ ડ્રાઇવીંગ કરવાનો શોખ પણ ના પાડે. કહે કે તમે સંઘચાલક જાતે નહી કારચલાવવાની , ડ્રાઇવર લઇ જાવ.
તેમની સાથે પ્રવાસ મા હમેશાં સીંગ દાળિયા રેવડી હોય જ. કહે કે મારે ડાયાબિટીસ છે એટલે કંઈક ખાવા જોઈએ , પરંતુ બીજાને ખવડાવવામાં જ વપરાય.
તેઓ ઊંઘ મા સાંભળી શકે. રાતે મોડે સુધી ટીમ બેઠક ચાલે ત્યારે ઊંઘ આવતી હોય અને આપણે પૂછીએ કાકા તમારુ શું માનવું છે , તો તરત જ વિષયનું અનુસંધાન મેળવી લે.
કચ્છ મા પ્રવાસ મા ગયા ત્યારે એક કડક કાયઁકતાઁ એ બધાને સુયઁનમસકાર કરવા ફરજિયાત છે તેમ સૂચના આપી તો મોટી ઉંમરે પણ કરવા તૈયાર થઇ ગયા. સાવ સ્વાભાવિક સામાન્ય સ્વયંસેવક બની રહેવાની ઇચ્છા.
મોરબીમાં અયોધયા કારસેવા બાદના સંઘ પ્રતિબંધ વખતે એક સપરિવાર સમૂહ ભોજનમાં પૂરી ઉધીયુ હતું. કાકા વિ જમવા બેઠા ત્યારે ઉધીયુ પૂરું થઇ ગયું હોઇ એકલા બટકાનું શાક તાત્કાલિક બનાવેલ . આ ખાતા ખાતા આનંદથી બૂમો પાડે ' ચાલો સૌ એકલા બટકાનું ઉધીયુ ખાવા' .
શિક્ષણના જીવ . મોરબીના શિશુમંદરની જગ્યા અપાવવાથી માંડીને પોતાનું ટ્રસ્ટ બંને અને નવું ભવન બંને તે માટે સતત માગઁદશઁન કર્યું .
સ્વયંસેવક પરિવારના બંધીનું ધ્યાન રાખે પૂંછ પરછ કરે. મને મળે ત્યારે હમેશાં પૂણીઁમા અને બાળકોના ખબરપત્ર પૂછ્યા વગર ના રહે.
રાજકોટથી માંડી બધાના કાકા . સંઘ પરિવારના બધા ક્ષેત્રો ના માગઁદશઁક. મુલયલક્ષી શિક્ષણ માટે વીવીપી એનજીનીયરીંગ કોલેજ માટે સતત જાગૃત.
અખિલ ભારતીય સંઘની બેઠકમાં પણ હમેશાં કાકા ને યાદ કરે. ગુજરાત એટલે કાકાવાળુ.
અનેક વજ્ર ઘાત જેવા દુખ સહન કરીને પણ કદી સંઘશાખા ને નથી ભૂલયા. અનેકોને માગઁદશઁન આપી આગળ લાવનાર તેમના ભત્રીજા બધે જોવા મળશે.
વેનટીલેટર પર હતા ત્યારે પણ તેમની છેલ્લી ઘડીના શબ્દો હતા 'ભારતમાતા કરી જય. '
તેમના જીવનની હર હંમેશ પ્રાર્થના હતી કે
" ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું"
No comments:
Post a Comment