મોરબી ના અગ્રગણ્ય સમાજસેવક અને સદ્દભાવના પરિવાર દ્વારા સદ્દભાવના ટ્રસ્ટ ની હોસ્પીટલ ના સ્થાપક ટ્રસ્ટી જમનભાઇ હીરાણી ના પુત્ર સંજયભાઇ આ ફાની દુનિયા છોડી પ્રભુ ના દરબાર મા પહોંચી ગયા.
બચપણથી જ સેવા અને ભગવાન ની ભકતિ નો વારસો મળેલો. શરુઆતની સદ્દભાવના પરિવાર ની રામને ભજી લો- ધૂન મંડળ ના કલાકાર ભક્ત તો ખરાજ. પ્રફુલ્લ ભાઇ મિસ્ત્રી ની સાથે ઢોલક વગાડવાના જોડીદાર હતા. કલાકાર સાથે સેવા કરવાની અને સંગીત નો સામાન લઇ જવા મૂકવાનું બધુ કામ કરે. અમે સદ્દભાવના હોસ્પીટલ ની ડો તખ્તસિંહજી રોડ પર શરુઆત કરેલ ત્યારે હોસ્પીટલ મા બધા કામ મા હાજરા હજૂર હોય. એક વખત ઓપરેશન મા મદદ કરનાર મદદનીશ નહોતો ત્યારે ગાઉન પહેરી એ ફરજ પણ નિભાવી .
સંઘના સ્વયંસેવક નો વારસો જમનભાઇ એ આપેલ. જડેશ્વર પ્રભાત શાખા મા આવે. બધાની સાથે મળતાવડો સ્વભાવ પણ ખરો.
સંઘના ગણવેશ મા સજ્જ થઇ મે મહીના ના મોરબીના સંઘ શિક્ષા વર્ગ વખતે નવા બસ સ્ટેશને ખડે પગે ઉભા રહી બહાર ગામ થી આવતા સ્વયંસેવકો નું માર્ગદર્શન કરેલ. નરસંગ ટેકરીમંદિરે સંઘ તરફથી સ્વાઇન ફલુના ઉકાળા વહેંચવામા પહોંચી જતા.
બધા ના ગેસ સ્ટવ ના તો તે ડોકટર . ફોન કરો ને હાજર. બધા ડોકટરો ના ઓટોકલેવ માટે વિશેષ ગેસ સ્ટવ પહોંચાડે.
ટૂંકી બિમારી મા બધાનો સાથ છોડી ને આગળ નીકળી ગયા. કહેવાય છે સારા માણસોની ભગવાન ને પણ જરુર પડે. ૐ શાંતિ
No comments:
Post a Comment