ૐ શાંતિ
મોરબીના મોનજીભાઇ પીલોજપરા એટલે જન્મજાત કારીગર, સમય સાથે ચાલનાર, કુટુંબના તો વડીલ ખરા પરંતુ જ્ઞાતિ, સમાજ, નિરાધાર અને અનેક કારીગરોના આધાર. હું તો નાનો ૫-૬ વર્ષની ઉંમરથી તેમના ભાણેજ મનુ સાથે તેમને મામા કહેતો અને આજે પણ ધરથી માંડીને મિત્રો અને સંઘ સ્વંસસેવકો તથા હોસ્પીટલ સ્ટાફ ના પણ મામા.
યુવાન વયથી દોડાદોડી કરતા અને કેન્દ્ર સરકારના અનાજ ગોડાઉન કોનટ્રાકટ મા સેવા આપતા . ઘણું ખરું ભારત ફરેલા. બૂલેટ તેમનું એ સમયનું વાહન . ભારત ના પૂર્વોતર આસામ સુધી કામ અર્થે જતા. વ્યવસાયના બધા લોકો તેમના સ્નેહી અને મિત્રો બનતા અને છેવટ સુધી નિભાવતા. તેમને વિશાળ અનુભવ અનેક ને મદદ કરતો.
પોતાના સગાસંબંધી ઓને મદદ કરવા પોતાનું બધુ લૂંટાવી દેનાર જીવ. કેટલી પેઢી સુધી ધ્યાન રાખતા કે વાત ન પૂછો.
જ્ઞાતિ ના વડીલ કાયમી ટ્રસ્ટી અને બધાજ પ્રશ્નોના વ્યવહારુ ઉકેલ લાવતા. બધાને તેમના પ્રત્યે ખૂબ જ આદર. મોરબી બોર્ડિંગ ના નવા નિર્માણ માટે બધે જ મદદ અર્થે આવે અને ટૂંક સમયમાં ઊભું થઇ શકયુ .
હું તેમના થી ખૂબજ પ્રેમ પામ્યો . મેડીકલની કોઇ વાત હોય પોતે રુબરુ હોસ્પીટલ્ આવે અને ફોન કરી ને અનુકુળતા પૂછીને આવે. વ્યવસાય મા પરિવાર તથા બધા સગાવહાલાને પગભર કરેલ.
વિશાળ કુટુંબને એક છત્રછાયા મા રાખેલ વિરાટ વ્યક્તિત્વ .
અનેક બિમારીઓને ધકેલીને રુઆબભર જીવનારા.
પોતાના બધા પરિવાર જનો ને સંસ્કારી કરીને જીવન જીવી જાણ્યું . પોતાના સહધર્મિણીના અસાધ્ય પ્રશોનોને ખૂબજ સાવધ રહીને સેવા કરતા રહેલા. તેમની સ્વર્ગવાસ થી ફક્ત આજે તેમના પરીવાર ના જ નહી પરંતુ અનેક લોકો છત્ર વિહોણા બન્યા છે . છેલ્લી ટૂંકી બિમારી મા ભગવાનના શરણમાં પહોંચી ગયા કારણ આવા આત્મા ની તેમને પણ જરુર હોય છે.
કોરોના નિ વિશેષ પરિસ્થિતિ ને કારણે અનેક લોકો તેમને અંતિમ વિદાય આપવા નહી જઇ શક્યા પરંતુ તેમના કાર્યો વધુ સારી રીતે થાય તેમાં બધા સહયોગ કરે એજ સાચી શ્રધાંજલી .
No comments:
Post a Comment