વાંકાનેર મા અમરસિંહજી હાઇસ્કુલ મા અનેક વર્ષો સુધી સેવા આપનાર કે.કે .કાપડિયા સાહેબ સ્વર્ગે સિધાવ્યા. તેઓ અમારા ધોરણ ૧૦ ના વર્ગ શિક્ષક હતા . તેમજ કોમર્સ ના વિશેષ વિષય : બુક કીપીંગ અને વાણિજ્ય ના મૂળતત્વો ભણાવતા . હાઇસ્કુલ મા પણ કોલેજ લેવેલ ના દાખલા શીખવાડી વિદ્યાર્થીઓ ને તૈયાર કરતા . આપણ ને કોઇપણ મુઝવણ હોય તો ગમે ત્યારે તેમના ઘરે પહોંચી જતા અને તેઓ મદદ કરવા હરહંમેશ તૈયાર રહેતા . તેમની આ મહેનત ને કારણે ધો ૧૦ નવી SSC મા બોર્ડ પરીક્ષા મા મારે ગણિત મા ૧૦૦ નાંખી ૧૦૦ માર્ક આવેલા અને વાણિજ્ય ના મૂળતત્વો વિષયમાં હું બોર્ડ પ્રથમ હતો (૧૯૭૬). તેમના પરિવાર જનોને સાંત્વના અને સ્વ ના આત્માની શાંતિ માટે પ્રાર્થના . ૐ શાંતિ
Sent from my iPhone
No comments:
Post a Comment