Thursday, June 9, 2022

અંગ અર્પણ એ જ સાચુ તર્પણ

 આજે આપણે 'તર્પણ 'પુસ્તકના વિમોચન માટે એકત્ર થયા છીએઆજની ઘડી રળિયામણી છે .અંગદાન અર્પણ   સાચું તર્પણખરેખર  શીર્ષક અને તેનો અર્થ ખૂબ  સ્વાભાવિક પ્રેરણારૂપ ચિત્ર ઊભુ કરે છે.

અહીં લેખક અમર થઇ જનાર અંગદાતા ના જીવનની કથા ઉજાગર કરે છે અને સમાજ સામે મૂકે છે .સમાજને પ્રેરણા પૂરી પાડવાના યજ્ઞમાં આહુતિ છે .સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હમ જલેની ભાવનાના દર્શન થાય છે


ડોનેશન અંગ્રેજી શબ્દ છે .શરીરના અંગોનું દાન.દાન નો શાબ્દિક અર્થ દેવું છે .દેવ દાનવ અને માનવ ને જ્યારે બ્રહ્માએ  જ્યારે 'અક્ષરનો આદેશ આપ્યો ત્યારે તેનો ગૂઢાર્થ માનવીએ સાચા અર્થમાં દાન દેવું એવું કર્યુદાન દેવાની પ્રક્રિયા એજ સંતોષ પ્રદાન કરનારી છે.અહીં દેનાર તો નિઃશબ્દ છે  .પરિવારો પણ ભાવનાથી નિશબ્દ હોય છે .પરંતુ તેમની કૃતિ  શબ્દો તરીકે બોલે છે .વ્યક્તિનું જીવનદરમ્યાન કોઇ કારણસર મગજ મૃત્યુ પામે ત્યારે અંગદાન વિષય આવે છેઅહીં  વ્યક્તિ નહી પરિવારની ભાવના છે ,જે અનેકોનેનવજીવન બક્ષે છે.

દાન વિનિમય નથી .પરંતુ સંતોષ ની કૃતિ છે .અંગદાન થી વ્યક્તિ અમર બને છે .

        આપણા શાસ્ત્રોમાં -ગીતામાં કહ્યું છે કે આત્મા તો અમર છે અને મૃત્યુ તો ફક્ત કપડા બદલવા જેવી ક્રિયા છે .પરંતુ બદલતામુકેલા જુના કપડા જો કોઇને ઉપયોગી થતા હોય તો એના જેવું ઉત્તમ કૃત્ય કયુ હોઇ શકેદરેક અંગો ભસ્મીભૂત થાય એના કરતાં કોઇનેજીવન બક્ષીએ તો કેટલુ ઉપયોગી થાય .મનુસ્મૃતિમાં કહ્યું છે દાન કરવા જે કંઈ કરવું પડે તે કરવું કે આપવું જોઇએ.સુશ્રુત પણ અંગપ્રત્યારોપણ  ભલામણ કરે છે 

        આપણા શાસ્ત્રોમાં અનેક ઉદાહરણો છે .દધીચિ ઋષિએ દેવાસુર સંગ્રામમાં અસુર વૃત્રાસુર ને મારવા માટે પોતાના અસ્થિ આપી દેછે જેમાંથી વિશ્વકર્મા વજ્ર બનાવી અસુરનો નાશ કરે છેરાજા શિબિ પોતાની પરીક્ષા કરવા આવેલ ઇન્દ્ર અને અગ્નિ દેવને હોલાનેબચાવવા પોતાનુ શરીર બાજને હવાલે કરી દે છેયયાતિને પોતાનું યૌવન આપતા પુરુ પણ ખંચકાતો નથી .ભગવાન વિષ્ણુ જ્યારેશંકરની પૂજા 108 કમળથી  કરતા હતા અને એક કમળ ઓછું દેખાય છે ત્યારે પોતાની આંખો ( નયનકમળઆપવા તૈયાર થઇ જાય છે.આપણા દેશમાં તો કહેવાય છે કે "પાવન પય પાન કરી તવ પુત્રો સિધ્ધ થયા , માનવત્વ રક્ષાણાર્થ ત્યાગી સર્વસ્વ રહ્યા .

     આજે રક્તદાન ,નેત્રદાન ,દેહદાન અને અંગદાન ખરેખર દાનની સાચી ક્રિયા છેદાન કરનાર પરિવાર ,તબીબોશાસન પ્રશાસન,વ્યવસ્થાના લોકો ,સેવાકીય સંસ્થાઓપ્રચાર-પ્રસાર કરતી મીડિયા અને દિલીપભાઈ દેશમુંખ જેવા દાદા ખરેખર ધન્યવાદ ને પાત્ર છેતેમનુ અંગદાન જાગૃતિનું મિશન કાબુલે દાદ છે .ડો ચિંતનભાઇન્ પ્રેરણા આપી . તેમણે ૬૦૦૦ કિમી પ્રવાસ કરીને વિવિધ પરિવારોનીભાવના અન સત્કર્મ પ્રેરણા અહીં વર્ણી વે છે 

      લેખકે તો પુસ્તક લખ્યું .પ્રકાશકે છાપી આપ્યુહવે સમાજે આગળ આવવાની જરૂર છે .સંતો ,મહંતોકથાકારોએ પોતાને કથાદરમ્યાન સમાજને આના ઉદાહરણો આપવા જોઇશેપ્રચારાર્થે પુસ્તક રાખીને યોગ્ય વ્યક્તિને અંગદાન  માટે સમજાવાય . વ્યક્તિગતઅને કૌટુંબિક કાઉન્સેલીંગ પણ મહત્વનુ છે . પ્રચાર માધ્યમ ,  સોશિયલ મીડિયા ,વિડિયો  કલીપ facebook પોસ્ટિંગ જેવા ઉપાયોનોઉપયોગ કરવો જોઈએ .

         વિદ્યાર્થી ,યુવાનો,સામાજિક સંસ્થાઓ  કામ કરે .પાઠ્યપુસ્તકોમાં  આવા પ્રકરણ આવે . મહંતો કથાકીરો ભાગવત કથા,રામાયણ કથા ,મહાભારત કથા કરે છે . ગૌ કથા શરૂ થઈ ગઇ છે .રાષ્ટ્રકથા પણ .આવા અંગદાન ના કથાઓ કેમ  થાય

      તર્પણ પુસ્તકના લેખકે પોતાના કર્મ કર્યુંપ્રકાશે છાપી દીધું . હવે   પુસ્તકનો પ્રચાર થાય  આપણી ફરજ બને છે .આપણે બધા કામ કરનાર સેનાપતિ બનીને અને આપણી સાથે  વધુ સૈનિકો જોડાય .આવા પુસ્તકો લાઇબ્રેરી , ંશાળા અને જાહેર જગ્યાએમુકાય 

     અંગદાન માટે ખચકાતા પરિવારો કોઇ સંપ્રદાયની વિશિષ્ટ જ્ઞાતિ-જાતિના ધર્મગુરુઓએ સમજાવવા હવે આગળ આવવું પડશે.ડોક્ટર લેખક બને ત્યારે કેવું સુંદર ચિત્ર આપે છે તે ચિંતનભાઇએ બતાવી આપ્યુ છે . પુસ્તક વાંચ્યા પછી ખબર પડે અને ગામેગામઆવા દાદા દિલીપભાઈ જેવા વ્યક્તિઓ અનુદાનની ઝુંબેશ માટે ઊભા થાય . તર્પણની યથાર્થતા સિદ્ધ થાય . બધાના જીવન ફક્તસફળ નહી પણ  સાર્થક થાયબધા  સભ્યો  કામમાં લાગેલા રહે   અભ્યર્થના.

ડો જયંતિ ભાડેસિયા

મોરબી 







Sent from my iPhone

No comments:

Post a Comment