Friday, August 19, 2022

ભગવાન શ્રી કૃષ્ણજન્મોત્સવ



ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ
શ્રાવણ વદ આઠમનો દિવસ
મુશળધાર વરસાદ ચાલી રહ્યો છે
વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા થઈ રહ્યા છે
નદી નાળા છલકાઈ રહ્યા છે યમુના બે કાંઠે વહી રહી છે
દૈત્ય કંસના રાજ્યમાં આકાર વ્યાપેલો છે
સગા બેન બનેવીને જેલમાં ફરીને અત્યાચારી રાજ ચાલી રહ્યું છે
રાત્રે બાર વાગ્યે રોહિણી નક્ષત્રમાં મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણનો અવતાર થાય છે
સર્વ સમાજ સૃષ્ટિ થી ભરેલા પૃથ્વીનો ભાર ઉતારવા ભગવાનનો આઠમો અવતાર એટલે શ્રીકૃષ્ણનો જન્મ 


यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे 


જીવનમાં જ્યારે અંધારું છવાયું હતું
લોકો પોકારી રહ્યા હતા
દુઃખના વાદળો ચારે તરફ છવાયેલા હતા
પ્રજા આસુરી રાજથી ટ્રસ્ટ થઈ ગઈ હતી
ઋષિ મુનિ સંત મહંત પ્રજા અને દેવના કલ્યાણ માટે તેથી રાક્ષસી તત્વના નાશ માટે ભગવાન કૃષ્ણનો જન્મ આજે એના પવિત્ર દિવસે થાય છે 

ભગવાન શ્રીકૃષ્ણ એટલે 
પીળા પીતાંબર ધારી 
મોરપીછધારી
બાંસુરી વાદન કરતા
ગૌ માતાની સાથે જેનો નિવાસ છે 
સુદર્શન ચક્રધારી 
જગતગુરુ શ્રીકૃષ્ણ 

અસુરોના ના સંઘારક વૃતાશૃંગ અધાતુર બકાસવું પૂતના અને તાલીમ વર્ગ અને નાથનાર 

શ્રી કૃષ્ણ એટલે 
દ્રૌપદીના ચીરપુરના 
અર્જુનના સારથી 
યુદ્ધ મધ્યે ગીતાનો ઉપદેશ આપનાર 
સાચા ધર્મની વ્યાખ્યા કરનાર
ધર્મ રક્ષક 
પોતાના ભક્તની પ્રતિજ્ઞા રાખવા આજે પોતાની પ્રતિજ્ઞા તોડનાર
સમાજ રક્ષા માટે રણછોડ જેવું બિરુદ પણ સ્વીકારનાર 

શ્રી કૃષ્ણ એટલે બહુમુખી બહુ પુણ્ય બહુ સ્વરૂપે
સામાજિક આધ્યાત્મિક નૈતિક ધાર્મિક અને રાજનૈતિક યોગ્ય દ્રષ્ટિ કોણના દાતા
પૂર્ણ પુરુષોત્તમ
પૂજનીયા મોરારીબાપુ ના શબ્દોમાં શ્રીકૃષ્ણ એટલે 
આદર્શ પુરુષ 
આદર પુરૂષ 
આરધ્યા પુરૂષ 
આદ્ય પુરુષ અને 
આનંદપુરુષ 

શ્રી કૃષ્ણ એટલે આદર્શ પ્રબંધક રાજસુય યજ્ઞમાં એકઠા પત્રવડા પણ ઉપાડ્યા
શ્રી કૃષ્ણ એટલે સામાજીક સમરસતાના આમી ગોપાલ વનવાસી પશુપાલક મથુરા ગોકળ અને દ્વારકાની પ્રજાની એક કરી અને સામ્રાજ્ય સ્થાપનાર
શ્રી કૃષ્ણ એટલે ધર્મની યોગ્ય રક્ષા કરનાર પાંડવોની સાથે રહ્યા કારણકે પાંડવોના પક્ષે ધર્મ હતો
નીતિ નિયમોનું યોગ્ય વ્યવહારિક સ્વરૂપ નક્કી કરનાર ધર્મથી વિરુદ્ધ ગયેલા કર્ણને પણ મહાન દાની હોવા છતાં યુદ્ધમાં યોગ્ય જવાબ
માં જ્યારે સંસ્કારોનું શરણ થાય તો કુટુંબને પણ યોગ્ય સજા આપનાર શ્રીકૃષ્ણના સ્વર્ગા ગમન પણ સમયે યાદવસ્થળી નો વિષય 

આજના સંદર્ભમાં શ્રીકૃષ્ણને યાદ કરીએ સુરક્ષા સેવા અને સંસ્કાર સમગ્ર ગ્રામીણ વિકાસ ગૌ સંવર્ધન અને સામાજિક સમસથા અને કુટુંબ પ્રબોધન 

આજે પણ અનેક રાક્ષસો જેવી શક્તિને હેરાન કરી રહ્યા છે જેવા કે આતંકવાદ સીમા ભારતી કુશળખોરી જાતિવાદ આશાવાદ પ્રદેશ તા અલગતા ભેદભાવ અસ્પૃશ્યતા ચારિત્ર નું શરણ ભ્રષ્ટાચાર વિદેશી સંસ્કૃતિનું આક્રમણ અને તૂટતા પરિવારો
આવા સમય આપણે સૌ કૃષ્ણના મિત્ર બનીએ ગોવાળિયા બની સહયોગી બની પાંડવો બનીએ યાદવસેનાના યોગ્ય સૈનિકો બનીએ અને ફરીથી શ્રીકૃષ્ણની ગોકુળભૂમિ જવું ભારતનો નિર્માણ કરીએ ભારત અને વિશ્વભરના સ્થાને પહોંચાડીએ દૂધ દહીં માખણ મિસરી અને ઘીની રેલમછેલ થાય આર્થિક સમૃદ્ધિ થાય આપણે આત્મ નિર્બળ બને અને શ્રીકૃષ્ણના રસ્તે કાર્ય કરવા માટેની પ્રેરણા લઈએ આજની શોભા યાત્રાનો આ જ સાચો સંદેશ આવા મહાવીર પૂર્ણ પુરુષોત્તમ અવતારી પુરુષ કૃષ્ણ ભગવાનને વંદન કૃષ્ણ કનૈયા લાલ કી જય 

No comments:

Post a Comment