Wednesday, March 12, 2025

પૂ મોરારીબાપુ ની સોનગઢમાં રામ કથા અને જનજાગરણ







 


•      પૂજ્ય મોરારીબાપુની ડાંગ વિસ્તારમાં સોનગઢ મુકામે રામકથા ચાલી રહી છે .
           ૨૦૦૫  ની સાલમાં પૂજ્ય મોરારીબાપુ એ શબરીધામ (સુબીર)સ્થાને રામકથા કરી હતી. ત્યારે ત્યાંના જનજાતિય લોકો _આદિવાસી બંધુઓને કથામાં સૌથી આગળ બેસાડતા અને કહેતા તમે તો મા શબરીના વંશજો છો કે જેમના ઘરે ભગવાન રામ આવ્યા હતા. કથાના અંતે મોરારીબાપુએ આહવાન કર્યુકે અહીંયા એક શબરી કુંભ થઈ જાય .રાષ્ટ્રીય અને સામાજિક કામ કરતા અનેક કાર્યકર્તાઓ ,વનવાસી કલ્યાણ આશ્રમ, ધર્મજાગરણ અને શ્રદ્ધા જાગરણના કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ બાપુનું આ આહવાન ઉપાડી લીધું. 2006 ની સાલમાં ત્યાં ખૂબ મોટો શબરી કુંભ થયો .મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વનવાસી વિસ્તારના બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ત્રણ દિવસ શબરી કુંભમાં હાજર રહ્યા . પૂ શંકરાચાર્ય અનેક સાધુ સંતો ને ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી મા.નરેન્દ્રભાઈ મોદી પણ તેમાં ઉપસ્થિત રહ્યા .આ શબરી કુંભના કારણે આ વિસ્તારમાં હિન્દુત્વનું વાતાવરણ દ્રઢ બન્યું. ધર્માંતરણ કરેલા અનેક લોકોએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત કર્યા. એટલું જ નહીં પરંતુ ખરેખર રામ ,હનુમાનજી મહારાજ અને શબરીના ભક્તિ ફરી વળી .
             ફરીવાર આ જ વિસ્તારની અંદર ધર્મ જાગરણ અને સમાજને ભ્રમ ફેલાવીને પોતાની મેલી મુરાદ બાર લાવતા  લોકોથી સાવચેત કરવા માટે અને અનેક બંધુઓ જે ભગવાન રામ અને શબરીના નામથી આંદોલિત થયા છે તેમને ફરીથી સંબોધવા માટે પૂજનીય મોરારીબાપુએ આ કથા ત્યાં આપી . પૂ બાપુના અનુયાયીઓએ બધી જ વ્યવસ્થા ઉપાડી લીધી .આસપાસના વિસ્તારનો ધર્મજાગરણનું કામ સ્થાનિક કાર્યકર્તાઓએ કર્યું. ગામે ગામ અને ઘરે ઘરે સંપર્ક, કાર્યક્રમોની આમંત્રણ પત્રિકા ,સ્ટીકર અને હનુમાનજીના લોકેટો વહેચાયા.30 કરતાં વધારે પૂર્ણકાલીન અને ખૂબ મોટી સંખ્યામાં અન્ય  કાર્યકર્તાઓ સતત મહેનત કરતા રહ્યા .મહિલા સંમેલન ,યુવા સંમેલન અને સ્થાનિક ભગતો અને મહિલા ભગતોના પણ સંમેલનો યોજાયા .તેનું પરિણામ જે ચાલી રહી મોરારીબાપુની કથામાં ઉપસ્થિત જનમેદની દેખાય છે.
           પૂજનીય બાપુએ પણ ખુલીને બધાને પોતાના મૂળ ધર્મમાં જોડાઈ રહેવા માટે આહવાન કર્યું છે .આ કથામાં તારીખ 10 માર્ચના રોજ મને  શ્રવણ લાભ મળ્યો અને પૂજનીય બાપુના આશીર્વાદ પણ. સ્થાનિક કાર્યકર્તા સાથે તેમણે કરેલી અને કરી રહેલ મેહનત બિરદાવી. 
         આગળના સમયમાં આ જાગરણ નું અનુવર્તન અને પરિવાર સંપર્ક કરી બધાને રામાયણ અને ગીતા આપવાનું નક્કી થયું. સ્થાનિક ભગતોની રજૂઆત સાંભળીને પૂજનીય બાપુના આહવાનને માન આપીને દાનવીરોએ આ વિસ્તારમાં 32 થી પણ વધારે સ્થાનોમાં હનુમાનજીના મંદિરો બનાવી આપવા માટેની તૈયારી બતાવી છે .એટલું જ નહીં પરંતુ આવતા વર્ષે આ પ્રકારની જાગરણની બીજી કથા પણ આ જ વિસ્તારમાં કરવા માટે પણ દાતા આગળ આવ્યા છે.ત્યા સાંભળેલા પૂજનીએ બાપુના વિચારોના થોડાક બિંદુઓ અહીંયા રજૂ કરું છું
• પૂજનીએ બાપુની આ કથામાં બાપુને આ વિસ્તારમાં આવવા માટેનું આહવાન નમ્ર સૂચન કરનાર બહેન ભાવિન બેન પટેલ કે જે મહુવા વાલોડમાં રહે છે તેમને બાપુએ વ્યાસપીઠ પર બોલાવી સન્માન કરી ભેટ પ્રતિક અર્પણ કરેલ
• આ કથા દરમિયાન ભગતોના સંમેલન ની અંદર સ્થાનિક ભાષામાં શબરી માનું ગીત પ્રચલિત કરનાર પૂર્ણકાલીન કાર્યકર્તા ભાઇકુભાઈ પવાર કે જેઓ ડાંગના છે સરકારી નોકરી છોડીને આ ધર્મજાગરણનુ કામ કરી રહ્યા છે તેમને પણ સ્ટેજ ઉપર બોલાવી સંપૂર્ણ શબરીનું આ ગીત ગવડાવી બાપુએ તેમનો સત્કાર કર્યો.
• આ  અનાદિવાસીઓની ભૂમિને મારા પ્રણામ
• આપણું કંઈ નથી આપણો ફક્ત એક જ છે અને તે છે આપણો રામ
• વનવાસી દીકરી હોય ને એટલે તો બહુ દોડી શકે 
• માતંગ ઋષિએ શબરીનો સ્કવીકાર કર્યો પોતાના આશ્રમમાં રાખી
• શબરી નો પ્રશ્ન શું મને રામ મળશે ?માતંગ ઋષિ નો જવાબ તને જરૂર મળશે .મને હજુ સુધી નથી મળ્યો પણ તને જરૂર મળશે .માતંગ ઋષિને નિર્વાણ મળ્યુ  પરંતુ નિર્વાણ નાયક ન મળી શક્યા .
• શબરીની ઝુંપડી  પૂછતા પૂછતા ભગવાન રામ આવે છે 
• ઉત્તરમાં વ્યાસ ઋષિ નો આશ્રમ પણ બદ્રિકાશ્રમ છે અને દક્ષિણમાં શબરી નો આશ્રમ પણ બદ્રિકાશ્રમ છે 
• ધીરજ કેવી !ચાખી ચાખી મીઠા બોરના ઠળિયા ગોતી તેને વાવે એ આમાંથી મીઠા બોર નું ઝાડ થાય અને મારા ભગવાન રામને હું મીઠા મીઠા બોર ખવડાવું 

 

"ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ"

• સેવાના નામે કે પ્રલોભનના નામે કોઈએ મૂળિયામાંથી તમને દૂર કર્યા હોય તો પાછા આવો.પાછા વળી જાઓ સનાતનના મૂળિયા તમને બોલાવી રહ્યા છે . પાછા ફરો આવી જાવ.સનાતનનું એક મુળિયું તલગાજરડા છે તે તમને આવકારે છે
• "આ લોટકે આજા મેરે ...."
• આપ સૌ આદિવાસીઓ અનાદિવાસીઓ આપ સૌને હું મળવા આવ્યો છું તમને જગાડવા આવ્યો છું. તમે સાવધાન છો સચેત છો છતાંય કોઈ કારણવશ જો નિંદ્રા આવી ગઈ હોય તો તમને જગાડવા આવ્યો છું. કોઈ કારણ વશ દૂર જતા રહ્યા હોય તો તમને બોલાવવા આવ્યો છું. જગાડીને જતો નહિ રહુ.મારા પરિવારમાં તમને ભેળવી દઈશ. ફક્ત મોરારીબાપુ નહીં સનાતન ધર્મની વ્યાસપીઠ તમને સ્વીકારવા તૈયાર છે.
• રામ નામ એ મંત્ર છે અને એનું પરિણામ કેવું છે !ભગવાન શંકર પણ કાલકોટ નામનો ઝેર રામ અને વિષની સંધિ કરીને પી ગયા અને વિશ્રામ થઈ ગયો. ફક્ત રામ નામ નો મહિમા .રામ મંત્ર બોલો .તમારો બેડો પાર .
• મારી કથાએ મારો સ્વાધ્યાય છે. હું તમને સાદ પાડવા આવ્યો છું બીજા ધર્મની બહુ વાતો સાંભળી પરંતુ આપણા મૂળ ધર્મ ને કેમ ભૂલી ગયા .તમારો મૂળ ધર્મ સનાતન ધર્મ છે અને એના વગર બાકી બધું અધૂરું છે .
• અન્ય ધર્મના લોકો કેવી રીતે નાના નાના બાળકોને પણ ભ્રમમાં નાખીને મન પરિવર્તન કરે .પોતાના ધર્મના ભગવાનની મૂર્તિ લાકડાની હોય હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિ લોખંડની હોય. બંનેનો દેખાવ સરખો રંગ સરખો પાણીમાં નાખે એટલે પોતાના ભગવાનની મૂર્તિ લાકડાની હોય તરી જાય અને હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિ લોખંડની હોય એટલે ડૂબી જાય .પછી કહેજો આ તમારા ભગવાન તો પોતે ડૂબી ગયા તમને કેમ તારશે ,તારે તો અમારા ભગવાન. એક માર્ગી સાધુએ તો કહ્યું અમારે ત્યાં જળ પરીક્ષા ની નહીં પણ અગ્નિ  પરીક્ષાના છે.રહેવા જ છે ચાલો તમારી મૂર્તિ અને અમારી મૂર્તિ અગ્નિમાં નાખીએ પછી જોઈએ પરિણામ.

Wednesday, February 12, 2025

प्रयागराज महाकुंभ मेला-२०२५


 

प्रयागराज में अभी महाकुंभ मेला चल रहा है। मकरसंक्रांति से लेकर शिवरात्रि चलने वाला यह महाकुंभ 12 साल के बाद आया है ।समुद्र मंथन के बाद अमृत कलश ले जाने के समय अमृत के बिंदु जहां-जहां गिरे ये चार स्थान प्रयागराज ,हरिद्वार, उज्जैन और नासिक के स्थान पर कुंभ मेला लगता है ।दुनियाके लोगके लिए एक अजीब सवाल है यह एक ऐसा मिला है  जहां कोई आमंत्रण देने वाला नहीं होता ।फिर भी हिंदू धर्म में मानने वाले सनातन हिंदूधर्मी कहीं भी हो अपने आप को कुंभ में आकर पवित्र स्थान करने का मन में इच्छा रखता है ।

            इस बारकी यह प्रयागराज की कुंभ की यात्रा एक विशेष रही ।शासन प्रशासन की व्यवस्था ,स्वच्छता ,आए हुए लोगों की अनुशासन से चलने की क्षमता और एक दूसरे को मदद करने की भावना जगह-जगह को देखनेको मिली। गंगा यमुना और सरस्वती के त्रिवेणी संगम पर स्नान करना अपने आप जीवन में एक बहुत महंगा अवसर होता है। इनके लिए लोग कहीं दूर से अपने-अपने जो वाहन मिले उससे वहां आते हैं ।और चलते हुए ,परिश्रम करते हुए स्थान का आनंद लेते हैं ।इतनी ज्यादा लोगों की भीड़ होने के बजाय अपेक्षा से बहुत कम समस्या निर्माण होती है ।यह हमारा एक अनुशासन ही कहा जाए ।                  इस बार यह कुंभ मेला का प्रचार प्रसार और लोगों में आने का आकर्षण बहुत बड़ा है। हमने देखा बहुत से युवा लोग अपने परिवार के साथ कुंभ में स्नान करने पहुंचे।देश के राष्ट्रपति, प्रधानमंत्री से लेकर कई राजकीय, सामाजिक आगेवन और सभी पंथ संप्रदाय के संतों ने इनका लाभ लिया है। विशेष कर अनुसूचित जाति, जनजाति में लोकप्रिय संत ,शिख संप्रदाय के संत और बौद्ध धर्म के अनुयाई भी कुंभ में आए । एक समरसता का वातावरण निर्माण हुआ वसुधैव कुटुंबकम का दुनिया भर को आग्रह करने वाला देश है। 40 से 50 करोड लोग एक स्थान पर निश्चित समय मर्यादा में एकत्र होकर एक साथ मां गंगा की उपासना करें और त्रिवेणी  संगम स्नान करें यह भारत में ही हो सकता है ।यही बताता है कि यही रास्ते से हम विश्व गुरु के स्थान पर अपनी नियति निभाते निभाते पहुंचेंगे। भारत माता की जय।