શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ એટલે રાષ્ટ્રીય
સ્વાભિમાનની પુન: પ્રતિષ્ઠા
————————————————————-
ભગવાન શ્રીરામની સાથે બે વિશેષણ જોડાયેલા છે ,એક 'મર્યાદા'અને 'પુરુષોત્તમ',એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામ . વિશ્વ માટેઆદર્શ રહેલા ભગવાન રામ જેમણે પોતાની જન્મભૂમિ અયોધ્યા વિશે લક્ષ્મણને કહેલું: "જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરીયસી". કરીએછીએ આવા ભગવાન રામલલ્લા ના જન્મસ્થાન અયોધ્યામાં જન્મભૂમિ સ્થાન પર મંદિર નિર્માણ એટલે કે સ્વાભિમાનનું પુન: પ્રતિષ્ઠાન .
જેમ દરેક ધર્મના અનુયાયીઓને પોતાના ઇષ્ટ દેવતા નું જન્મ સ્થાન પવિત્ર હોય છે ,ઉદાહરણ તરીકે મુસ્લિમો માટે મક્કા અને ઈસાઈઓ માટે બથલહામ,તેમ સર્વ હિન્દુઓ માટે રામ જન્મભૂમિ સ્થાન અયોધ્યા પ્રિય ,પ્રેરણાદાયી અને સ્વાભિમાન નું પ્રતીક છે .૪૦૦ થીઅધિક વર્ષોના સંઘર્ષ બાદ અનેક આક્રમણખોરો વિધર્મીઓ એ નાશ કરવા પ્રયત્ન કરેલ અને અનેક હિન્દુ સંતો ,રાજા-મહારાજા અનેપ્રજાએ પુનઃનિર્માણ કરવાનો પ્રયત્ન કરેલ તે સ્થાનમાં ,અયોધ્યામાં બાબારના સેનાપતિ મીર બાકી બનાવેલ ઢાંચો ૧૯૯૨માં ૬ ડીસેમ્બરેધ્વસ્ત થયો .તે સ્થાને ભગવાન રામલલ્લાનું જન્મ સ્થાન અને ત્યાં બનાવવામાં આવનાર ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામને આપણેવિરાજિત કરવા જઈ રહ્યા છીએ.સમગ્ર દેશ અને વિશ્વના હિંદુઓ માટે આનંદની ઘડી છે .રામનવમી મંદિરનું નિર્માણ એટલે કે ગુલામીનાપ્રતીકમાંથી મુક્તિ અને સ્વતંત્રતાના સ્વાભિમાન પુન: પ્રતિષ્ઠાન. રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ એટલે રાષ્ટ્રીય ગૌરવ ની પુન: સ્થાપનારાષ્ટ્રીય ગૌરવનું પ્રતિકનુ
નિર્માણ .
જેમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા મળ્યા બાદ નવલા વર્ષના પ્રથમ દિવસે સાગરકાંઠે ઊભા રહીને સોમનાથમંદિરના નવનિર્માણનો સંકલ્પ કરેલ અને ફલશ્રુતિ રૂપે આજનું સોમનાથનું ભવ્ય મંદિર છે ઊભું થયું છે, તે જ રીતે રામ જન્મભૂમિ ના સ્થાનપર ભવ્ય મંદિરનું નિર્માણ આપણા સંકલ્પ દ્વારા થવા જઈ રહ્યુ છે .આક્રમણખોરો દ્વારા નિર્મિત ગુલામીના પ્રતિકની જગ્યાએ રાષ્ટ્રીયગૌરવન પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન થવાનું છે .
આજની ઘડી એટલે ભારતમાં આવેલ વિધર્મી આક્રમણખોરોના હિન્દુ ધર્મ-સંસ્કૃતિનો નાશ કરવાના પ્રતીક ની જગ્યાએ ભારતનાભાવિ નું પ્રતિષ્ઠા-નિર્માણ .રામજન્મભૂમિ મંદિરનું પુનઃનિર્માણ એટલે કે ખંડન વિખંડનની પ્રક્રિયા ના અંતિમ ચરણ બાદ દુનિયાના સૌથીમોટી લોકશાહી દેશ એટલે કે ભારત ,કે જે સર્વ ધર્મની જનની છે ,સૌથી જૂની સંન્યસ્ત પરંપરા નો વાહક છે અને વિશ્વ કલ્યાણ માટે જેનીનિયતિ છે ,એ ભારત દેશના ગૌરવ ની ઘડી આવી છે .
હિન્દુ સમાજના વિવિધ સંપ્રદાયો અને પ્રજાની વિવિધતામાં એકતાનું પ્રતિક એટલે રામ જન્મભૂમિ મંદિર .જે મંદિરના રક્ષણ અનેનિર્માણ માટે ચાર લાખથી વધુ બલિદાનો થયા હોય ,૭૬ થી વધુ યુદ્ધો થયા હોય અને છેલ્લા થોડાં વર્ષોથી હિન્દુ સમાજની જાગૃતિનાપરિણામે તાળું ખુલવુ,રામ જાનકી રથયાત્રા નીકળવી હિન્દુ સમાજની જાગૃતિ ,ગામે ગામ રામ શીલા પૂજન થવું ,સોમનાથથી અયોધ્યા નીરથયાત્રા થવી ,આવા અનેક કાર્યક્રમોને અંતે આજનું પરિણામ આપણને મળ્યું છે .સંતોનું માર્ગદર્શન ,કારસેવકો ના બલિદાન , બબ્બેકારસેવાનુ પરિણામ,ન્યાયપ્રક્રિયા ની સક્રિયતાના અંતે રામજન્મભૂમિ હિન્દઓને સોપાન છે.સરકાર દ્વારા મંદિર માટે ટ્રસ્ટ નિર્માણ થયું અનેમહાન ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજનીય સરસંઘચાલક મોહન ભાગવત નીઉપસ્થિતિમાં ભૂમિ પૂજન થયું છે.
હવે તૂટવાનું ક્રમ પૂરો થયો ,ઉઠવાનો ક્રમ ચાલુ થયો છે .હિન્દુ સંસ્કૃતિના આધુનિક પ્રતીકરૂપે મંદિર નિર્માણ બનવા જઈ રહ્યું છે .વિશ્વસીયારામમય બની ખુશ થઇ રહ્યુછે. હવે સ્વર્ણિમ અધ્યાય રચાવા જઇ રહ્યો છે .તાડપત્રી ટેન્ટમાંથી હવે રામલલ્લા મહેલ મંદિરમાંપધરામણી કરવાના છે .આ પ્રક્રિયા સમર્પણ અને સંકલ્પનું પરિણામ છે .ત્યાગ બલિદાન અને સંઘર્ષની નિષ્ઠાનું જીવતું જાગતું પ્રતીકએટલે નિર્માણ પામનાર મંદિર .મંદિર દ્વારા ભગવાન રામની પ્રેરણા અને શક્તિ વિશ્વ આખાને ઉજાગર કરવાનું છે .આ છે સામૂહિકશક્તિનું સાતત્યની શક્તિનું ,આસ્થા ,નિષ્ઠા અને શ્રદ્ધા નું પરિણામ છે .
રામ જન્મભૂમિ મંદિરનુ નિર્માણ આપણને રાવણની દુષ્ટ શક્તિ પર સમાજની સર્જનશક્તિના વિજયનું પ્રતીક છે .રામ મંદિર આપણનેભગવાન રામના જીવનનો સંદેશ આપતું રહેશે . એક આદર્શ પિતા ,આદર્શ પુત્ર ,આદર્શ રાજા તથા સામાજિક સમરસતા માટે શુ શું કર્રવુતેનું માર્ગદર્શન આપે છે.ભગવાન રામ શબરીને મળ્યા ,કેવટ અને ગુહરાજા ને સાથે લેવા,જાંબુવાન અને હનુમાનજી તથા સાથેની વાનરસેનાની સંગઠિત શક્તિના આધારે રાવણની દૈત્ય શક્તિ ઉપર વિજય મેળવ્યો .એમનું જીવન દર્શન અને જીવનનો વ્યવહાર આપણનેસામાજિક સંગઠન અને સમરસતા થી દૈવી શક્તિનું આસુરી શક્તિ પર વિજય મહત્વ બતાવે છે .વાલ્મિકી ,તુલસીદાસ અને કબીર થીમાંડી કંબ ઋષિ એ જેના ગુણગાન ગાયા છે ,એવા રામના ગુણોને જીવનમાં ઉતારવાનો સમય એટલે મંદિર નિર્માણની સાથે આપણા મનનીઅયોધ્યા સજાવવાનો સમય .
રામ જન્મભૂમિ મંદિર નિર્માણ એટલે પૂર્ણ શક્તિથી સિદ્ધિ મળે એની સાબિતી .આજે બધા ધર્મ પ્રેમી પ્રજાને પોતાના સંકલ્પ પૂર્તિનોઆનંદ છે .આત્મનિર્ભરતા , આત્મવિશ્વાસ અને આત્મભાન આપણને આ રસ્તે લઈ આવ્યા છે .રામ મંદિર નિર્માણ કરીએ અને સગુણસાકાર નિ અધિષ્ઠાન કરીએ.કર્તવ્યની સામૂહિકતા નું પરિણામ આપણને જોવા મળ્યુ છે.આજે અશોકજી સિંહલ અને પૂજનીયપરમહંસદાસજી ની યાદ આવે.પ્રેરણા આપનાર તેઓ આપણી વચ્ચે સદેહે નથી પરંતુ એમના જીવનનો સંદેશ સતત આપણને પ્રેરણાઆપશે.એમનું સ્થાન આપણા મનમાં હર હંમેશ રામમંદિરની સાથે યાદ રહેશે .ચાલો આપણે રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં આપણીપાસેથી ભગવાને આપેલી સમૃદ્ધિમાંથી થોડું સમર્પણ કરીએ .ભગવાને આપેલ ફળમાંથી આપણે થોડી વસ્તુઓ તેમને પરત કરવાનીઘડી આવી છે .આપણી મનની અયોધ્યાને સદગુણોથી સજાવીએ .રામ જન્મ નિર્માણમાં સહયોગી બની એ.
જય શ્રી રામ
( ડો. જયંતિ ભાડેસીયા)
No comments:
Post a Comment