Thursday, December 28, 2023

ખોખરા હનુમાન હરિધામ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શન ઉદઘાટન ૨૮.૧૨.૨૩


 ખોખરા હનુમાન હરિધામ 

ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત 

 સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શન ઉદઘાટન ૨૮.૧૨.૨૩

________


પૂજ્ય પ્રાતઃ:સ્મરણીય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂજ્ય શ્રી કનકેશ્વરી દેવીજીના કૃપાથી 

એમના જ પવિત્ર પરિસર ખોખરા હનુમાન હરિધામ ખાતે યોજાયેલ આજે 

ત્રીદિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન કેન્દ્રના ઉદ્ઘાટન નિમિત્તે માં કનકેશ્વરી દેવીને  તથા સર્વે મહાનુભાવોને મારા પ્રણામ


અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર ઇસરો અમદાવાદ

 જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી

 જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મોરબી 

તથા મા ના પવિત્ર સાનિધ્યમાં ચાલતા સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય મોરબીના ઉપક્રમે આ એક વિજ્ઞાનનું પ્રદર્શન યોજાય રહ્યું છે


જ્યારે એક ધર્મ સંસ્થાન અધ્યાત્મની સાથે વિજ્ઞાનને સાંકળીને વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લેતા કરવા માટે જ્યારે આવું પ્રદર્શન યોજી રહ્યા હોય ત્યારે ભારતીય પરંપરા, આપણો પુરાણો વારસો તથા આપણા શાસ્ત્રો તથા ઇતિહાસમાં રહેલા વિજ્ઞાનના સિદ્ધાંતો અને શોધો જેને આપણે થોડા સમય માટે વિસરી ગયા છીએ તેને યાદ કરવાનો આજે હું એક થોડો પ્રયત્ન કરીશ


લોકો એવું માને છે કે :

ભારત એટલે ધર્મનો દેશ અધ્યાત્મનો દેશ સંસ્કૃતિ અને પ્રેરણા નો દેશ 

આ દેશમાં સમૃદ્ધિ ,ભૌતિકતા અને વિજ્ઞાન વિષયનું કોઈ બહુ સંશોધન કે પોતાનું ગર્વ લઈ શકાય એવું કારણ નથી 

પરંતુ આજે મને ટૂંકમાં યાદ કરાવવા દો


આપણી ધરોહરના પ્રતિકો અનેક છે

1. શૂન્ય ની શોધ ભારતમાં થઈ તો

2.  દિલ્હીમાં કાટને લાગતો લોહસ્તંભ અને 

3. અનેક ભવ્ય મંદિરો એ જુના સ્થાપત્ય કલાના નમુના રૂપે ઊભા રહ્યા છે

4.  આપણા પ્રાચીન વારસામાં ધનવાંતરી નામના વિદ્વાનો લોકોએ કરેલી શીતળાના રસીનો ઉપયોગ 

5. પસંદગી પ્લાસ્ટિક સર્જરી અને 

6. આચાર્ય પીસી રોય એ લખેલા કેમેસ્ટ્રીના પુસ્તકો કે 

7. જગદીશ ચંદ્ર બસુએ વનસ્પતિમાં જીવ છે એ સાબિત કરવું

8. નાલંદા યુનિવર્સિટીના આપણો વિજ્ઞાનનો જ્ઞાનનો ખજાનો અને 

9. વૈદિક ગણિતને યાદ કરીએ


હમણાં થોડાક પુસ્તકો આ સંદર્ભમાં નવી પેઢીને વાંચવા લાયક બન્યા છે

1.  ધર્મપાલજીના પુસ્તકો સમગ્ર સંગ્રહમાં એક પુસ્તક છે  science and technology in eightenth century

2. સંસ્કૃત ભારતી પુસ્તક બહાર પાડ્યું છે pride of india 

3. હમણાં જ વિજ્ઞાન ભારતી દ્વારા એક રાષ્ટ્રીય અધિવેશન કર્ણાવતીમાં યોજાયું ત્યારે એમણે પુસ્તકની reprint બહાર પાડી જેનું નામ છે   science and technology in ancient India 

4. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય અધિકારી, પ્રચારક અને અભ્યાસુ સુરેશ શ્રી સોનીએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે "ભારતમાં વિજ્ઞાનની ઉજવળ પરંપરા"


આપણા એકાત્મતા સ્તોત્રમાં આપણે ગાતા હોઈએ છીએ

वैज्ञानिकाश्च कपिलः कणादः सुश्रुतस्तथा।

चरको भास्कराचार्यो वराहमिहिरः सुधीः ।। 26 ।।

नागार्जुनो भरद्वाजः आर्यभट्टो वसुर्बुधः ।

ध्येयो वेंकटरामश्च विज्ञा रामानुजादयः ।। 27 ।।


એવી સર્વસાધારણ માન્યતા છે કે 

વિજ્ઞાનનો પ્રથમ વિકાસ પશ્ચિમમાં થયો 

પૂર્વમાં વિજ્ઞાનના વિષય માટે તો હંમેશા અંધકાર હતો વિજ્ઞાન પરંપરા જેવું કશું હતું પરંતુ આ સત્ય નથી


20 મી સદીમાં ભારતમાં થયેલા વૈજ્ઞાનિકો જેવા કે 

આચાર્ય પ્રફુલચંદ્ર રોય ,વજેન્દ્રનાથ સીલ ,જગદીશચંદ્ર બસુ, એમ પી રાવ સાહેબ જેવા વિદ્વાન વૈજ્ઞાનિકોએ કહ્યું આ તથ્ય ખોટું છે 

ભારતમાં પણ એક મહાન વિજ્ઞાનની પરંપરા હતી એ સાબિત કર્યું

1. આચાર્ય પ્રફુલચંદ્ર રોય એક પુસ્તક લખ્યું હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમેસ્ટ્રી આ પ્રેરણા તેમને પશ્ચિમના જગતમાં જ્યારે વધારે અભ્યાસ માટે કર્યા ત્યાં મળેલા કટાક્ષના કારણે થયી

2. બજેન્દ્રનાથ સીલે The positive science of ancient Hindus 

3.  રાવ સાહેબ વજે હિન્દુ શિલ્પ શાસ્ત્ર વિશે પુસ્તક લખ્યું

4. ધર્મપાલજીના પુસ્તકોના સંગ્રહમાં એક પુસ્તક છે ઇન્ડિયન સાયન્સ એન્ડ ટેકનોલોજી

5. બેંગ્લોરના એમપી રાવ સાહેબ એ વિમાન શાસ્ત્ર વિશે અને વારાણસીના પીજી ડાંગરે અંશબોધીની લખ્યા

આ બધાએ આપણા દેશમાં સ્વાભિમાનનો ભાવ જગાવ્યો

એ છે 

कृणवंतो विश्वार्यम

वसुधैव कुटुंबकम्

स्वदेशो भुवन त्रयम 


માર્ક ટ્રેન નામના પશ્ચિમના એક વૈચારિકે 

ભારત વિશે કહ્યું છે કે :

1. ભારત ઉપાસના ના પંથોની ભૂમિ છે 

2. માનવ જાતિનું પારણું છે 

3. ભાષાની જન્મભૂમિ છે

4.  ઇતિહાસની માતા છે 

5. પુરાણોની દાદી છે અને 

6. પરંપરા ની પરદાદી છે


ભારતમાં ફક્ત ધર્મ, દર્શન, તત્વજ્ઞાન અને શ્રેષ્ઠ જીવન મૂલ્યોની જ વાત થઈ છે એવું નથી 

અહીંયા વ્યાપાર ,વ્યવસાય, કળા ,ગણિત, વિજ્ઞાન અને બધા જ શાસ્ત્રોમાં અનેક શોધ, સંશોધન અને મહાન વૈજ્ઞાનિકો ઋષિઓ થયા.


બજોરન લેન્ડસ્ટ્રોમ ના "ભારત કી ખોજ "નામનું પુસ્તક લખ્યું છે તેણે લખ્યું છે કે મિશ્ર થી લઈને અમેરિકાની શોધ 3,000 વર્ષની યાત્રા એ ફક્ત ભારતનો માર્ગ શોધવા માટે જ થયી છે

જેમાં કોલંબસ ,માર્કો ફોલો અને વાસ્કો ડી ગામાં જેવા એ પ્રયત્ન કર્યા


કણાદ ઋષિનું એક સૂત્ર છે 

येतोभ्युदयनि: श्रेयस

सिद्धि: स। धर्म: 

જે માધ્યમથી ભૌતિક દૃષ્ટિ અભ્યુદય અને નિશ્રેયસ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય તેને જ ધર્મ કહેવાય આ ભારતનું ચિંતન હતું


Samuel Huntington  નામના એક લેખક જે Who are we? નામના પુસ્તક થી જાણીતા થયા એમનું એક પુસ્તક

Clashes of civilisation  લખ્યું છે કે 

1750 ની સાલમાં ભારતનું ઉત્પાદન યુરોપ અને સોવિયત સંઘ મળીને થાય તેના કરતાં વધારે હતું ( 24.5 ટકા , 18.2 +5% હતું)


વિજ્ઞાનની પરંપરા વિશે કેટલી વાર આપણા લોકોને પણ આપણા સ્વાભિમાન કે સ્વત્વ ની વાત ગળે નથી ઉતરતી

એના થોડાક ઉદાહરણો

1. સંસ્કૃત ભારતી નામની એક સંસ્થાએ ભારતની વિજ્ઞાનમાં ફાળો વિશેના ચિત્રો બનાવ્યા. વિજ્ઞાન અને પ્રજ્ઞોધિકી  મંત્રાલયના એના અધિકારી શ્રી રામમૂર્તિને જ્યારે સંસ્કૃત ભરતીના ચ. મ.કૃષ્ણ શાસ્ત્રીએ આ ચિત્રોમાં એક ચિત્ર બતાવો જેમાં લખ્યું હતું આર્યભટ્ટે પાઈનું મૂલ્ય 3.14 શોધ્યું હતું. એમને આશ્ચર્ય વ્યક્ત કરે

2. પૂરીના શંકરાચાર્ય ભારતીય કૃષ્ણ તીર્થજીએ શુલ્બ સૂત્ર અને વેદ ઉપરથી ગણિતના સૂત્રો અને ઉપસુત્રોની શોધ કરી (16 અને 13 જેની સંખ્યા હતી) અનેક ગણિતની સમસ્યાઓ સરળતાથી અને ઝડપથી હલ થાય એવા આ  સૂત્રો હતા .એ પુસ્તકનું નામ વૈદિક મેથેમેટિક્સ રાખવામાં આવ્યું .આ પુસ્તક જ્યારે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફંડામેન્ટલ રિસર્ચને આપવામાં આવ્યું (પરીક્ષણ માટે) તો એના વિશે બહુ હકારાત્મક મત ન થયો .પરંતુ વિદેશના ગણિત નિકોલસ UK  એણે મુંબઈમાં આવીને ગણિતના પ્રયોગો અને ગણિતમાં રહેલું મેજીક આ સૂત્રો દ્વારા બતાવ્યું ત્યારે આ જ પુસ્તકની વાત હતી .જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એની વિગતો છપાઈ હતી

3. ડોક્ટર મુરલી મનોહર જોશી 1962 માં ઉત્તર પ્રદેશના પાઠ્યપુસ્તક મંડળના સમિતિના સદસ્ય હતા જેમણે કહ્યું કે પાયથાગોરસના પ્રમેયને ખરેખર ભારતના ઋષિ બોધાયાને દ્વારા  શોધાયેલો એટલે એને બોધાયન પ્રમેય કહેવું જોઈએ .એડવર્ડ ટેલરે કે જે નોબેલ પ્રાઇઝ જીતનારી ભૌતિક શાસ્ત્રી તો એને પોતાનું એક પુસ્તક લખ્યું છે Simplicity and science  વિજ્ઞાનનું ભણતર સરળ સુગમ આનંદદાયક હોવું જોઈએ એમાં એને ઉદાહરણ આપતા આ બોધાયન પ્રમેય ની વાત કરી છે.


મેકલો શિક્ષણ પદ્ધતિ એ ભારતની જાણકારી અને વિશેષતાઓને ભુલાવી દીધી છે એને ફરીથી યાદ કરવાની જરૂર છે


ભારતના વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનના ચમકતા સિતારા એવા ડોક્ટર અબ્દુલ કલામ પોતાના પુસ્તક ઇંડિયા 2020  વિઝન for new milenium  બે અનુભવો લખ્યા છે

(૧) તેમના એક રૂમ પર દિવાલ પર એક રંગીન કેલેન્ડર છાપેલું હતું તેને જોવા આવનાર બધા જ વખાણ કરતા હતા કેવું સરસ કેલેન્ડર છે કારણ કે એનો છાપકામ જર્મનીમાં થયું હતું .પરંતુ એના ચિત્રોના વખાણ કોઈ નહોતો કરતો કે જે ભારતીય અવકાશ ઉપગ્રહોએ લીધેલા હતા :યુરોપ અને આફ્રિકાના ચિત્રો .જ્યારે કોઈને કહેવામાં આવતું કે આ ચિત્રો ભારતના અવકાશીય ઉપગ્રહ લેવામાં ત્યારે તેઓ રાષ્ટ્રીય  આશ્ચર્ય વ્યક્ત કરતા.

(૨) દિલ્હીની એક વૈજ્ઞાનિકોની કોન્ફરન્સમાં ડોક્ટર અબ્દુલ કલામે જમતા જમતા બધા સાથે ચર્ચા કરતાં કહ્યું કે મિસાઈલ ની શોધ બધા માને છે કે ચીનમાં થયી, ના પરંતુ ભારતથી થઈ .બધા મને છે કે ચીન મ દારૂગોળા શોધાય તેને દ્વારા  અગ્નિ તીર બનાવવામાં આવ્યા અને મિસાઈલ શોધાય .પરંતુ ખરેખર મિસાઈલ ની શોધ ભારતમાં થઈ હતી તેઓએ કહ્યું કે હું લંડનમાં vulich નામના સ્થાન  પર ગયો ત્યાં એક Rotunda નામનો મ્યુઝિયમ છે. તેમાં ટીપુના શ્રીરંગમ સ્થાને અંગ્રેજો સાથે થયેલા યુદ્ધમાં વપરાયેલા રોકેટોના અવશેષો રાખવામાં આવે છે .ત્યારે ઘણા લોકોએ દલીલ કરી કે નાના ફ્રેન્ચ લોકોએ ટીપુને આપ્યા હતા. પોતાની વાત અને પુરાવા માટે તેમણે સાંજે એક લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈને બતાવ્યો.

Burndard Lovell : The origin and international economics of space exploration. આ પુસ્તકમાં એને લખ્યું છે કે વિલિયમ કોન ગ્રહ એ ટીપુના રોકેટનો અભ્યાસ કર્યો એમાં સુધારા કર્યા અને 1805 માં બ્રિટિશ પ્રધાનમંત્રી willium Pitak  અને Frasare એને સ્વીકૃતિ આપી .1806 માં નેપોલિયન સાથેના યુદ્ધમાં એ વાપરવામાં આવ્યો .આમ આ શોધ તો ભારતમાં પહેલેથી હતી.


1941 માં સર સી વી રામને દિક્ષાંત પ્રવચન માં કહ્યું હતું કે

        Boys when  we import, we not only pay for our ignorance

But we also pay for our incompetence


1918 Acharya prafull Chandra Roy in lecture of Madras

       "We are not ashamed of our  ancient contribution to the science and chemistry .I am eqally proud of ancient ,and not ashamed  for all the branches of science that is grown in ancient India"


        દિલ્હીના લોh સ્તંભ એક કુતુબમિનાર પાસે છે 

1600 વર્ષ પહેલાંનો એટલે કે ચોથી સદીમાં બનેલો છે એને કાટ નથી લાગ્યો

ચંદ્રરાજ નામના રાજાએ મથુરાના વિષ્ણુ પહાડી ની અંદર બનાવેલો મંદિરનો ધ્વજ દંડ છે જેને ૧૦૫૦ની સાલમાં રાજા અનંગપાલ દિલ્હી લઈ આવ્યા હતા.

રસાયણશાસ્ત્રી B B Lal  કહ્યું છે કે લોખંડના ગરમ 20 ટુકડાઓને જોડાઈને બનાવવામાં આવે છે એવી રીતે બનાવવામાં આવે છે કે જેનો સાંધો દેખાતો નથી તેમાં વધુ ફોસ્ફરસ અને સલ્ફર ,મેંગેનીઝ ઓછું વાપરવામાં આવ્યું છે


    ભારતીય પ્રાચીન વિમાન શાસ્ત્રમાં રડારમાં પણ ન પકડાય એવા વીમાનોનો ઉલ્લેખ છે .એમ કહેવામાં આવે છે કે તમો ગર્ભલોહ નામના ધાતુમાંથી બનાવવામાં આવતો .જે 78 થી 80% પ્રકાશનું શોષણ કરી લે છે .તેને શીશાથી કઠોર બનાવવામાં આવતો કે જે સલ્ફ્યુરિક એસિડમાં પણ ન ઓગળી શકે.પ્રકાશનું શોષણ કરી લેવાથી રડારમાં પણ પકડવા હતા


         ગણિતના શુલબ સુત્રો યજ્ઞની વિધિ માપવા માટે વપરાતી દોરીને શૂલબ કહે છે .આ દોરીથી રચાતો ગણિતનો એક વિષય એટલે કે ભૂમિતિ એટલે એને શુલબ્ શાસ્ત્ર કહે છે


        ડોક્ટર વિજય દયા નામના જયપુરના એક સર્જન એક પ્લાસ્ટિક સર્જરી નો ઇતિહાસ લખતા લખ્યું છે કે

1792 માં ટીપુ અને મરાઠાના યુદ્ધ દરમિયાન કવાસજી નામના ગાડીવાન ના હાથને અને  નાક કપાઈ ગયા હતા, ત્યારે પૂનાના એક કુંભારે એની શલ્ય ક્રિયા કરી હતી. જેને ઇંગ્લેન્ડના ડોક્ટર Thomas Crusho Dr James Findle જોયો હતો ચિત્ર બનાવ્યા હતા જે તેણે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા અને ત્યાંની 1714 ની જેન્ટલમેન પત્રિકામાં છપાયા હતા એનો ઉલ્લેખ મદ્રાસમાં ગેજેટ માં પણ છે

      મીણ નું નાક બનાવવું, તેને ખોલીને કપાળ પર પાથરવું ,એના આકારની કપાળની ચામડીને કાપવી , ચામડીના બે ચીરા પાડી નાકની મુખ્ય જગ્યાએ બંને બાજુ ચિરાવવાની ફસાવવા,Tash  japonica  નામના પીળા કાથા નો ઉપર ડ્રેસિંગ કરવું, અઠવાડિયા સુધી તેને રાખ્યા પછી ઘી નું કપડું ઢાંકો, કપાળ સાથેનો સાધનો ચામડીનો છોડવો અને નાકના કાણાંઓ બનાવવા માટે ગરમ કાપડ પૂમડાં રાખવા, બનાવવા આ પ્રકારનું વર્ણન છે


       રસીકરણ બાબતમાં આપણે બધા એમ માનીએ છીએ કે શીતળા ની રસી એડવર્ડ જેનારે 1798 માં શોધી હતી 

Dr Colt , Dr Oliver વર્ણન કર્યું છે કે 

ઈશા પૂર્વે બંગાળમાં રસીકરણ થતું હતું 

An account of the diseases of Bengal Calcutta ૧૦.૨.૧૭૩૧

માં લખ્યું છે કે શીતળાના માંથી રસી કાઢીને એક વર્ષ રાખીને તેનો નવા બાળકોમાં રસીકરણમાં ઉપયોગ થતો હતો આ માટેનું એક પેપર ઓપરેશન ઓફ ઇનોક્યુલેશન ઓફ બેંગાલ બંગાળ અને ઓરિસ્સામાં, ધન્વંતરિ  નામના લોકો આ કામ કરતા હતા


      મહાભારત ની અંદર ગાંધારીને 101 સંતાનો થવા પાછળ પણ ક્લોનીંગ નું વિજ્ઞાન હોય એનું વર્ણન મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 115 માં કરવામાં આવ્યો છે ડોક્ટર માતા પુર કરે પણ સ્ટેમ સેલ બીજ કોશિકામાંથી અંગ નિર્માણની વાત કરેલી છે


        વિશિષ્ટ ગુણ યુક્ત સંતાન નિર્માણ માટે પણ આપણે ત્યાં ઉલ્લેખ થયેલા છે અમેરિકાની અંદર journal of Herodity

Article missigan uni 

Alain. F Corcos નામના લેખકનો એક આર્ટિકલ છે

 રીપ્રોડક્શન માંથી સંતાનો ઉત્પતિ વિશેની વાતમાં ત્યાં લેવામાં આવે છે


1. ગૌરવપૂર્ણ એક વેદ જાણનાર પુત્રની ઉત્પત્તિ માટે દૂધ ભાત અને ઘી પતિ પત્નીએ ખાવાં

2. કપિલ વર્ણ બે વેદ જાણનાર પુત્ર માટે દહીં ભાત અને ઘી પતિ અને પત્ની બંને એ ખાવા

3. શ્યામ વર્ણના ત્રણ વેદ જાણ નાર  પુત્ર માટે જલ ભાત અને ઘી પતિ અને પત્ની બંને એ ખાવા

4. પૂર્ણ આયુષ્યવાન પ્રસિદ્ધ વિદ્વાન કન્યા માટે તલ અને ભાતની ખીચડી ફક્ત પત્ની માટે ખાવી

5. ચાર વેદ જણનાર પ્રસિદ્ધ વિદ્વાન પુત્ર માટે અડદ ભાત ની ખીચડી અને ઋષભ ઔષધી પતિ અને પત્ની બંનેએ લેવી

મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ અને સોડિયમ એ લિંગ નિર્ધારણ માટે ઉપયોગી છે સોડિયમ અને પોટેશિયમ વધુ પ્રમાણ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમનું ઓછું પ્રમાણ પુત્ર જન્મ માટે કારક છે અને એનાથી ઊલટું પુત્રી જન્મ માટે 

આ પ્રકારના આયનો x અને Y  chromosome  મિલન પ્રક્રિયામાં પોતાનો ભાગ ભજવે છે


________

ઈસરો નું નવું મિશન

ચંદ્ર સૂર્ય બાદ હવે સૌર મંડળના રહસ્યો માટે

નવો મિશન 1 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે જે પી એસ એલ વી દ્વારા લોન્ચ થશે

બ્લેક હોલસ ન્યુટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરશે

એક્સ રે પોલારી મીટર સેટેલાઈટ હશે આની પહેલા નાસાએ આવો એક સેટેલાઈટ લોન્ચ કર્યો હતો

_____

યજ્ઞો દ્વારા પ્રદૂષણનો નિવારણ

વધતું જતું ગ્લોબલ વોર્મિંગ પીગળતા જતા દક્ષિણ ધ્રુવ એન્ટાર્ટિકા ની હિમશીલાઓ વધતી જતી નવી નવી વાયરસની બીમારીઓ માટે

અટલ બિહારી બાજપાઈ ના અંગત વૈજ્ઞાનિક અને અંત પરીક્ષા સ્ત્રી ડોક્ટર ઓપી પાંડેએ કહ્યું છે કે

ભારતીય સંસ્કૃતિ ઋષિ પરંપરા દ્વારા યજ્ઞ એક ઉકેલ છે

ના દ્વારા ઉત્પન્ન થતા ઈથીલીન ઓક્સાઇડ અને પોલી પ્રોપેલીન ગેસ પ્રદૂષણ નિવારવામાં મદદ કરે છે

એક દિવસના યજ્ઞથી 100 યાર્ડ સુધીનો વિસ્તાર એક મહિના સુધી પ્રદૂષણ રહિત થાય છે

વડના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવાથી નીચે મળતું મેગ્નેશિયમ ફોસ્ફરસ વાંચનારની સ્મૃતિ વધારે છે

આપણા ઘરોમાં કરવામાં આવતા દીપકથી શુદ્ધ ઘી દ્વારા દીપક થી નીકળતા વાયુઓ વજનના સ્તરના કાણાઓને રિપેર કરે છે

_____

વિજ્ઞાનનું મહત્વ

જ્ઞાની બધી જળ કેતન વસ્તુઓનું નિયમન ચોક્કસ સિદ્ધાંતો દ્વારા થાય છે

વિજ્ઞાન સાથેનો અનુબંધક સૃષ્ટિ જેટલો જૂનો છે

ઋષિઓએ ધર્મ અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવાનું કહ્યું છે ધર્મ વગરનો વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વગરનો ધર્મ પાંગળો છે

ફક્ત કર્મકાંડ નહીં તેનું એક વિશેષ મહત્વ છે પણ તેની પાછળ રહેલા સિદ્ધાંતોને ધર્મ ન ભૂલવા જોઈએ

સૂર્યનારાયણ રન્ના દેને ત્યાંથી સવારે સાત ઘોડા માં નીકળે છે ને સાંજે પરત ફરે છે એ સૂર્યનારાયણના સફેદ કિરણોમાંથી સાત રંગોની વાત છે

વિજ્ઞાનમાં કહેવાય છે શક્તિનો નાશ થતો નથી ફક્ત રૂપ બદલે છે આપણે પણ વિવિધ માતા અને દેવીઓની પૂજા કરે છે પરંતુ મૂળ શક્તિ તો એક જ છે

વિજ્ઞાનના પુસ્તકો વસાવીએ અને તેના મેગેઝીન વાંચીએ

______

છઠ્ઠી સદીમાં તુર્કસ્થાનનો લૂંટારો મહંમદ બિન વખતે ખીલજી ભારતમાં આવે છે ભારતની લૂંટ દરમિયાન તે બીમાર પડે છે પરંતુ તેના હકીમો તેને સાજો કરી શકતા નથી ઘણા લોકો તેને સલાહ આપે છે કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં રહેલા આયુર્વેદના નિષ્ણાત રાહુલ શ્રી ભદ્ર જેને મળે

રાહુલજી તેના નિદાન અને ઉપચાર માટે તૈયાર થાય છે પરંતુ બખતયાર ખીલજી શરત રાખે છે કે તે કોઈ ભારતીય દવાઓ નહીં લે અને પોતે રોગમુક્ત નહીં થાય તો તેનો વધ કરશે

રાહુલ શ્રી ભદ્રજીએ એક કુરાન આપ્યું અને રોજ તેના પતાવો ફેરવીને વાંચવા ગયો આમ રોજ કુરાનના પત્તાઓ ફેરવતાને વાંચતા તે સાજો થયો

પોતાના હકીમ નહીં પરંતુ ભારતના આયુર્વેદિક શાસ્ત્રીય પોતાનો રોગ મટાડ્યો તે પોતાના હકીમ કરતા વધુ જ્ઞાની છે તે સહન ન કરી શકતા વખતે આ ખીલજીએ સમગ્ર નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ કર્યો જેને પુસ્તકાલયને સળગતા અને ત્રણ મહિના લાગ્યા હતા

રાહુલ શ્રી ભદ્રજીએ કુરાનના પત્તાઓ ઉપર તેના રોગ માટેની દવા લગાડી હતી પત્તાઓ ફેરવતી વખતે આંગળીથી ફેરવતા અને આંગળીને અડાળતા અને ક્યારેક સુગંધથી પણ તે દવાઓ તેના શરીરમાં ગઈ અને રોગમુક્ત કર્યો હતો આવી હતી આપણી આયુર્વેદિક વિજ્ઞાન દવાઓની વિશેષતાઓ

______

ભારતમાં વિવિધ રોગો મટાડવા માટે વિજ્ઞાનની સાથે કલાઓ પણ જોઈન્ટ થયેલી હતી પંડિત ઓમકારનાથ ઠાકુર વિદેશમાં ઇટાલીના  મુસલોની ના Insomnia  ઊંઘના આવવાના રોગ માટે પોતે સંગીતના " 

પુરિયા "રાગોથી તેનો ઉપચાર કર્યો હતો પરંતુ ત્યાં રહીને ત્યાંના લોકોની સેવા કરવાનું ખૂબ મોટા સન્માન સાથે પણ ઇનકાર કર્યો હતો


આજે જ્યારે ભારત વિશ્વના વૈજ્ઞાનિકો ની ટોચ ઉપર આવી ગયું છે 

થોડા જ સમય પહેલા ચંદ્રયાન ત્રણ નું સોફ્ટવેર લેન્ડિંગ ચંદ્ર ઉપર થયું ફક્ત ભારતના વૈજ્ઞાનિકો સરકાર અને સંકળાયેલી સંસ્થાઓ નહીં પરંતુ સંપૂર્ણ ભારતની પ્રજાને એના માટે સ્વાભિમાન અને ગર્વ ની લાગણીઓ થઈ છે 


વિશ્વના અનેક દેશોના ઉપગ્રહ ભારતમાંથી આપણે અવકાશમાં મૂકી રહ્યા છે ભારતે અણુ શસ્ત્રો મતેફકતા નહીં પરંતુ શાંતિપ્રિય વિષયો માટે બનાવતા અણુશક્તિના સફળ પ્રયોગો કરી ચૂક્યું છે 

ભારતના વૈજ્ઞાનિકો ની નાસા જેવી સંસ્થાઓએ પણ ભરપેટ વખાણ કર્યા છે


 ત્યારે આપણે ભારતીયતાના ગૌરવ સાથે આપણા જુના વિજ્ઞાનના શાસ્ત્રોને સાચા અર્થમાં સમજીએ સંશોધિત કરીએ અને ભારતનું નામ રોશન કરવામાં આગળ આવીએ એ જ અપેક્ષા

Thursday, November 2, 2023

કિશનદાશજી ઇશ્વરદાસજી નિમાવત



મૂળ કુવારદ ના , મોરબીમા ઘણો સમય રહેલા ,રામજી મંદિરની પૂજા કરનાર, જેમણે સંઘની ગ્રામ્ય વિસ્તારની વિવિધ જવાબદારી સંભાળેલ અને કાયમી સંપર્ક , પ્રવાસ તથા પોસ્ટકાર્ડ પત્ર લખવાની વિશેષતા ધરાવનાર, બધાની ત્રણ પેઢીનાં નામ વાળી યાદી રાખવાનો જેને સ્વભાવ હતો તેવા કિશનદાશજી ઇશ્વરદાસજી નિમાવત ( કુવારદ)આજે રામચરણ પામ્યા છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમના દિવ્યઆત્મા ને શાંતિ આપે જય સીતારામ🙏🏻

स्व. रंगा हरीजीके स्मरण




राष्ट्रीय स्वयंसेवक संघ के वरिष्ठ आदरणीय प्रचारक माननीय रंगा  हरि जी के स्वर्गवास के समय हमारे मन में उनसे स्मरणकी काफी कुछ यादें आ रही है । उनका परिचय  अखिल भारतीय बैठक और संघ शिक्षा वर्ग तृतीए वर्ष में हुआ था। अखिल भारतीय बौद्धिक प्रमुख के नाते बौद्धिक कार्यक्रम में छोटी छोटी बातो  क्या महत्व है वह अच्छी तरह से समझाते थे। धोलका के पास कली कुंड में हुए बौद्धिक प्रमुखोकी बैठक में एक सुंदर प्रभावशाली बात कही थी । वो कहते थे “हमारे गीत एकांत में बौद्धिक होते हैं “
        संघ शिक्षा वर्ग और अन्य समय पर उनके बौद्धिक  एकदम सटीक बिंदु सह क्रमश आगे बढ़ते और काफि कुछ उदाहरण के साथ रहते थे ।भारत देश में भारतीयत्व और हिंदुत्व का क्या तफावत समझाते मैथिली, जानकी और सीताके नाम में क्या तफावत  है  वैसे उदाहरण से समजाते थे।अपने रसोईघर में रहते salt और केमिकल लैबोरेटरी रहे salt कहनेमे क्या मतलब हैं ऐसे उदाहरण वो बताते थे।
       पुनरुत्थान ट्रस्ट की पुस्तक “अधिक जनन शास्त्र “के विमोचन  समय उन्होंने कहा था मैं संघ का प्रचारक इस विषय में क्या ज्यादा बता सकता । लेकिन मैंने जो पढा है ,जो सुना है और जो  हमारे ऋषि-मुनियों ने बताया है वह बात करूंगा।
          किसी भी भाषा को सीखना है गीता के द्वारा हम शिख  सकते है। एक बार साधना सप्ताहिक के कार्यालय पर बैठे कार्यकर्ता के साथ चर्चा में यह बताया था।
       मोरबी में हुए विशाल  हिंदू सम्मेलन के समय मेरे घर उनका  भोजन रखा था। भोजन के बाद मेरे  परिवार की महिलाओं के साथ भारतीय भोजन की विशेषताएं और एक ही भोजन की अलग-अलग अंदर मिलाए जाने वाली चीजें अलग अलग प्रांत में कैसे बदलती है  वह काफी कुछ समय चर्चा करते बताया था। उनके साथ बैठने से बातें करने से काफी कुछ अनुभव के प्रसंग सुनने को मिलते थे । ऐसे हमारे आदरणीय अभी नहीं रहे लेकिन उन्होंने कई हुए काफी बाते और कुछ पुस्तकें उनकी याद दिलाती रहेगी।

Thursday, October 19, 2023

મોરબીના પનોતા પુત્ર ઓ. આર.પટેલ સાહેબને શાબ્દીક શ્રધ્ધાંજલી

        





મોરબીના પનોતા પુત્ર ઓધવજીભાઈ પટેલ કે જેઓ ઓ.આર. પટેલ ના નામે ઓળખાયા ,તેઓશ્રી એક ખેડૂત-પાટીદાર પુત્ર તરીકે જન્મ લેનાર ચાચાપરના વતની હતા.પોતાની મહેનત ,પરિશ્રમ ,આગવી સુઝ અને કુદરતની કૃપાથી એક મહામાનવ બન્યા .એટલું જ નહીં પરંતુ મોરબી થી માંડી પાટીદાર જ્ઞાતિ થી આગળ વધી ગુજરાત અને વિશ્વકક્ષાએ પહોંચી શકાય એવા એક વિશિષ્ટ માનવી બન્યા .એમની આ યાત્રા સૌને પ્રેરણાદાયક છે.

      ખેડૂત પુત્ર હોવા છતાં અભ્યાસ કરીને મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું .પોતાના વિષય વિજ્ઞાન માં ઓતપ્રોત રહેતા.અમે જ્યારે 1976 થી 78 ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માં ત્યાં વીસી ટેક હાઇસ્કુલ માં ભણતા ત્યારે ફિઝિક્સના વિષયમાં ખૂબ રસ લઈને બધાને વિજ્ઞાન પ્રેમી બનાવ્યા .કોઇ પણ સમયે ચા પીતા કેન્ટીન માં પણ વિજ્ઞાનના સવાલો સમજાવવા બેસી જતા. વિદ્યાર્થી માટે હરહંમેશ તૈયાર રહેતા જેનો અન્ય શિક્ષકોએ વારસો જાળવેલ.સાથે સાથે સ્કૂલનું એનસીસીનું કામ પણ સંભાળતા હતા .એક આદર્શ અનુશાસન માટે મન બનાવીને કામ કરવાવાળા તેઓ સ્વદેશીના આગ્રહી હતા. 

       પોતાના શિક્ષક તરીકેની વ્યવસાય માંથી નિવૃત્તિ પછી તેમણે શરૂ કરેલી ઉદ્યોગની પ્રવૃત્તિ આગળ વધી.મોરબીનો  જૂનો અને જાણીતો ઘડિયાળ ઉદ્યોગમાં વિશેષ કરવાના કામમાં લાગી ગયા. નાના પાયે થયેલું કાર્ય ધીરે ધીરે એમની આગવી સુઝ અને અનુસાશન યુકત કાર્ય ,પરિવાર જનો અને અન્ય સમકક્ષ મિત્રોનો સહયોગ લઇ દિવાલ ઘડિયાળમાં એક નામ બન્યું . “અજંતા “ એક બ્રાન્ડ બની .તેઓ પોતાના કુટુંબ ,ગામ પરિવાર અને જ્ઞાતિથી ઉપર ઉઠીને સમાજ માટે ઘણા બધા એવા કામ કર્યા કે જે પ્રેરણા લઇ યાદ કરવા જેવા છે.

       તેઓ શ્રી એ પોતાના ઘડિયાળ ના કારખાનામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને બહેનોને કામ કરવા માટે પ્રેરણા આપી ,બહેનોમાં રહેલી સ્કિલને ઝીણવટભર્યા કામની આવડતને  એમણે ઉદ્યોગ સાથે જોડી .એટલું જ નહીં પરંતુ ગરીબ પરિવાર અને બહેનોને આર્થિક કમાણી સાથે પોતાના ભાવિ જીવનની તૈયારી કરવામાં ખૂબ ઉપયોગી થયા .જીવનના અનેક પ્રસંગોએ પોતાના ઉદ્યોગ તરફથી એમને અપાતી ભેટો દીકરીઓનું ભાવિ જીવન સ્વાવલંબી થવા પ્રેરક રહયા.ડ્રાઇવીંગથી માંડીને સુપરવાઇઝર સુધીના કામો માટે બહેનોને તૈયાર કર સ્ત્રી સશક્તિકરણ ની મશાલ જગાડી.

        મોરબીમાં જ્યારે સ્વાસ્થ્ય માટે એક કોઈ એક ચેરીટેબલ ટ્રસ્ટની જરૂર હતી .મોરબીના સદભાવના પરિવાર દ્વારા બનાવવામાં આવેલી ટ્રસ્ટના આ કાર્યમાં અમારો પતિ પત્નીનો 1988 માં પ્રવેશ થયો .નાની હોસ્પિટલની કામગીરી અને ટ્રસ્ટના કામને વધારવા માટે નવા ટ્રસ્ટીઓમાં ઓ.આર પટેલ જોડાયા .સરકારની મદદ, મ્યુનિસિપાલિટી દ્વારા અપાયેલ જમીન , તેમના દાન અને વિઝનના કારણે હાલમાં સ્થિત મોરબીની સદભાવના હોસ્પિટલ નું નિર્માણ ૧૯૯૨ માં થયુ .આ કામના શરુઆતના પાંચ વર્ષ અમે જોડાયેલ રહ્યા.આજે આ હોસ્પીટલ મોરબીની આસપાસના અનેક લોકોના સ્વાસ્થ્ય માટે કામ કરી રહી છે . તેને વિકસાવવા માટે પોતાના દ્વારા આર્થિક અને પોતાના મિત્રો સહયોગી નો સાથ લઇને કામ ઉભુ કર્યુ હતુ. પૂજય ઓ આર પટેલ સાહેબને આપણે યાદ કરવા જોઈએ સ્વાસ્થ્યનું આ કામ સ્વથી ઉપર ઉઠી સમાજ માટે સૌને ઉપયોગી થાય તેવી સામાજીક સંસ્થા આપી.

        મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારના પરિવારોમાંથી બહેનોના શિક્ષણ માટેની એક ખૂબ જરૂરિયાત લોકોએ અનુભવી .મોરબીના જયરાજભાઇ પટેલ અને અનેક એવા શિક્ષણના કામને વરેલા મહાનુભાવો સાથે મોરબીમાં કન્યા છાત્રાલય અને સાથેના વિદ્યાલય અને કોલેજ જેવી વિદ્યામંદિર ઉભા કર્યા. આજે સમાજની જુદી જુદી બહેનો પોતે અભ્યાસ કરીને પગભર થઈ રહી છે અને વિવિધ ક્ષેત્રોની અંદર ખૂબ આગળ પડતા સ્થાન માં રહી અગ્રેસર ભાગ ભજવ્યો છે એ પણ એમના એક ચિંતન અને દૃષ્ટિને આભારી છે.

         પોતે હંમેશા સ્વદેશી વસ્તુઓનો આગ્રહ કરતાં .તેમને એક બીડી નું વ્યસન હતુ, પરંતુ એ બીડી પણ સ્વદેશી રાખતા. પર્યાવરણની રક્ષા માટે અને જળ સંધારણ માટે પાણી બચાવવુ જોઈએ એ માટે જ મોરબી અને આસપાસના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ચેકડેમ દ્વારી પાણીને રોકવા માટેના કામમાં તેઓ ખૂબ આગળ પડતા રહ્યા .એમને બનાવેલા ઓરપેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારની સહાયથી ઘણા ચેકડેમ બનાવી સંગ્રહિત પાણી જે આજુબાજુની ખેતીમાં ખૂબ જ ઉપયોગી થાય તે કામના રાહબર રહ્યા. 

     તેઓ સામાજિક સંસ્થાઓમાં પોતાને કિંમતી સમય આપતા હતા .રાષ્ટ્રની ચિંતા હંમેશા તેમની વાતોમાં જોવા મળતી.એમનુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અને અન્ય રાષ્ટ્રીય ધાર્મિક કામોમાં એમનુ યોગદાન રહ્યું, સંઘના વિજયાદશમી ઉત્સવમાં અતિથિ તરીકે આવવુ અને પૂ ગુરુજી જન્મ શતાબ્દી વર્ષના કાર્યક્રમની પ્રાંતની સ્વાગત સમિતિમાં જોડાવું આમ એક રાષ્ટ્ર પ્રેમની અભિવ્યક્તિ અનેક સમયે જોવા મળેલ .તેઓ સંઘના કાર્યની હંમેશા પૂછપરછ કરતા રહેતા .મારી સંઘમાં રહેલી જવાબદારીની તેઓ ચિંતા કરતા .સદભાવના હોસ્પિટલની મારી સર્જનની જવાબદારી દરમિયાન 1992 ની કાર સેવા માટે અયોધ્યા જવાનું થયું ત્યારે એમની પાસે રજા લેવા ગયા .તેમણે પિતા તુલ્ય ચિંતા કરી અને સુરક્ષા બાબતની સૂચનાઓ આપી અને રજા આપી હતી. ઘરના માતા-પિતાને મળવા જવાનું સમય નહોતો મળી શક્યો પરંતુ ઓ આર પટેલ સાહેબની વાતો એ પરિવારના વડીલ સમાન હતી.

   તેમની ઉંમરના ૭૫ વર્ષ નિમિતે તેમની હાજરીમાં ચાંચાપર ગામમા ૨૦૦૦ ની સાલમાં આરોગ્ય મેળા સાથે તેમના વજન જેટલું રક્તદાન કરવાનો નાનો પ્રયત્ન મોરબી IMA ડોકટરો કર્યો હતો. 

         સાહેબના રાષ્ટ્રીય અને ધર્મના સંસ્કારો તેમના પરિવારજનોમાં ઉતર્યા છે . અનેક ધાર્મિક ,સામાજિક અને રાષ્ટ્રીય કાર્યોની અંદર એમનો દાનનો પ્રવાહ અને સમયની મદદ મળતી રહે છે . ઓ. આર. પટેલની પુણ્યતિથિ નિમિત્તે અહીંના સ્થાનિક બધા કાર્યકર્તાઓ એ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ કર્યો જે સંખ્યાની દૃષ્ટિએ દુનિયાનો રેકોર્ડ બન્યો .આ સમાજની એમના પ્રત્યેની લાગણી દર્શાવે છે .આવા અનેક કામો દ્વારા એમનો પરિવાર અને સમાજ તેમને યાદ કરતો રહે એ જ અભ્યર્થના. 



Monday, July 31, 2023

Nalinbhai suchak Janma din Subhkamna





🌹🌹જન્મદિન શુભકામનાઓ 🌹🌹
આજે નલીનભાઈ સૂચક નો જન્મદિવસ છે .નવીનભાઈ સૂચક એટલે આ જન્મ કલાના સાધક .અમારા ભૂતપૂર્વ ચિત્રકામના શિક્ષક .પરંતુ અભૂતપૂર્વ શિક્ષક .મારો હાઈસ્કૂલનો અભ્યાસ વાંકાનેરમાં શ્રી અમરસિંહજી હાઈસ્કૂલમાં થયો. અમરસિંહજી હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક દેપાળા સાહેબ હતા તેમના નિવૃત્ત થયા પછી નલીનભાઈ સૂચક ચિત્ર શિક્ષક તરીકે આવ્યા .ધોરણ 8 ,9 અને 10 દરમ્યાન ચિત્ર વિષયમાં અમારા ખંડમાં પિરિયડ લેવા આવતા .મને નાનપણથી ચિત્ર કરવાનો શોખ. સૂચક સાહેબ આવા અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને રાહબર રહ્યા .હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન બંને પરીક્ષાઓ ડ્રોઈંગની Elimentary અને intermediate એમના માર્ગદર્શનમાં આપેલ. વર્ગ દરમ્યાન તેઓ મજા કરતા ચિત્ર શીખવે. કોઈને બોલાવીને કહે કે કાળા પાટિયા પર ગમે તેમ ગોટાળો વાલી કૃતિ કરો તો તેમાંથી ફેરફાર ઉમેરી ચિત્ર બનાવે. મે એક વાર આખા પાટિયા પર ગોળ ગોળ લીટા કર્યાં તો તેમને તે ગોળ લીટાને અંબોડા વાલી સ્ત્રીનું મોઢું બનાવી દીધું.પરીક્ષાની પૂર્વ તૈયારીમાં સાંજની હાઈસ્કૂલના ક્લાસ છૂટયા પછી એક કલાક વિશેષ ડ્રોઈંગ ના ક્લાસીસ લેતા અને મોટાભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા .
            વાકાનેર સ્કુલ સાથે નાતો તેમનો વર્ષો સુધી રહ્યો.જે અમારી પ્રેરણાદાતા સ્કૂલ હતી .અમે થોડાક મિત્રો ડ્રોઈંગના વધુ શોખીન એટલે અમને ઘરે બોલાવે .રફ કાગળની સ્કેચબૂક બનાવવાની અને જાતજાતના ચિત્રો દોરવાની ટેવ પાડે .આ સમય દરમિયાન ભાભી એમને ચા અને નાસ્તો પણ કરાવે. હાઇસ્કુલ છોડી મોરબીમાં હાયર સેકન્ડરી અભ્યાસ અને ત્યારબાદ મેડિકલના અભ્યાસ દરમિયાન મારો થોડો ડ્રોઈંગનો મહાવરો ઓછો થયો .છતાં કોલેજમાં રંગોળીની સ્પર્ધા કે ક્યારેક ડ્રોઈંગની સ્પર્ધામાં નંબર લાવવામાં સૂચક સાહેબનું ભૂતકાળમાં રહેલું માર્ગદર્શન ઉપયોગી થતું.. ઓલ ઇન્ડિયા ઇન્ટર મેડિકલ યુથ ફેસ્ટિવલ પુનામાં યોજાયેલ ત્યાં મારા એક પેન્સિલ ચિત્રને પ્રથમ ઇનામ મળેલું.                         
      વાંકાનેર છોડીને તેઓ  કર્ણાવતી ગયા ત્યાં સીએન ફાઇન આર્ટસ કોલેજમાં જોડાયા. સતત અભ્યાસુ જીવ ,નવા નવા સાધનો ,માધ્યમો દ્વારા નવી નવી પ્રકારની ચિત્રની સાધના ચાલુ રહે .જે આજે પણ અવિરત ચાલુ છે. કોઈપણ નવી વસ્તુઓને - મીડીયમ ને શીખવું અને શીખવાડવું એટલું જ નહીં પરંતુ આજકાલના ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં પણ નવી પેઢીને સતત પ્રશિક્ષણ આપતા રહે .એમનો દીકરો અંકુર પણ પિતાના પગલે સારો કલાકાર બન્યો છે .વાંકાનેર છોડીને ગયા પરંતુ વાંકાનેર અને રાજકોટ હજુ પણ વર્ષમાં અવારનવાર આવે. થોડા દિવસ રોકાય .રેસકોર્સમાં ફરવા જાય. 
            નવી પેઢીના બાળકોને ડ્રોઈંગ શીખવવા સવાર સાંજ ક્લાસીસ પણ ચલાવે .આ ક્લાસીસ પણ પ્રકૃતિ દત્ત બગીચાઓમાં ત્યાં પાણીના ઝરણા પાસે કે તળાવ પાસે રાખે. નવા નવા માધ્યમો નો ઉપયોગ કરતા શીખડાવે .એવા અનેક મિત્રોના અંગત પ્રસંગોમાં પણ સૂચક સાહેબની હાજરી અવશ્ય હોય .ઘણા વર્ષ પહેલાં તેમના એક સગાના ઓપરેશન દરમિયાન મારા ઘરે આવવાનું થયું તો મારી દીકરી નાની ભૂમિનું સરસ  ચિત્ર બનાવીને મોકલેલ. પ્રણવ ના PPT presentation ની સ્લાઇડ માટે ચિત્રો બનાવી આપેલ.
              અમારા દીકરા પ્રણવ અને દીકરી ભૂમિના લગ્ન પ્રસંગે તેઓ હાજર રહયા એટલું જ નહીં પરંતુ દંપતીના સુંદર મજાના રંગીન ચિત્રો બનાવીને ભેટમાં આપ્યા .પોતાની ચિત્રના કૃતિઓ સાથે કાવ્યની પંક્તિઓ જોડવી ,લોકોની પંક્તિઓને આવકારવી ,કવિઓ લેખકો અને જાણીતા લોકો સાથે ગપસપ કરવી એમને ગમે. પિતા તથા પુત્ર અનેક પુસ્તકોના તથા વિશેષ અંકો ના ચિત્રો બનાવે, પૂ પદ્મભૂષણ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદવિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ ના ખાસ પ્રિય અને તેમના અનેક પુસ્તકો ના ચિત્ર તેમને બનાવેલ.કર્ણાવતીમાં પણ એમના ઘરે જઈને સત્સંગ કરવાનો લહાવો મળેલ .સુંદર પુસ્તકો પણ તેમની પાસે આવે તો વાંચવા બીજાને આપે. 

            આમ નલીનભાઈ સૂચક ચિત્રકલાના આજીવન શિક્ષક હોવા છતાં અનેક વિષયોના રસીલા  રહ્યા. કોઈ વ્યક્તિ ની ઉંમર વધે છે પરંતુ પોતાના શોખમાં આજીવન યુવાન રહે એવા લોકોમાં નલીનભાઈ સૂચકની ગણતરી કરવી પડે. આવા નલીનભાઈ ને તેમના આજે જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના, અભિનંદન, વંદન ,

 

Saturday, July 29, 2023

સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા ને શ્રધ્ધાંજલી




 સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા એટલે વાંકાનેર ના પનોતા પુત્ર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખૂબ જૂના અને વરિષ્ઠ સ્વયંસેવક,જેમણે શિક્ષણ અને સ્વાસ્થ્યના વિષયો સાથે વાંકાનેર અને આજુબાજુના પંથકની પ્રજા માટે અનેક સેવાના પ્રકલ્પો ઊભા કર્યા .મોડાસા થી વાંકાનેર આવી વાંકાનેરમાં તાજેતરમાં શરૂ થયેલી કોમર્સ અને આર્ટસ કોલેજમાં સ્વર્ગસ્થ વણીકરજી સાથે રહીને કોલેજનું સુકાન સંભાળ્યું .ત્યારથી માંડીને અત્યાર સુધીની વાંકાનેરમાં શિશુ મંદિર, હાઈસ્કૂલ ,મહિલાઓ માટેની અલગ હાઇસ્કુલ ,વિવિધ વિષયોની કોલેજ, મહિલા કોલેજ જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવામાં તનતોડ મહેનત કરી.
         શિક્ષણ જગતમાં સંસ્થાઓ ઉભી કરવી, યોગ્ય પ્રાધ્યાપક અને આચાર્ય શોધવા, નિમણૂક કરવી તેમનું પ્રશિક્ષણ કરવું, વિદ્યાર્થીઓમાં અનુશાસન નિર્માણ કરવું ,પારિવારિક વાતાવરણ ઊભું કરવું અને સ્થાનિક અને વાંકાનેરના વતની દાતાઓને આ બધી સંસ્થાઓ સાથે જોડવા એ એમનો જીવન યજ્ઞ રહ્યો. વિદ્યાર્થીઓને હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા. તેમણે વાવેલા શિક્ષણ સંસ્થાઓના બીજ આજે વટ વૃક્ષ બન્યા છે .શરૂઆતના છોડ ઉછેરમાં પડતી મુશ્કેલી અમે નજરે જોઈ છે અને એવા અનેક કામોમાં સાહેબની સાથે સહભાગી થયા છીએ.
      રાજકીય ક્ષેત્રમાં વર્ષોથી વાંકાનેરમાં ચાલતી એક જ પ્રવાહની રાજકીય ગતિવિધિમાં ભારતીય વિચાર  વાળા રાજકીય પ્રવૃતિના બીજ વાવવાનો યશભાગ તેમના ભાગે જાય છે .આ વિચારસરણીના છોડ આજે મહાકાય વૃક્ષ બન્યા, જેનો ફળ, ફૂલ ,પત્ર અને પુષ્પ સ્થાનિક પ્રજાજ નહીં પરંતુ અનેક કાર્યકર્તાઓ પણ લયીને આજે  સમાજના વિવિધ ક્ષેત્રોમાં આગળ આવ્યા છે .અને અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને નિભાવવા જઈ રહ્યા છે.
     સમાજ જીવનમાં આવતી પરીક્ષાઓમાં પોતાના વ્યક્તિગત સુખ દુઃખ ભૂલીને સમાજ કાર્ય માટે, રાષ્ટ્રની યોગ્ય દિશા માટે સહન કરવાનો સમય આવે ત્યારે હિંમતથી આગળ ઊભા રહેવું તેમની પાસેથી શીખવું પડે.લલિતભાઈ પોતે કાળ રાત્રી જેવી ઇમરજન્સી કટોકટી વેળાએ અનેક લોકોની સાથે ઇન્દિરા ગાંધીની સરકારે મિશા અંતર્ગત જેલમાં નાખ્યા ત્યારે આ મિશા યાત્રામાં પણ ગયા. મિશા વાસીઓમાં હિંમત આપવાનું  કાર્ય કર્યું. તેમના પત્ની ઇન્દુબેને આવા કપરા સમયમાં પરિવારને હિંમતપૂર્વક જાળવીને બીજાને પણ હિંમત આપી. રાષ્ટ્રહિત ખાતર વ્યક્તિગત દુઃખોને ભૂલી જવાની માનસિકતા આ પરિવારે અન્યને પણ આપી.

       સંઘના સ્વયંસેવક અને કાર્યકર્તા હોવાના નાતે તેમણે સંઘ અને વિવિધ ક્ષેત્રમાં અનેક જવાબદારીઓ નિભાવી.મારી સંઘની શાખામાં જવાનું થયું ત્યારે જીનપરા સાયમ શાખામાં હું બાલ ગણ શિક્ષક હતો. ત્યારે તેમના ભાગે  વિસ્તાર કાર્યવાની જવાબદારીહતી . અમને અમારી શાખામાં એમના પ્રવાસનો લાભ મળતો એમને પ્રણામ કરવા જવાના મને અનેક વાર લાભ મળેલ. એ બાલ સ્વયંસેવક માંથી આજે હું જ્યારે ક્ષેત્ર સંઘચાલકના દાયિત્વ સાથે કામ કરૂ છું ત્યારે મને જ્યારે મળે  ત્યારે એક જૂના શિશુ કે બાલ સ્વયંસેવક નહીં પરંતુ એક માનનીય સંઘચાલકની સાથેની  વાત કરવાનો એમનો સ્વભાવ એ એક તેમની આગવી પ્રેરણા સ્પદ પદ્ધતિ બધાને માર્ગદર્શક છે. સંઘની શાખાનો નાનો પણ કાર્યક્રમ હોય તો એમાં ઉપસ્થિત રહેવુ, વાંકાનેરમાં વાર્ષિક  સમૂહ ભોજનમાં એમની ઉપસ્થિતિ હંમેશા હોય. જેમ સંઘની શાખામાં દૈનંદિન શાખાનો આગ્રહ તેમ તેમણે જીવનમાં પોતાની સાથે સંકળાયેલ બધી જ સંસ્થાઓમાં, શરીર કામ આપે કે ના આપે હાજર રહેવાની એક પદ્ધતિ નિર્માણ કરેલી .રાજકોટના વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સિલ્વર જ્યુબિલી ફંક્શન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ  માનનીય દત્તાત્રેય હોસબોલેને મળવા માટે એમનો સમય લેવા માટે પોતે શરીર કામ ન આપે તો પણ ગાંધીધામ સુધી વ્યક્તિગત પહોંચ્યા અને પોતાનો વિષયની વાત કરેલી એનો હું સાક્ષી છું.
       આજના સમયમાં રાજકીય ક્ષેત્રમાં કામ કરતા અનેક લોકોએ સ્વર્ગસ્થ લલિતભાઈ પાસેથી અનેક વાતો શીખવાની છે. પોતાના વિચાર વિરુદ્ધના પક્ષમાં કામ કરતા લોકો સાથે પણ મિત્ર જેવો ઘરોબો  રાખવો ,એટલું જ નહીં પરંતુ સમાજ જીવનના કામોમાં બધાને સાથે લઈને ચાલવું એ એમના જીવનનો મંત્ર રહ્યો .રાજ્ય સભાના સક્રિય સાંસદ રહીને બાજપાઈજીના સમયમાં કામ કર્યું. ત્યારે અનેક લાભો પોતાના મતવિસ્તારના અને સમાજ માટેના તેમને લાવી આપ્યા. સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ નિયમ , કાનુન ,કાયદા અને પ્રજાહિત માટેની વિગતોને શોધવી, તેને લોકો સુધી પહોંચાડવા માટેનો ખંતપૂર્વક પ્રયત્ન કરવો અને એમાં સફળ થવું એ એમનો જીવન આદર્શ રહયો  .
       વાંકાનેર ની આસપાસ શિક્ષણ સ્વાસ્થ્ય અને જીવ દયા ની અનેક સંસ્થાઓને નિર્માણ કરવામાં વાંકાનેરના વતની એવા અનેક દાતાઓ ને શોધવાનું કામ લલીતભાઈએ કર્યું. સમાજ જીવનમાં ભામાશા અને કર્ણ અનેક હોય છે પરંતુ એમની લાગણીને જગાડવી ,પોતાના વતન સાથે જોડવા પ્રોત્સાહન આપવું અને તેમને આપેલા દાન બરાબર સમાજમાં ઊગી નીકળે એ માટેનો એમનો આદર્શ પ્રયત્ન રહ્યો .શિક્ષણ અને સ્વાસ્થ્ય એમના મનગમતા વિષય હતા. મુંબઈમાં એક ચાલીમાં રહેતા જૈન પરિવારને મળવાનું થયું ત્યારે એમની સ્થિતિ જોતા એમ ન કહી શકાય કે એમણે વાંકાનેર માટે દાન કર્યું હશે .પરંતુ તેમની અંગત વાતોમાંથી જાણવા મળ્યું કે લલીતભાઈ ની વાતોથી પ્રેરણા પામીને પોતાનાથી શકય એટલી નાની પણ મદદ વાંકાનેર માટે કરી હતી.
      પોતે એક સારા લેખક પણ ખરા .અવારનવાર રાષ્ટ્ર ,પ્રજા, દેશભક્તિ અને આર્થિક વિષયોને લઈને લેખો પણ લખતા ,સંઘ વિચારના સાધના જેવા સાપ્તાહિકોમાં તેની અનેક વાર આવી વિગતો છપાતી. નાની નાની વાતોમાં પણ રસ લઈને બધાને માર્ગદર્શન આપતા. મને યાદ આવે છે 1978 નું વર્ષ આંતરરાષ્ટ્રીય બાલ વર્ષ હતું એ દરમિયાન વાંકાનેરની તાલુકા શાળા નંબર એકમાં બાળકોના વિષયને લગતું એક નાનું એવું પ્રદર્શન તૈયાર કરવાની જવાબદારી અમને મળેલ ત્યારે મારી સાથે લલીતભાઈના દીકરી બેના અને એક આયુર્વેદિક ડોક્ટર પનારા ની પુત્રી પણ સાથે જોડાઈ હતી .નાનું પણ આકર્ષક પ્રદર્શન બનાવવામાં એમનું માર્ગદર્શન મળ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં લોકોને જોડવા અને એની સાર સંભાળ રાખવી એમનો ક્રમ હતો.મારા કોલેજના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી  પરિષદના અધિવેશનમાં જવા માટે વાંકાનેરના  ટીમ મોકલી ત્યારે બધી સાર સંભાળ એમને રાખી હતી .આમ ફક્ત રાજકીય ક્ષેત્રને જ નહિ પરંતુ સમાજ જીવનમાં કામ કરતા બધા જ સંઘ અને વિવિધ ક્ષેત્ર અને સામાજિક સંસ્થાઓને એમણે એક હુંફ પુરી પાડી હતી.
         જીવ દયા નો એમનો અભિગમ અનેક જૈન અને  જૈનેતર  સંસ્થાઓને. સામાજિક .પશુ,પક્ષી અને સેવાના કામોમાં જોડયા હતા. જૈન ધર્મના સિદ્ધાંતો અને સંઘના એક સંનિષ્ઠ સ્વયંસેવકના નાતે હિન્દુત્વના સિદ્ધાંતોનો સાથે સહયોગ કરીને અનેક લોકોને એમણે રાષ્ટ્ર કાર્યમાં જોડ્યા હતા.
        મારા વ્યક્તિગત જીવનના સંભારણાઓને યાદ કરું તો મારા લગ્ન 22 મે 1987 ની સાલમાં મુંબઈના પારલામાં વિશ્વકર્મા બાગમાં થયેલા .એ સમયે ફક્ત 20 વ્યક્તિઓ જાનમાં અમે ગયા હતા .પરંતુ માન. લલીતભાઈ પણ પોતાનો અન્ય કામ જોડીને  મુંબઈ મારા લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં સદભાવના હોસ્પિટલમાં આવ્યા બાદ મારી પોતાની વ્યક્તિગત હોસ્પિટલ જ્યારે ચાલુ કરી ત્યારે ચાર એપ્રિલ 1993 ના રોજ અમારી ભાડેશિયા હોસ્પિટલના ઉદ્ઘાટનમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા .એ દિવસ મહાવીર જયંતિ નો દિવસ હોવા છતાં પણ તેમણે સમયની અનુકૂળતા ગોઠવી હતી.
        પોતાનો શરીર ,ઉંમર થાય અને અન્ય કાર્યકર્તાઓ જ્યારે તૈયાર થઈ જાય ત્યારે અનેક વિષયોમાંથી પોતાની જવાબદારીમાંથી ધીરે ધીરે મુક્તિ મેળવી સહકાર્યકર્તાઓ મુખ્ય કામમાં લાવવા એક સંઘની પદ્ધતિ રહી છે .તેમણે આ માટેનો એક પ્રયત્નની દિશામાં પગલાંઓ ભર્યા હતા. તેમના અન્ય સંસ્થાઓ સાથેના સંસ્મરણો તો અન્ય લોકો કહેશે જ.
      મને લાગે છે કે લલીતભાઈ મહેતાની યાદ એટલે એમણે શરૂ કરેલા તૈયાર કરેલા અને સતત ચાલતા કામોને પોષણ આપે એવી કોઈ યાદો નિર્માણ થાય. અત્યારની ચાલતી અને સંસ્થાઓ જેમાં એમનો સિંહ ભાગ રહ્યો છે એવી કોઈ સંસ્થા સાથે એમનું નામ જોડી શકાય અથવા તેમના પસંદગીના વિષયોનું કોઈ એક નવું કાર્ય તેમની યાદ સાથે શરૂ કરી શકાય. વર્ષના નિશ્ચિત દિવસે એમના વિચારોને વાગોડવા કોઈ એક વ્યાખ્યાન માળા પણ બનાવી શકાય .હું આશા રાખું છું કે એમના પરિવારના સભ્યોને એમણે આપેલા આ રાષ્ટ્ર ભક્તિના અને સમાજ સેવાના સંસ્કારો યુક્ત છેજ, એમના સભ્યો પણ આવી આ સંસ્થાઓમાં સક્રિયતા દાખવે .લલિતભાઈ દેહ સ્વરૂપે નથી, પરંતુ વિચાર ચિંતન અને પ્રેરણાના સ્તોત્ર તરીકે હર હંમેશ આપણી વચ્ચે ઉપસ્થિત રહેશેજ . અસ્તુ.

જયા માસી અને સવજી માસા

જયા માસી અને સવજી માસા ને અમે મોટા માસી અને મોટા માસા તરીકે ઓળખતા .જયા માસી એટલે મારી બા ચંપાબેન ના ભાઈ બહેનોમાં સૌથી મોટા બેન .અમે સમજણા થયા ત્યારથી વડીલોમાં આદર્શ ગણી શકાય એવા અનેક વ્યક્તિઓમાં અમારા દાદીમાં એટલે કે રંભાબેન અને મોસાળ પક્ષમાં આ માસા યાદ આવે .તેઓનું એક શબ્દ ચિત્ર વર્ષાભાભીએ દોર્યું છે .તેમાં અનેક રંગો પૂરી શકાય એવા છે .માસા એટલે બાળકોના ખાસ મિત્ર .જ્યાં જાય ત્યારે તેમના સફેદ ઝભ્ભાના મોટા ખિસ્સામાં સિંગ ચણા ચોકલેટ હોય જ .બાળકોને બોલાવે અને એમાંથી ભાગ આપે .એટલે અમે નાના હતા ત્યારે માસા આવે એટલે ભાગ આવે એવી એક સુંદર ચિત્ર અમારા મનમાં રહેલુ .વડીલો માટે સોપારી અને સૂડી પણ એમના ગજવામાં મળી આવે .વાંકાનેરમાં જૂની વીજળીની કંપનીનો એક કારભાર તેમણે ખૂબ વર્ષો સુધી સંભાળ્યો. જેને અમે સાલે ભાઈની કંપની કહેતા. જેના દ્વારા જીઇબી શરૂ થયા પહેલા વાંકાનેરમાં રસ્તાની શેરી ની લાઈટો થતી અને તેના જનરેટરને ચલાવવું સંભાળવું એવું અગત્યનો કામ તેઓ સંભાળે .એમના વાંકાનેર ના નિવાસ દરમિયાન જ મારી બા અને બાપુજી ની સગાઈ થઈ હતી એટલે અમારા પરિવારને  તેમનો એક મહત્તમ ફાળો હતો .વાંકાનેર થી રાજકોટ ગયા પછી પણ વાંકાનેર નો એમનો નાતો કાયમ રહેતો.વાંકાનેર આવવું અને જડેશ્વર મંદિરે શંકર ભગવાનના દર્શન કરવા જવું. શ્રાવણ મહિનાના બધા સોમવારે આવવાનો પ્રયત્ન કરતા .જડેશ્વર મહાદેવના ત્યાંથી પ્રસાદ લેવો અને વળતી વખતે વાંકાનેર ના મિત્ર લુહાર ના કારખાને મળવું ઘણીવાર એમના પૂરી શાક ખાવા એ એમનો ક્રમ રહ્યો. તેઓની પાસે એક નાની કાર હતી તેને મેં માણકી ગાડી કહેતા .તેમાં બેસવું એક લાહવો હતો. એ સમયમાં એ ગાડી લઈને આવે અને મારી શેરીમાં એ ગાડી ઉભી રહે એટલે અમારી છાતી ગજગજ ફુલી જતી કે અમારી ઘરે કોઈ એક કારવાલા મહેમાન આવ્યા છે. નાના સાથે નાની વાતો મોટા સાથે મોટી વાતો કરે.મને યાદ છે એ પ્રમાણે તેમણે કદાચ આફ્રિકામાં પણ થોડો સમય કામ કરવા માટે ગયા હતા. બહુ જ વ્યવહારૂ, સ્વભાવના શાંત, નિર્મળ છતાં સ્પષ્ટ વક્તા . ભાભીએ વર્ણન કર્યા મુજબ તેમણે વિકસાવેલી વેવાઈની દ્રાક્ષની વાડીનો લાભ અમે પણ લીધેલો .મારી અને પૂર્ણિમાની સગાઈ થઈ ત્યારે પ્રથમ વખત તેમના ઘરે પગે લાગવા ગયા ત્યારે હસતા હસતા પૂછ્યું હતું સાથે ભણતી છોકરી છે કે ?મે કહેલ નહીં ,એ તો પારિવારિક ગોઠવણથી જ અમારી સગાઈ થઈ છે .એમના પરિવારના બધા જ પુત્ર પુત્રીઓના સંસ્કાર ,સ્વભાવ અને શિક્ષણ માટે માસાને યશ આપવો પડે. પરંતુ  તેમના કુટુંબના ઉછેર પાછળ ધીમા ,મીઠા અને અંગ્રેજીમાં કહેવાય કે સોફ્ટ સ્પોકન માસી નોંખુબ મોટો ભાગ છે.તેઓ એટલા સ્વભાવે મીઠા કે ડાયાબિટીસને પણ ત્યાં રહેવાની ઈચ્છા થઈ ગઈ હતી. આજે માસા માસીના ઘરે થયેલ અને  ભાગવત સપ્તાહ કે જેમાં સાત દિવસ રહેવાનું નાનપણમાં મને લાભ મળ્યો હતો યાદ આવે.તેમનું મિલપરા નું ઘર , સિંદુરિયાની ખાઈ પાછળ ડિલક્ષ ટોકીઝ પાસે નું ઘર અને પછી પુત્રો એ બનાવેલા પોત પોતાના મકાન માં પણ મારે જવાનું મળવાનું અનેક વખત થાય ત્યારે આ બધી યાદો સ્મરણ માં આવે. આજે માસા માસીની આ યાદ વર્ષા ભાભી એ યાદ કરાવી આપી અને મને થયુ કે હું પણ થોડુ કહી દઉં .આ એમનો સ્વભાવ એમના પરિવારમાં ઉતર્યો છે એમ કહું તો અતિશયોક્તિ નથી .જય શ્રી કૃષ્ણ 

 

Friday, July 28, 2023

વૃક્ષો આપણા મિત્રો


 વૃક્ષો આપણા મિત્રો

_____________

કવિએ કહ્યું છે કે

" સરોવર તરુવર સંતજન ઔર ચોથા વરસે મેહ

પરમાર્થ ને કારણે ચારુ ધરીયા દેહ"

આવા વૃક્ષો આપણા મિત્ર છે ,કારણ કે અંગ્રેજીમાં કહ્યું છે કે  Frined in need is friend  indeed . વૃક્ષો મિત્રોની જેમ દુઃખમાં મદદ કરવામાં આગળ અને સુખમાં વળતર લેવામાં પાછળ રહે છે.

*સૌથી અગત્યનુ મિત્ર તરીકેનું વૃક્ષોનું કામ જીવનદાતા તરીકેનું છે .આપણા ઉચ્છવાસ દ્વારા ઉત્પન્ન થતા અંગારવાયું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને વાતાવરણમાંથી દૂર કરી આપણને પ્રાણ વાયુ એટલે કે ઓક્સિજન આપે છે. પર્યાવરણની સુરક્ષા કરતો આવો મિત્ર બીજે ક્યાં મળે?

* બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં શિતળતા લાવે છે. એટલું જ નહીં વરસાદ અને મેઘરાજાને પણ ખેંચી લાવે છે .ધરતી માતાને તરબોળ કરે છે .એટલે જ આફ્રિકાના જંગલોમાં અને આસામ વગેરે ચેરાપુંજીના વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે.

*આપણા જીવનને ટકાવવા માટે ખોરાક ,ફળ, ફૂલ, બીજ તથા મૂળ અનેક પ્રકારની વસ્તુઓ વૃક્ષો જ આપે છે. શાકાહારી માટે તો આ જીવનદાતા મિત્ર છે. સાથે સાથે જુદી જુદી દવા ઔષધીઓ માટે પણ વૃક્ષો આપણને ખૂબ જ ઉપયોગી છે.

*વૃક્ષો દ્વારા મળતું લાકડું રહેઠાણ ફર્નિચર બળતણ જેવી અનેક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે .ગુંદર અને કાગળ પણ વૃક્ષમાંથી જ બને છે ને!

*વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે . જમીનને રેગિસ્તાન બનતા અટકાવે છે .અને જળ ચક્ર માં મદદ કરે છે. પાણીને જમીનમાં ઉતારી જમીનનો જળસ્તર  ઊંચું લાવવામાં મદદ કરે છે.

       ટીવી જોતા અને વિડીયો ગેમ સામે બેસી રહેતા બાળકોને વૃક્ષો કહે છે" ચાલો મારી સાથે રમવા આવો "તેની ડાળ પરના હીંચકા ,આમલી પીપળીની રમતો અને છાયો બાળકો માટે તો સ્વર્ગ સમાન છે. યુવાનોના દિલોની વાતો પણ વૃક્ષો સાંભળે છે ,તો ઘરડાના વિસામાની વાતો પણ વૃક્ષો સાંભળે છે.

માણસનું રહેઠાણ બનાવવામાં પશુ પંખીને રહેઠાણ પૂરું પાડવામાં વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે .વૃક્ષો ન હોય તો કોયલનો ટહુકાર ક્યાંથી સંભળાય! આપણે પણ બધા વન ભોજન કે અણગો કરવા માટે ક્યાં જઈએ છે ? વૃક્ષો પાસે જ જઈએ છીએ.અરે આપણી અંતિમ ક્રિયા માટે પણ લાકડા વૃક્ષો જ આપે છે.

        આવા વૃક્ષો આપણા મિત્રો છે તેથી આપણા ધર્મમાં વૃક્ષોનું પૂજન થાય છે. પિતૃ માટે પીપળો, શંકર માટે બિલિપત્ર અને બહેનો તો વટ પૂજા વડ ની પૂજા કરે છે .કૃષ્ણએ ગીતામાં કહ્યું છે હું વૃક્ષોમાં પીપળો છું .કદમની ડાળો બોલે છે "શ્રીકૃષ્ણ શરણમ મમ "અને વિજ્ઞાનને  ધર્મ સાથે જોડે છે વૃક્ષો.

         આવા વૃક્ષ મિત્રોને બચાવવાની આપણી પવિત્ર ફરજ છે. વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષોને કપાતાં અટકાવીએ .બહુગુણાજીએ ચિપકો આંદોલન દ્વારા વૃક્ષોને બચાવવા માટેનો ખૂબ કામ કર્યું .રાજસ્થાનના જોધપુર પાસે ખીજડી ગામમાં ખીજડાના વૃક્ષને બતાવવા માટે અમૃતાદેવી અને તેની બહેનપણીઓએ વૃક્ષને કપાતાં અટકાવવા તેને વીટળાઈ અને પોતાનો જીવ આપી દીધો .ત્યાંના રાજાએ તેમને માન આપી વૃક્ષ કાપવાનું બંધ કરાવ્યું . બિશનોઈ જ્ઞાતિ આજે પણ વૃક્ષોમાં દેવ ગણીને પૂજા કરે છે. આપણા જન્મદિવસે આપણે એક નવું વૃક્ષ વાવી  ન શકીએ? પૂજ્ય પાંડુરંગ દાદા ની "છોડમાં રણછોડની વાતને યાદ રાખીએ" વૃક્ષોના વન બનાવી  નૈમિષારણ્ય બનાવીએ. આમ નહિ કરીએ તો  ઓક્સિજનના પડીકા વેચાતા લેવા પડશે.

 વૃક્ષો વગરનું જીવન અધૂરું છે .વૃક્ષોને મિત્રો જીવન સંગાથી છે, જીવનદાન આપનાર દેવતાથી કમ નથી .આવા વૃક્ષોને ફક્ત વંદન નહીં, ઉછેર કરીને વન, ઉપવન અને તપોવન બનાવીએ ,એ જ સાચી કુદરત સાથેની સહજીવનની તપસ્યા છે.

સમાજ પરિવર્તન માં મહિલાઓની ભૂમિકા : રાજકોટ સંપર્ક વિભાગ દ્વારા ગોષ્ઠિ તારીખ ૨૨.૭.૨૩

સમાજ પરિવર્તન માં મહિલાઓની ભૂમિકા : રાજકોટ

સંપર્ક વિભાગ દ્વારા ગોષ્ઠિ તારીખ ૨૨..૨૩

_______

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુરુષોમા કામ કરતું સંગઠન છે.

આજ પ્રકારે મહિલાઓમાં કામ કરનાર રાષ્ટ્ર સેવિકા સમિતિ છે.પરંતુ રાષ્ટ્રીય સંઘના કાર્યના અનેક આસાન અને ગતિવિધીઓમાં  એક આયામછે જે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રમાં કામ કરનાર વિશિષ્ટ લોકોને સંઘના કાર્યની માહિતી આપવી ,સંઘના આવા કામોમાં એમનો સહકાર લેવોઅને તેઓ જે કામ કરતા હોય તેમાં મદદરૂપ થવું અને સંઘની સાચી માહિતી પહોંચાડવી  વિભાગનું નામ સંપર્ક વિભાગ છે . સંપર્ક વિભાગમાંઆવી અનેક વ્યક્તિઓને મળવાનું હોય છે જેમાં સમાજનો એક મોટો ભાગ 50% થી વધારે  મહિલાઓ કેમ બાકી રહી શકે ? મહિલાઓમાંઆવી વિશેષ કામગીરી કરતી વ્યક્તિઓ સાથે સંઘ પુરુષોનું સંગઠન હોવા છતાં પોતાના વિચારોની આપ લે , પ્રકારની સંવાદ અને સંઘનીવિવિધ ગતિઓ જીઓમાં તેમનું જોડાણ કરે છે એટલા માટે આજે રાજકોટ શહેરના સંપર્ક વિભાગ દ્વારા આપ વિશિષ્ટ મહિલાઓ સમાજપરિવર્તનમાં કઈ રીતે ઉપયોગી થાવ છો તે માહિતીનો આદાન-પ્રદાન કરવા અને  વિષયમાં સંઘનો વિચાર આપની સાથે શેર કરવા માટે એકત્રથયા છીએ.

       એમ કહેવાય છે કે પ્રત્યેક સફળ પુરૂષ પાછળ અને સફળ પુરુષોના કાર્ય પાછળ પડે મહિલા હોય છે .શિવાજી મહારાજને હિન્દવી સ્વ રાજ્યમાટે તૈયાર કરનાર માતા જીજાબાઇ હતા .સંઘની સમાંતર મહિલાઓના સંગઠનનું કામ શરૂ કરનાર લક્ષ્મીબાઈ કેલકર  મૌસીજી હતાએક વિચાર ,એક  પદ્ધતિ અને રેલવેના પાટાની જેમ સમાંતર કાર્ય મહિલાઓ માટે  એટલે સેવિકા સમિતિ નુ કામ.એમને કહયુ 

આપણા સમાજની 50% ભાગ મહિલા છે તેમનો સમાજ પરિવર્તનના કાર્યમાં યશસ્વી ભાગીદારી છે તેમની ભાગીદારી વગર સમાજ જીવનનાબધા  કામો સો ટકા સંભવ નથી.

આપ શ્રી બધા  માતા ભગિની પાસે માતૃશક્તિ છે .આપ શક્તિ સ્વરૂપે છો ,આદરણીય છો , પૂજનીય છો એટલા માટે  કહેવાયું છે યત્રનાર્યસ્તુ પૂજ્યતે , રમન્તે તત્ર દેવતા હા .પરંતુ મહિલાઓને ફક્ત પૂજાના સ્થાન ઉપર બેસાડવાથી ચાલશે નહીં .સમાજ પરિવર્તનના કામમાં પુરુષોનીસાથે ખભેખભા મિલાવીનેઘણીવાર અગ્રસર થઈને પણ કામ કરવાની અપેક્ષા છે

      સ્વામી વિવેકાનંદને એક પત્રકારે પ્રશ્ન કરેલ કે મહિલાઓની સ્થિતિ અને એની અપેક્ષા અને સમસ્યા માટે આપનું શું કહેવું છે ,ત્યારે એનોજવાબ હતો ભારતની મહિલાઓની પશ્ચિમના જગત સાથે કોઈ તુલના  કરવી જોઈએ .સમાજમાં મર્યાદા વિકૃતિ અવશ્ય હોઈ શકે ,પરંતુ મહિલાપોતે  સક્ષમ છે અને પોતાનો રસ્તો અને અનુકૂળતા જાતે કરી શકે છે .અશ્વમેઘ યજ્ઞમાં પણ રામને સીતા  મળતા એમની પ્રતિકૃતિ રાખવી પડીહતીતમિલ કવિ સુબ્રહ્મણીયમ ભારતીય એમના કાવ્યોમાં કહ્યું કે “માં ભારતીની ગુલામી ની જંજીરો આપણે તોડવી જોઈએ એવું  કહેતા , હે માંતુ અમારી મુશ્કેલીઓ દૂર કરવા અમારી પર દયા લાવીને તારી શક્તિ દેખાડ અને  જંજીરો તોડીને સંસાર બદલી નાખ “ છે મહિલાઓનીશક્તિ.

      રાષ્ટ્ર સેવિકા સમિતિ શરૂ કરનાર મૌસીજી કહેતા સમાજ પરિવર્તનના કાર્યમાં સ્ત્રી સારથી છે ,ગતિ અને દિશા સારથીના હાથમાં હોય છે.રાષ્ટ્ર માટે સમાજ પરિવર્તનની દિશાની  આધાર શક્તિ છે .મહિલાઓ પાસે  શ્રેષ્ઠ માતૃત્વ જેનું ઉદાહરણ જીજા માતા ,શ્રેષ્ઠ નેતૃત્વ જેનુંઉદાહરણ રાણી અહલ્યાબાઇ  અને શ્રેષ્ઠ કતૃત્વ એનું ઉદાહરણ વીરાંગના લક્ષ્મીબાઈ છે .હિન્દી કવિ     ને કહ્યું હતું કે તમારામાં ગુણો સારા છે , પરંતુ શૃંગારને બદલે સમાજને માટે અને ભગવાન માટે કામ કરો , કવિનુ માનસ બદલી નાખ્યુ.મહિલાની વિશેષતા  છે પોતાનું સ્વયંનુપરિવાર-બાળકો અને વડીલોની ધ્યાન રાખતા રાખતા સમાજ માટે કામ કરે છે .બીજાનો વિચાર પહેલા કરે છે .મંદિરમાં ક્યારેય પ્રસાદ વહેંચવામાં આવેતો પુરુષો તરત  મોઢામાં નાખશે પરંતુ બહેનો  બાંધીને બીજા માટે ઘરે લઈ જશે.

        થોડા ઉદાહરણો જોઈએ .ફક્ત પોતાના  નહીં પરંતુ પરિવારના સદસ્યો પાસે પણ સમાજ પરિવર્તનની અપેક્ષા કેવી રીતે નિર્મિત કરીશકાય ! સુબ્રતો બાર્ગચી નામના “ગો એન્ડ કિસ  વર્ડ “પુસ્તક લખનાર લેખક ની માતા બાંગ્લાદેશની નિરાશ્રિત મહિલા હતી જેના લગ્ન જંગલખાતામાં કામ કરનાર એક સામાન્ય કર્મચારી સાથે થયા હતાપોતાના જંગલમાં રહેવાના કવાટર બદલવાના છેલ્લા દિવસે ફળિયામાં છોડવાવવાપોતાની આંખો ની રોશની જતી રહેવા છતાં પોતાના પુત્રની દુનિયામાં આગળ વધવાનું સમાજ સેવા કરવા માટે કહેવુ  બધુ આજેમહિલાઓની પાસેની અપેક્ષા પરિવારના પોતાના પુત્ર પુત્રીઓની પાસે સમાજ પરિવર્તન કેમ થઇ શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

        સમાજ પરિવર્તનના અનેક કામોમાં એક કામ બધા  દેશવાસીઓ ભારતમાતાના પુત્ર પુત્રીઓ માટે છે કે સમગ્ર દેશ ભારત કાર્ય માટેનું ક્ષેત્રબને .એટલા માટે કર્ણાવતીના ડેન્ટીસ્ટ પૂર્વતર ભારતમાં જઈને દાંતના અલગ અલગ કેમ્પ કરે છે એટલું  નહીં પરંતુ મહિલાઓના સ્વાસ્થ્ય રક્ષામાટે સેનીટરી પેડ સાવ સસ્તામાં કેમ બની શકે  માટે જીટીયુ સાથે મળીને એક 3000 રૂપિયામાં મશીનનું નિર્માણ કર્યું છે .કાશ્મીરની મુસ્લિમમહિલાઓ -એમની વચ્ચે જઈને પણ કામ કર્યું છે.

વિસનગરના ડોક્ટર સ્મિતાબેન જોશી સમાજમાં નાના બાળકો છે જુવેનાઇલ ડાયાબિટીસ પીડાય છે તેમને પડતી મુશ્કેલીઓ , બ્લડ સુગર ચેકકરવાના સાધનો અપાવવાઇન્સ્યુલિનના ઇન્જેક્શન માટેની આર્થિક મદદ , વારંવાર થતા કોમ્પ્લિકેશનની ટ્રીટમેન્ટ અને સરકાર સાથે વારંવારરજૂઆત કરીને તેમની સહાય માટે અલગ અલગ વ્યવસ્થા કરવા માટે બંને બહેન ધૂણી ધખાવીને  બેઠી છે

      આપણા બધા માટે આવા પરિવર્તનની અપેક્ષાઓનું માટેનું પરિણામ લાવવા આપણા સમિતિ સ્થાપક મૌસીજી ઘેર ઘેર ફરવા સાયકલચલાવતા શીખ્યા હતા .શાસ્ત્રો પણ મહત્વના છે તેથી રામાયણની કથાઓ પણ કરતા હતાવિવેકાનંદ કેન્દ્રમાં કામ કરતા નિવેદિતાજી ભીંડે નાનીઉંમરે પૂર્ણકાલીન કાર્યકર્તા બન્યા ,વનવાસી વિસ્તારમાં અનેક વર્ષો સુધી એકનાથજીના પગલે પગલે ચાલ્યા .તો વિનોબા ભાવે પણ પોતાના સેવાઅને સમાજ પરિવર્તન માટે શીખવો યશ પોતાની માતાને આપે છે , જે માતા ઘરમાં ફણસના ઝાડ પર આવતા ફણસને  એકલા પોતાના બાળકોમાં વહેચતા પણ પાડોશીઓ માટે પણ રાખતા.

       સંઘના દ્વિતીય સરસંઘચાલક  પરમ પૂજ્ય ગુરુજી ના માતાજી પેરાલીસીસની બીમારીમાં હતા છતાં પણ તેમણે ગુરુજીને પોતાનો સમગ્ર પ્રવાસચાલુ રાખવા માટેની મંજૂરી આપી હતી . વિદર્ભ પ્રાંતના સંઘચાલક શ્રીરામજી જોશી પોતાના ત્રણે ત્રણ દીકરાને પ્રચારક તરીકે મોકલ્યા ત્યારે કહેતાહતા સંઘ  કાર્ય કરવાની પ્રેરણા તો એની માં આપતીલેખક ધ્રુવ ભટ્ટ પોતાની સમદ્રાનતીકે  નવલકથામાં એક પરિવારને એકત્ર રાખવાનું કામકરતી મહિલા અને ઘરમાં રહેતા પાગલ કાકાના તોફાન સહન કરવાની શક્તિ માટેનું ઉદાહરણ આપ્યું છે.

       રાધનપુર પાસે દુષ્કાળમાં ખોદ કામ કરતા મજૂરોને મફત વહેચાંતો ગોળ એક નાની દીકરી લેતી નથી કારણ કે એની વિધવા માની સલાહહોય છે મફતનું કંઈ  લેવાય . વેદ ધર્મ શિખડાવનાર કોણ ?એક મહિલા પોતાના પતિ મૃત્યુ પામે તો જમીન ગોચરમાં આપી દેવી , બળદવેચી પૈસા પાણીના અવાડા માટે આપી દેવા અને પોતે મજૂરી કરીને જીવન ચલાવવુપોતાના પતિ મૃત્યુ થયું પછી તેણે કમાયેલી મહેનતના પૈસાઆપણે  ખવાય આવું શીખડાવનાર કોણ હોઈ શકે એક માં ! 

        સામાજિક પરિવર્તન નું સૌથી મોટું માધ્યમ છે સેવા .આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારની સાધના છે એવી સાધના કરનાર તમે બધાતપસ્વીઓ છો .આવા તપસ્વીઓ એકત્ર થઈને સમાજનો વિચાર કરે ત્યારે જુના સમયમાં એકત્ર થતા ઋષિઓનું વર્ણન એટલે કે નૈમિષારણ્ય ખડુંથાય .વન , ઉપવનમાંથી તપોવન બને છે જ્યારે નિસ્વાર્થ સેવા મળે છે.

      સેવા ભક્તિ અને મુક્તિનો માર્ગ છે .પરોપકાર શ્રેષ્ઠ ગુણ છે . પુણ્ય  શ્રેષ્ઠ ધર્મ કમાવાનો સેવા રસ્તો છે .સેવા બધાને જોડનાર  સેતુ છે .  તો ખરું  .પરંતુ સેવા ખાતર સેવા નહીં .સેવા પાછળ પણ સમાજ પરિવર્તનનો હેતુ  રહે તો શું કામનું

      આપણા કાર્ય દ્વારા સમાજના વિવિધ ભાગોની સેવા થશે પરંતુ મૂલ્યનું રક્ષણ થાય ,સંસ્કૃતિનો સંવર્ધનથાય ,વ્યક્તિઓમાં દેશભક્તિનિર્માણ થાય , રાષ્ટ્રભકતિનો  ભાવ આવે ,સકારાત્મક પ્રબોધન થાય અને આજે સેવા લેનાર સેવિત જન આગળ જતા સેવા કરનાર બનેપ્રકારની પરિવર્તનની અપેક્ષા સંઘ વિચારમાં રહેલી છે.

        આપણે બધા અહીંયા એકત્ર થયેલા આપણા સદભાગ્ય છે કે પરા પૂર્વથી આપણા પરિવારમાંથી આવા સંસ્કાર મળ્યા છે .આપણામાંરહેલી સદગુણ સંપત્તિ અને કાર્ય કરવાની નિષ્ઠા , બીજાનું દુઃખ દૂર કરવા માટે કહેવાય  માટે તપવું પડે છે .એક ભિખારી કચરાની પેટીમાંથીપ્લાસ્ટિક અલગ કરતો હતોશા માટે ?પશુઓ ખાઈ તો તેમને થતું નુકસાન રોકવાપર્યાવરણનો વિચાર એક ભિખારી પણ કરી શકે

        આવા કામો માટે ચર્ચા ,બૌદ્ધિક ,સેમિનાર તો થાય મહત્વના છે ,પરંતુ આચરણ અને વ્યવહાર તથા કૃતિનું મહત્વ છે .સંઘના વકીલ સાહેબકહેતા “શબ્દો કરતા કૃતિ ની તાકાત વધુ છે “સંવેદનાનો ભાવ જાગે તો પરિવર્તન માટે અવશ્ય મહેનત થાય .દુષ્કાળમાં શ્રમ કાર્ય કરતા માટેસુખડી વહેંચતા કાર્યકર્તા પાસે ભિખારી આવે છે સુખડી લેવાને માટે નહીં પણ આવા સેવાના કામમા મદદ કરવા માટે .કર્ણાવતી ની કચરોવીણતી સેવા વસ્તીમાં ગયા પછી ખબર પડે કે ચામડીના દર્દો બાળકોમાં કેમ છે ,કારણ કે નહાવા માટેના પાણીની સગવડ નથી , પાણી ભેગુંકરવાની વ્યવસ્થા નથી ,અને સ્નાનના સમયે પરિવારના લોકો હાજર નથી.

        કોઈપણ કાર્ય કરવા માટે એનજીઓની કલ્પના  ભારતની વ્યવસ્થા નથી , પશ્ચિમની દેન છે .વ્યવસ્થા ખાતર એનજીઓ બને પરંતુઆપણે ત્યાં તો ઘણા બધા લોકો  હરખી ફરતી સંસ્થાઓ છે.

      કામ કરવા માટે કરુણા નામનું ઝરણું સતત રહેવું જોઈએ .કરુણા થાય એક્સપોઝર આવે તો  થાય .સેવાકુર મા મેડિકલના વિદ્યાર્થીઓનુંજાબુઆનો અનુભવ કે અદાણી કોલેજના વિદ્યાર્થીઓનો કચ્છના સીમાવર્તી વિસ્તારનો અનુભવ આજ છે.

       ઘણા પુરુષો સમાજ પરિવર્તનના કામોમાં આગળ આવે છે .પરંતુ પરિવારના મહિલાઓનો સહયોગ થાય તો કામની ગતિ અને દિશા વધે છે.હિંમતનગર પાસે રક્તપિતની સેવા કરતા સુરેશભાઈ સોની સાથે ઇન્દિરાબેન જોડાયા કામની ગતિ વધી ,પરિવર્તનનું પરિણામ આજે દેખાય છે.શેવિત જન પાસે પણ અપેક્ષા છે કે પોતે સેવા કરનાર બનેએક ડૂબતા યુવાનને જ્યારે બચાવવામાં આવે ત્યારે એણે આભાર માન્યોત્યારેબચાવનાર કહ્યું તમારી જિંદગી બચાવવા જેવી મહત્વની હતી  સાબિત કરજો.

        મિશનરીઓ ધર્માતરણ દ્વારા પોતાની સંખ્યાઓ વધારવા માટે સેવાનો આંચળો લઈને ફરે છે .પરંતુ એમની પાસેથી પણ ઘણું શીખવા જેવોછે .ભારતમાં મિશનરી દ્વારા ધર્માંતર કરવા પહેલાં 50 -50 વર્ષ સુધી પ્રયત્નો કર્યા ત્યારે એમને પરિણામ મળ્યું છે .નાગપુરમાં સંઘના ૬૦ વર્ષપૂર્ણ  ઉત્સવ પ્રસંગે વાંસ લેવા માટે જંગલમાં જતા કાર્યકર્તાઓને જંગલમાં વસતા વનવાસી વચ્ચે કામ કરતો સ્વીડનનો નો ગોરો યુવાન મળ્યોહતો .તાવ માટે દવા આપવા ઘરે ઘરે જનાર મિશનરીઓ કે સરકારી સંસાધનનો ઉપયોગ કરીને સહાય બનાવીને વ્યક્તિઓનું ધર્માતરણ કરતાઅનુભવો રાષ્ટ્રજાગરણ ૨૦૦૧ મા મહિલાઓને થયા છે .પાટણની મહિલાઓએ વનવાસી બાળકને પથરીનું ઓપરેશન કરાવી આપ્યુ તો કેવીઅસર આવે . મધર ટેરેસા સેન્ટર મોરબી ની વાત સાંભળવા જેવી છે.

          આપણી આસપાસ પણ નજર કરીએ છીએ ત્યારે આવી અનેક વાતો આપણે નજર સામે આવે છે .રાજકોટનું પૂજીત રૂપાણી ટ્રસ્ટઅંજલીબેનનો યજ્ઞ-કચરો વીણતા બાળકોને માટે શરૂ થયેલું 1995 નું કાર્ય આજે અભ્યાસ માટે જ્ઞીનપ્રબોધીનીતો કલા માટે સપ્તસ્વર,સ્વાવલંબ માટે કોમ્પ્યુટર વર્ગતો કચરો વહેતા બેના માટે રાજદીપિકા આવા અનેક કાર્ય દ્વારા પરિવર્તનને કારણે એમને કોઈને નોકરી મળી છે,ઉચ્ચ વર્ગના અધિકારી બન્યા છે ,મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ્યા છે .  છે પરિવર્તનની દિશાની અપેક્ષા . હું દેશ અને સમાજ માટે શું કરીશકું તે હંમેશા સૌનો પ્રશ્ન બની રહે તે જોવું રહ્યું 

         કોઈ કામ નાનું નથી હોતુંરાજસુયયજ્ઞમા  ભગવાન કૃષ્ણએ એઠા પતરાળા ઉપાડ્યા હતા .અંગ્રેજ વાઇસરોયને મળવાના સમય વચ્ચેસમય કાઢીને મહાત્મા ગાંધીજી રક્તપિતના દર્દીની સેવા કરવા જતા ,તો ગોવિંદ કાત્રેે  પૂ ગુરુજીની ઈચ્છાથી પોતે રક્તપિતમાંથી નિર્મળ થઈનેરક્તપિતની સેવા કરવા માટેનું કાર્ય શરૂ કર્યુ

        આપ સૌ સ્ત્રી શક્તિ મેનેજમેન્ટ નો બેસ્ટ પાવર ધરાવો છો . ડોક્ટર મુરલી મનોહર જોશી એક કોન્ફરન્સમાં કહ્યું હતુંકોઈપણ કાર્ય માટેપંચશક્તિની જરૂર પડે છે : યુવા શક્તિસ્ત્રી શક્તિ ,સજનન શક્તિ ,ધાર્મિક શક્તિ અને સંગઠન શક્તિ .અહીંયા તો  પાંચેય શક્તિઓએકત્ર થઈ છે ઇન્દોરમાં પણ એક ડોક્ટરના પત્ની પંચકન્યા નામનો એક મહિલાઓને પગભર કરવાનો કાર્ય કરી રહ્યા છે.

       બહેનો ધારે તો શું  કરી શકે .સરસ્વતી લક્ષ્મી અને મહાકાલી ની શક્તિ એમની પાસે છે .કચ્છના જેઠી બાઇ નામ ઉપરથી દીવ બસ સ્ટેન્ડનું નામ “પાન જેઠી” પડ્યો જેઠીબાઈ ની ઓઢણી  કાનજી  નામના વિધુરના  પુત્ર એના અવસાન બાદ કોઈ પરિવારમાં  રહેતા ખ્રિસ્તી બની જાય. ફિરંગીના નિયમોની સામે  જેઠીબાઈએ ફિરંગીની રાણીને એક ઓઢણીમાં રંગીન કલાત્મક લખાણ લખીને સુધારો કરવા કહ્યું અને એનુંપરિણામ આવ્યું. .ચેતના ગાલા સિંહ મહિલાઓને આર્થિક સધ્ધર કરવા માટે પોતાની ખૂબ મોટી નોકરી છોડી પથ્થર તોડતા મધુર બહેનોની માટેસહકારી બેંક બનાવી લોન અપાવીટ્રેનિંગ માંગવાના પગભર  કર્યા.

        ઘણી વખત આવા કાર્યો કરતા કરતા સમાજ પરિવર્તન તો થાય છે .પરંતુ અમે પણ કંઈક છીએ એવો અહંકાર પણ દૂર થાય છે ખૂબજરૂરી છે .સેવા દ્વારા જેમનામાં પરિવર્તન આવે છે તેમનામાં આત્મસન્માન ઊભું થાય ,આત્મવિશ્વાસ આવે અને સ્વાવલંબી બને   સાચી દિશાછે .સેવા  અંતિમ લક્ષ્ય નથી  સાધન અને રસ્તો છે , હંમેશા યાદ રાખીએ.

આવનારી નવી પેઢી ની અંદર આવા કામ કરવાની અપેક્ષા બહુ  છે . યુવાનો સાથે કામ કરતા અને માલુમ પડે છે વન વીક ફોર નેશન કેસમર્થ ભારત જેવા અનેક કાર્યોમાં આજના યુવાન મહિલાઓ પણ લાગી છે .ત્યારે આપ સૌ  કાર્યની અંદર આગળ વધો , તમે સંઘ દ્વારા થતાઆવા કામોમાં સહભાગી થાય , તમારા કામોમાં સંઘના કાર્યકર્તાઓ સહભાગી થાય ,આમ એકબીજાને ઉપયોગી થતા સમાજ પરિવર્તનનીદિશામાં આગળ વધી અને ભારત વિશ્વ ગુરુ બનાવવાના  કાર્યમાં આપણે સાથે મળીને ચાલીએ .સંઘની અંદર હંમેશા કહેવામાં આવે છે If you have team, we have theme and if you have theme ,we have team.