🌹🌹🙏🏾સ્વ. પ્રોફેસર દામુભાઇ પંચાસરા:🙏🏾🌹🌹
દામુભાઈ પંચાસરાનુ નામ આવે એટલે સામે એક ચિત્ર ઊભું થઈ જાય .પૂરી ઊંચાઈવાળા પોતાના પ્રેમ ચક્ષુથી બધાને એક સરખા જોનાર અને બધાની સાથે સ્મિત સાથે સંબંધ જાળવતા , ક્યારેક મોઢુ ધીરગંભીર લાગે પણ સતત કાર્યકર્તા માટે ચિંતન કરતાં હોય તેવું જાજરમાન વ્યક્તિત્વ . ચાલતા અથવા સ્કૂટર ઉપર કર્ણાવતીમાં ઘૂમતા કાર્યકર્તા દામુભાઇ બધાની સામે નજરે તરવરે.
દામુભાઈ પંચાસરા એટલે નખશિખ શિક્ષક પોતાના વિષયના જ્ઞાતા તરીકે કોલેજમાં ભણવાનું હોય કે સમાજમાં, સંઘની બેઠકોમાં કે સંઘના કાર્યક્રમોમાં સંઘ વિચાર સમજાવવાનો હોય .પોતાની સાથેના કાર્યકર્તાના ઘડતરમાં કહ્યા વગર સુધારો કરે અને જેવા જોઈએ તેવા બનાવે .કર્ણાવતી મહાનગરના કાર્યમાં મહાનગરની આજની બે વિભાગની સ્થિતિમાં પહોંચાડનાર મૌન કાર્યકર્તાઓની હરોળ માંહેના એક અગ્રેસર. પોતાના સગા સ્નેહીથી ,જાણીતા કે ચિરપરિચિત ના કોઈપણ સારા માઠા પ્રસંગો મળી જાય તો આપણને આપણા પરિવારના સદસ્ય જ લાગે. જ્યારે મળે ત્યારે પરિવારની ખબર અંતર પૂછવાનું ન ભુલે. સાથે સાથે સંઘકાર્યની વાત પણ.ચાલીને જવું તેમના માટે સામાન્ય .પરંતુ સ્કૂટર હંમેશા એમનો સંગાથી. ઘાટલોડિયામાં નિવાસ પરંતુ આખું કર્ણાવતી એમને જાણે.
થોડું બોલે પણ સચોટ બોલે. પ્રચારક ગૃહસ્થી બધાની સંભાળી રાખ, બધાને ગૃહસ્થી પ્રચારક લાગે.
એમની પ્રિય શાખા વિદ્યાર્થી શાખા .કર્ણાવતીની કોઈ શાખા એવી નહિ હોય જ્યાં એમનો પ્રવાસ ન થયો હોય .મારે બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ માટે દાખલ થયો ત્યારે હું એક પ્રભાત શાખા નો મુખ્ય શિક્ષક હતો. ત્યારથી લઈને પ્રાંત અને ક્ષેત્રની જવાબદારી મળ્યા સુધી જયારે મળીએ તો એ જ સીધી સાદી માર્ગદર્શન કરતી વાતો અને બધાની ચિંતા અને સુચારુ ઉપાય સાંભળવા મળતા. જુના પેઢીના જોગીઓ જતા જાય છે
પોતાના પરિવારમાં બધાને સંઘના, રાષ્ટ્રીયતાના સંસ્કારો આપ્યા એટલું જ નહીં પરંતુ આડોશ પડોશના બધા ને પણ તેમને એક સંઘના સંસ્કારો થી અવગત કરાવ્યા. આવા દામુભાઈ આજે આપણી વચ્ચે નથી .પરંતુ જેમ ડોક્ટર હેડગેવાર નથી પરંતુ આપણે બધા એમના પેઢીના વારસો છીએ .એમ દામુભાઈની પેઢીના વારસો પણ બધા સંઘ કાર્યકર્તા જ છે .
તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને પરિવારજનોને આ દુઃખ સહન કરવા માટે શાંત્વના
ડો.જયંતિ ભાડેશિયા
No comments:
Post a Comment