Friday, January 20, 2023

સહકાર ભારતી સ્થાપના સપ્તાહ

સહકાર ભારતી સ્થાપના સપ્તાહ ઉજવણી : મોરબી તારીખ ૨૦..૨૦૨૩

સ્થળધન્વંતરિ ભવન કાયાજી પ્લોટ મોરબી

      સહકાર ભારતીય ની સ્થાપના 11 જાન્યુઆરી 1978 માં થઈ હતી તેના સંદર્ભે ઉજવાતા  સપ્તાહના અનુક્રમે મોરબી મુકામે આજેએકત્રિત થયેલ સર્વે સહકાર ભારતી સાથે જોડાયેલા કાર્યકર્તા બંધુઓ સાથે થોડી સહકાર ભારતીની ચિંતનાત્મક વાતો રજૂ કરીએ.

         રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનાર ડોક્ટર કેશવરાવ હેડગેવાર કહેતા હતા કે સંઘ ફક્ત સ્વયંસેવક નિર્માણ કરશે,વ્યક્તિને સંસ્કારિત કરશે .પરંતુ આવા સંસ્કારીત સ્વયંસેવકો સમાજ જીવનના કોઈ પણ ક્ષેત્રને વ્યવસ્થિત કર્યા વગર છોડશે નહીં .સંદર્ભમાં સંસ્કારી સ્વયંસેવકોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જઈને ત્યાં વ્યવસ્થા પરિવર્તન અને સમાજ પરિવર્તનના કાર્યો શરૂ કર્યા,જે આજે અખિલ ભારતીય સ્તરે પહોંચ્યા છે .તે માંહેનુ એક સહકારિતા ના ક્ષેત્રમાં કામ કરતુ સંગઠન એટલે સહકાર ભારતી.સંઘ વિચારલઈને સમાજ જીવનમાં શરૂ થયેલા  બધા  સંગઠનો સ્વાયત ,સ્વતંત્ર અને સ્વાવલંબી છે .છતાં બધાએ સંઘની વિચારધારા ને પ્રેરણાતરીકે લીધા છે .આપણે વારંવાર કહીએ છીએ કે "દશો દિશાઓમે જાયેદલ બદલ સે છા જાએ."

        1978 ની સાલમાં મહારાષ્ટ્રમાંથી સહકાર ભારતીના કામની શરૂઆત સંઘના વરિષ્ઠ પ્રચારક લક્ષ્મણ દાવ ઇનામદાર ઉર્ફે વકીલસાહેબના માર્ગદર્શનમાં થઈ .ધીરે ધીરે સમગ્ર ભારતમાં બધા  પ્રાંતોમાં અલગ અલગ પ્રકારના સહકારીતા ના કામો શરૂ થયા જેવા કેસહકારી બેંક ,સહકારી મંડળી ,સહકારી ખેતી અને દૂધ માટેની સંસ્થાઓ ,બચત મંડળી વગેરે.

સહકારના મૂળ વિચારમાં જેમનું માર્ગદર્શન રહ્યું  માનનીય વકીલ સાહેબ મૂળ મહારાષ્ટ્રના વતની હતા .પરંતુ ગુજરાત તેમની કર્મભૂમિરહી .!ગુજરાતના સંઘકાર્યનો પાયો 1943 થી નાખનાર અને ડોક્ટર પી વી દોશી ,પ્રવીણ કાકાકેશુભાઈ પટેલ જેવા અનેક કાર્યકર્તાઓના નિર્માણમાં તેમનું માર્ગદર્શન રહ્યું છે .1979 ની મોરબી ની જળ હોનારત વખતે પૂર્ણ સમય રહીને એમણે કાર્યકર્તાઓને સમાજ કાર્યમાંઉપયોગી બનાવ્યા હતામનહરલાલજી મહારાજ ગીતામંદિરના પ્રણેતા કહેતા હતા કે અમારી બોર્ડિંગમાંથી અમે ભોજન ની વસ્તુઓવકીલ સાહેબને ખાવા માટે પહોંચાડતા કારણકે ત્યારે સંઘ પ્રચારકોના ભોજનની પણ ઘણી વખત ઉપવાસી જેવી સ્થિતિ રહેતી.

      દુનિયામાં પૂંજીવાદ અને સામ્યવાદની બોલબાલા રહી.પૂંજીવાદમાં  વ્યક્તિ અને સમાજ શોષિત થાય છે .જ્યારે સામ્યવાદમાં સમાજઅને વ્યક્તિ  રાજ્ય વ્યવસ્થા દ્વારા શોષણ પામે છે .બંને વચ્ચે જો કોઈ સારા ગુણો લઈને કામ કરતી વ્યવસ્થા હોય તો  સહકારીવ્યવસ્થા છે .ભારતીય જનજીવન  સિદ્ધાંત ઉપર રચાયેલો છે .હિન્દુ પરિવાર વ્યવસ્થા સહકારી વ્યવસ્થા નું ઉત્તમ ઉદાહરણ છે .જુનાસમયમાં થતા ગ્રામ્ય વિસ્તારના લગ્ન અને અન્ય શુભ પ્રસંગોની વ્યવસ્થા પણ જ્ઞાતિ જાતિ અને બધા લોકો વચ્ચે સહકારના ધોરણે થતીહતીદુનિયામાં ભલે એવું કહેવાતું હોય કે સહકારી સંસ્થાઓની શરૂઆત યુરોપમાં થઈ પરંતુ નામ કહ્યા વગર  વ્યવસ્થાઓ ભારતમાંઉપલબ્ધ હતી.

સહકાર ભારતીનો સિદ્ધાંત આર્થિક અને માનવીય દુરી દુર કરીને વ્યક્તિને સુખી સમૃદ્ધ અને સંસ્કારી બનાવવા તરફ રહ્યો છે.વૃદ્ધિ,સમૃદ્ધિ અને ચિંતન  સહકાર ક્ષેત્રની વિશેષતા છે .વર્ષોથી એવું કહેવાય છે કે "વિના સહકાર નહિ ઉદ્ધાર "પરંતુ તેમાં એકલક્ષ્મણરેખા ઉમેરાઈ "વિના સંસ્કાર નહીં સહકાર ". કોઈ પણ ક્ષેત્રમાં સંસ્કારનુ મહત્વ છે .ગતિશીલ ,આર્થિક રીતે વિકસિત થઈ ,સમાનમૂલ્યો વાળી વ્યવસ્થા સહકાર દ્વારા નિયમિત બને છે .સહકારી કાર્ય આંદોલનની જેમ વિકસવું જોઈએ .બે વાતો પર વધુ ધ્યાનઆપવાની જરૂર છે સભાસદોનું શિક્ષણ અને સમાજ માટેની સહાય .નાના મધ્યમ વર્ગ માટે સહકારી ક્ષેત્રની ઉપયોગીતા વિશેષ છે.

ઇન્ટરનેશનલ કો ઓપરેટિવ એલાયન્સ  પણ પોતાના સાતમા સિદ્ધાંત તરીકે કો-ઓપરેટીવ ફોર સોસાયટી ને સ્વીકાર કર્યો છે .એટલેકે સહકાર ભારતીની વાત વિશ્વ  પણ સ્વીકારી છે .ભારતમાં ત્રણ ક્રાંતિઓ છે ગ્રીન રીવોલ્યુશન જેમાં ખેતી દ્વારા અનાજ સ્વનિર્ભરતાઉત્પન્ન થઈ ,બીજું વાઈટ રિવોલ્યુશન દૂધ દ્વારા  કરવાની ને સહકારી વ્યવસ્થાથી દુનિયાભરમાં નામ કમાયા .હવે નોલેજ રિવોલ્યુશન જેઆઈટીફ્લડ કારણે શક્ય બન્યું છે.

       સહકાર ભારતી  બહુઆયામીસાર્વજનિક બિન રાજકીય અને સ્વૈચ્છિક સંગઠન છે .સહકારી ક્ષેત્રમાં મિત્ર માર્ગદર્શક અનેતત્વચિંતક ની ભૂમિકા ભજવે છે .જનજાગરણ અને સમાજ પરિવર્તનનું ઉત્તમ સાધન બનવા માટેની તેની પાસે અપેક્ષિત છે .સહકારી ક્ષેત્રદ્વારા દેશની આર્થિક ઉન્નતિ શક્ય છે તેમજ સમાજને સંસ્કારી વ્યક્તિઓ આપવાનુ પણ શક્ય છે .અંતે સમાજને એકાત્મક સમરસબનાવવા માટે સહકારી નીતિ નું મહત્વ છે.

       સહકારી ક્ષેત્ર દ્વારા સમાજ અને જોડાયેલા સભાસદોના સ્વાસ્થ્ય તથા અન્ય સેવાકીય પ્રકલ્પોનો પણ વિચાર કરવો જોઈએઅમૂલના પ્રણેતા ત્રિભુવનદાસે બનાવેલા ટી જે ફાઉન્ડેશન આજે પોતાના સભાસદો અને કુટુંબો માટે આવી આરોગ્યની વ્યવસ્થા નિર્માણકરી છે .સમાજના નાના વર્ગોમાં પણ સહકારીતા ની મૂર્તિ પડેલી છે .સુરત પાસેના દેવગઢના વનવાસી વિસ્તારમાં રહેલી સંઘ સાથેજોડાયેલી ગ્રામીણ વિકાસના કાર્યકર્તા બહેનો ગ્રામીણ બહેનોના કામમાંથી બચત મંડળી ચલાવે છે .તો કર્ણાવતીના છારા વિસ્તારમાં પણગરીબ  બહેનો માટે ધન રાશિ એકત્ર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

કોઈપણ ક્ષેત્રમાં કામ કરવા માટે વકીલ સાહેબના  વાતને યાદ રાખવી પડે "તેઓ વારંવાર કહેતા શબ્દ કરતા કૃતિ મહાન છે ".ખાલીચણો વાગે .ઘણો ઘણીવાર આપણે આરંભે સુરા હોઈએ છીએ .ફક્ત બોલવું નહીં પરંતુ કરી બતાવવાની જરૂર છે .આવનારી સમયનીઅંદર ટીમ વર્ક નવી પેઢીને જોડીને જુના પેઢીના અનુભવનો લાભ લઈને આગળ વધવું પડશેપિતા તુલ્ય અને પરિવારના વડા જેવા વકીલસાહેબના ગુણોનો આપણે આવીર્ભાવ કરવો પડશે .તેમની સ્મૃતિ સમાજમાં અગરબત્તીની જેમ સુગંધ ફેલાવે છે તેમના જીવન વિશેલખાયેલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજાભાઈ નેનેનુ સંયુક્ત પુસ્તક 'સેતુબંધ 'એમના આવા અનેક જીવન પ્રસંગો આપણને કહે છે.

       કોઈપણ રાષ્ટ્રીય કાર્ય શરૂ કરવાનું સદભાગ્ય કોઈ એક વ્યક્તિને હોય પરંતુ તેની ટકાવી રાખવાની જવાબદારી સમગ્ર સમાજની છે. કામ સાથે જોડાયેલા બધા  વ્યક્તિઓ વકીલો સાહેબના પ્રતિનિધિ બનેકોઇપંણ સહકારી સંસ્થા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલીછે તે દર્શાવવા ડોક્ટર હેડગેવાર નો ફોટો રાખવો પડે તેમ  થાય ,પરંતુ ત્યાં કામ કરનાર ની કાર્ય પદ્ધતિ અને કાર્યકર્તા દ્વારા  સંઘવિચારનો પ્રસાર થાય તે  મહત્વનું છે આવા સદગુણો યુક્ત સહકાર ભરતીનું કાર્યક્ષેત્ર મિત્રો થી ગૌત્રવૃદ્ધિ અને ક્ષેત્ર વૃદ્ધિમાં પરિણમેતેવી અભ્યર્થના



No comments:

Post a Comment