Thursday, January 5, 2012

'Gita' as mediator to learn new languages

I had  nice time  to be with Shri Ranga Hariji senior pracharak and previous Akhil Bharatiya Baudhik Pramukh of Rashtriya Swayamsevak Sangh (RSS) to meet authors writing in Sadhana weekly of Gujarat. We met all at Sadhana office . During different talks with all Shri Ranga Hariji told one unique thing. He told that he had learnt many languages by medium of Gita. He said Gita is wel known and one can easily read in Sanskrit and in his mother tonguage too. We know it's meaning easily. He told once I was gifted Gita in Gujarati translation with Sanskrit shlokas. I read each shlokas in Sanskrit then try to understand in it or in my mother tongue Malayalam, then I read Gujarati meaning. It becomes easy to understand Gujarati as we know Gita shlokas already. e.g. Dharma kshetre kurukshetre. In sankrit then in gujrati , will undersatnd that it says Dharma kshetra Eva Kurukshetra ma Lord  Krishna says like....
Gita was my agent to learn other languages.
Ranga Hariji had learnt more than 10 languages in
Such way. This is slap to Russian who was going to ban Gita. Gita will be ever learning and guiding tool to
Mankind for years together .




Wednesday, January 4, 2012

મળવા, જાણવા અને માણવા જેવા માણસ...શ્રી મનસુખભાઈ સુવાગીયા

  મળવા,  જાણવા અને માણવા જેવા માણસ...શ્રી મનસુખભાઈ સુવાગીયા





 
ધરતી જયારે ગ્લોબલ વોર્મિંગ  જેવા ભયાનક સમસ્યાથી ઘેરાઈ ગયી છે ત્યારે પ્રકૃતિ સાથે સંતુલન રાખવા ચેક ડેમ દ્વારા  પાણીને જમીન માં ઉતારવા સમગ્ર ગુજરાતમાં જ્લક્રાંતિ કરનાર શ્રી મનસુખભાઈ સુવાગીયા સાચા અર્થમાં ખેડૂત પુત્ર છે .બચપણથી નિર્ભય પિતાનો વારસો લઈને જન્મેલા આ માણસમાં સમાજ માટે ક્યીક કરી છુટવાની ભાવના મૂળથી ધરબાયેલ હતી . પૃથ્વી માતાની માટીમાં રગદોડાયેલ આ માનવીને જયારે ખેતીની જમીન પાણી વાંકે સુકાતી લાગી ત્યારે વરસાદી નાલા ,નદીના પાણી જમીનમાં ઉતારવા નાના બંધ બાંધવાની યોજના મનમાં ઉદભવી. સામાન્ય ભણતર હોવા છતાં, આગવી કોઠા સુજથી ચેક ડેમ યોજના બનાવી .લોકસંગ્રહની વૃતિને કારણે ગ્રામ્ય લોકોને સમજાવી શ્રમ કાર્યમાં જોડ્યા.એટલુંજ  નહીં ગ્રામ ફાળો ઉઘરાવી આ પોતાની   યોજના હોવાનો ભાવ ઉત્પન કર્યો.જરૂર પડ્યે પોતાનું ગજવું પણ ખાલી કર્યું.જુનાગઢ પાસેના જામકા ગામેથી આરંભાયેલી આ યાત્રા અણથક ચાલી .અનેક સંતો , મહંતો ,નેતાઓ અને સમાજસેવકોએ તેમને  જળક્રાંતિ ના પ્રણેતા તરીકે બિરદાવ્યા.સરકારો એ  પણ તેમાંથી પ્રેરણા  લીધી.આજે  ગુજરાતમાં ચેકડેમ વાળા વિસ્તારમાં ખેડૂતો સુખી થયા છે .
           તા ૨૯ ડીસેમ્બર ,૨૦૧૧ નાં  રોજ તેમના કારખાનેથી ભોજન લઈ તેમનાજ વાહનમાં શ્રી વેલજીભાઈ દેસાઈ(સ્વદેશી ઉદ્યોગકાર)  સાથે જામકા  જવાનીકળ્યા .રસ્તામાં સુરતના હીરાના ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા (ભગત) જોડાયા .સૌ જામકા ગામ પહોચીને સીધા ગામના ખેડૂત બાબુભાઈ નાં ઘેર
ગીર ગાય જોવા ગયા .ગાયની જાત ,ઉછેર ,સ્વાસ્થ્ય ,દૂધનું પ્રમાણ ,વ્યવસ્થા ,સ્વચ્છતા જોઇને  દંગ રહી ગયા.
ગીર ગાય ના શ્રી મનસુખભાઈ નું અભિયાન દ્વારા ગામ લોકોની આમદની ,સુખ સમ્પતિ ,અને  ખેતી માં વધારો થવાની પ્રતીતિ નજરે થતી હતી .
સૌના મોં પર ચમક દેખાતી હતી .ગાયને કારણે ગામમાં પરિવર્તન આવ્યાનું બધા કબુલતા હતા. ગામનું નંદી ઘર વિશેષ હતું. સારી  ઓલાદ ના ખુટથી ગૌવંશ સારો થાય છે .દૂધનું પ્રમાણ વધે છે.નંદી ઘર જોઇને થયું કે દરેક ગામમાં ભગવાનન મંદિર સાથે આ   નંદી ઘર ની પણ ખુબજ આવશ્યકતા છે .
જામકા ગામની આસપાસમાં નદી ,નાના નાલા પર પાણી રોકવા ચેક ડેમ બન્યા.પોતાની કોઠા  સુજથી , કરકસરવાળી ડીજાઇનથી ,ઓછા ખર્ચમાં , ગામની  જ વસ્તુનો ઉપયોગ કરી ,પથ્થર ના તળિયા પરજ પાયા કરીને બંધ બન્યા .૫૧ સંખ્યા થઇ .જમીન પાણીદાર બની. પાક નું પ્રમાણ વધ્યું.ઓછા વીજળી વપરાશથી પિયત થતી ગયી .વધુ સારા પાકથી લોકો સુખી થયા. સાથે સાથે સજીવ ખેતી, ગાયના છાણનો  ઉપયોગ ,ગૌમૂત્ર દ્વારા ખેતરો લેહારાતા  હતા.પરસોતમભાઈ ની વાડી તેનો સાક્ષાત નમુનો હતી
રામનાથ મહાદેવ ના મંદિરે ગિરનારની ગોદમાં રાતનો દાયરો પણ રંગ લાવ્યો
મનસુખભાઈની મહેનત ,સાથીઓની શ્રમ ભાગીદારી ,ગ્રામનું ગણતર ,કોઠાસુજ, સામાજિક કાર્યની ધગશ , ઈશ્વરની કૃપાના દર્શન જોઇને રુહ્દય ગદગદિત થયી ગયું.ભગવાનને પ્રાર્થના કે દરેક  ગામ જામકા બને અને ગામે ગામ મનસુખભાઈ મળે.