Tuesday, September 20, 2011

વિશ્ર્વ બંધુત્વ ત્યારે જ સંભવ છે જ્યારે વિશ્ર્વ હિન્દુત્વના સદ્ધાંતને અપ્નાવશે - સ્વામી વિવેકાનંદ

વિશ્ર્વ બંધુત્વ ત્યારે જ સંભવ છે જ્યારે વિશ્ર્વ હિન્દુત્વના સદ્ધાંતને અપ્નાવશે - સ્વામી વિવેકાનંદરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દિગ્વિજય દિન ઉજવણી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્વામી વિવેકાનંદજીના વિખ્યાત શિકાગો પ્રવચનના 118મી જયંતી નિમિત્તે આયોજિત દિગ્વિજય દિન કાર્યક્રમમાં સંબોધન કરતાં ડા. જયંતિભાઈ ભાડેસિયાએ (પ્રાંત સહસંઘચાલક રા.સ્વ.સંઘ-ગુજરાત) જણાવ્યું હતું કે 11-9-1893માં, શિકાગોમાં થયેલ ધર્મ પરિષદમાં ભારતના પ્નોતા પુત્ર સ્વામી વિવેકાનંદજીએ વિશ્ર્વમાં ભારતનું નામ ગાજતું કર્યું. પોતાના વિખ્યાત પ્રવચનમાં સ્વામીજીએ કહ્યું હતું કે હું વિશ્ર્વની પ્રાચીનતમ સંસ્કૃતિ એવી હિન્દુ સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે આવ્યો છું, જે સંસ્કૃતિએ વિશ્ર્વ બંધુત્વની વાત કહી છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે હિન્દુ ધર્મ ક્યારેય અન્ય ધર્મોની નિંદા નથી કરતો, બધા જ ધર્મો સત્ય છે તેમ હિન્દુ ધર્મ માને છે અને વિશ્ર્વ બંધુત્વ ત્યારે જ સંભવ છે જ્યારે વિશ્ર્વ હિન્દુત્વના સિદ્ધાંતને અપ્નાવશે.

ડા. જયંતિભાઈએ કહ્યું કે વાસ્તવમાં વિશ્ર્વ ધર્મસંમેલનનું આયોજન અમેરિકાએ કોલમ્બસની 400મી જયંતિના સ્વ‚પે વિશ્ર્વમાં પોતાના ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરવાનો એક પ્રયાસ હતો, પરંતુ સ્વામી વિવેકાનંદજીના પ્રવચન બાદ અમેરિકાનાં સમાચાર માધ્યમોમાં સ્વામી વિવેકાનંદજી છવાઈ ગયા હતા. એક પ્રસિદ્ધ સમાચાર પત્ર ન્યુયોર્ક હેરોલ્ડમાં મુખ્ય સમાચાર હતા કે ‘આ ધર્મ પરિષદમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય તો તે સ્વામી વિવેકાનંદ છે.’ ડા. ભાડેસિયાએ જણાવ્યું કે જ્યારે ખ્રિસ્તી ધર્મના પ્રચારકો એક હાથમાં બાઇબલ અને એક હાથમાં તલવાર લઈ પોતાના ધર્મના પ્રચારમાં લાગેલ હતા ત્યારે સ્વામી વિવેકાનંદજીએ પોતાના પ્રવચનમાં ચેતવણી આપી હતી કે જો આ ધર્માંધતા ત્યાગવામાં નહીં આવે તો આ ઝનૂનના કારણે વિનાશ થશે.


ડા. ભાડેસિયાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925થી સ્વામી વિવેકાનંદજીના વિચારોને આદર્શ માનીને સમાજ સંગઠનના કામમાં લાગેલો છે. સંઘ કોઈપણ પ્રકારનો નાત-જાત, ઊંચ-નીચનો ભેદભાવ રાખ્યા વગર, સમાજને એક સૂત્રમાં બાંધી રાષ્ટ્રીય પુનરુત્થાનનું કાર્ય કરે છે.

આ પ્રસંગે શ્રી અમૃતભાઈ કડીવાલા (પ્રાંત સંઘચાલક), શ્રી વલ્લભભાઈ સાવલિયા (મહાનગર સંઘચાલક), ડા. શ્રી સુનીલભાઈ બોરીસા (મહાનગર કાર્યવાહ) તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

No comments:

Post a Comment