Saturday, July 16, 2016

મહેનતની સાચી સંપતી : સંતાન

આજે પ્રવાસ મા જવા વાંકાનેર રેલવે સ્ટેશન પર ઓખા નાથદવાર ગાડી ની રાહ જોતી વખતે મે અધીઁ રાત્રે સારવાર કરેલ દર્દીના પતિ અને મિત્ર મળી ગયા. ખાસ આગ્રહ કરીને રેલવે સ્ટેશન પલેટફોમઁ નં ૨ ના ખૂણા પર રહેલ કેનટીન પર ચા પીવા લઇ ગયા. બપોરનો એક વાગ્યા નો સમય હોવા છતાં તેમના આગ્રહને કારણે ચાની ના પાડી શકાઇનહી. તેમણે કેનટીન ના માલિકની ઓળખાણ કરાવી. પેનટ અને ગંજી પહેરીને બધાને માટે સરસ મસાલાદાર ચા બનાવતા માલિકને પોતાનું કામ કદી નાનું લાગતું નથી. ગ્રાહક તેમને માટે ભગવાન . પોતે ૩૫ વષઁ પહેલા એમ. બીએડ રાજકોટ કુંડલીયા ક્ોલેજમાથી કર્યા બાદ આશરે ૩૦ વષઁથી કેનટીન ચલાવીને પોતાની સંપતી ઊભી કરી. સંપતી ખરી પણ રુપીયા પૈસાની નહી . પોતાના ૩ સંતાનોને જાત મહેનત કરી દિવસ રાત ચા નાસ્તા વેચીને ખૂબ ભણાવી ને જીવનમાં ગોઠવ્યા . અેક દીકરો એમ .સી . એચ. ઓનકો સજઁન (કેનસર) નિષ્ણાત થઇને મેરઠમા હોસપીટલ મા કાયઁ કરે છે. બીજો દીકરો એમ. ટેક થયો છે. દીકરીને એમ.બી.એ. ભણાવીને ડોકટરસાથે પરણાવી.બધાને ઠરીઠામ કર્યા બાદ પણ કેનટીન મા અવિરત સેવા ચાલુ છે. જે ભણે છે તેને ભણતરનું મહત્વ સમજ્ાય છે. ભણ્યા પછી કોઇ પણ મહેનતનું કામ કરવામાં નાનમ ન રાખવી. તેમજ સાચી મિલકત તો ભણેલ ગણેલ અને સમાજમા સ્થાઇ થયેલ સંતાનો છે. ધન્ય છે આવા મહેનતુ પિતાને . તેમનું નામ રામનાથ શમીઁ
ક્યારેક વાંકાનેર રેલવે સ્ટેશન માથી પસાર થાવ તો માજીની ચા જરૂરથી પાજો .

No comments:

Post a Comment