Monday, August 14, 2017

બનાસકાંઠા ના પૂર ગ્રસિત ખારીયા ગામે

મારે રા. સ્વ . સંઘ ના મહેસાણા વિભાગના સહકાયઁવાહ શ્રી પરેશભાઈસાથે બનાસકાંઠા ના પૂર   ગ્રસિત વિસતારની મુલાકાત તથા આ કાયઁમા લાગેલ કાયઁકતાઁ ને મળવાના ક્રમમાં બનાસકાંઠા નદીના કાઠે રહેલ ખારિયા ગામે જવાનું થયું . નાનું નાજુકલુ ખેતી કરતા પરિવારો ના ગામને બનાસના નીરે અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું . પરંતુ ફીનીકસ પંખીની જેમ બેઠા થવાની ભારતીય સમાજની રીતે ગ્રામ્ય જનો બહાર આવી રહ્યા છે. બધાના સુખદુખની વાતો, પાણીની આવક, બધાના પ્રયત્નો , સંઘ સ્વયંસેવકોની પહેલ વહેલા પહોંચવાની વાત, મદદ ના વહેણ તથા સરકારી તંત્રની કામગીરી ની બંધાએ પ્રસંશા કરી. 
ગામમાં પહોંચેલી મદદમાં સૌ પ્રથમ જરુરીયાત વાળા ને પહેલા આપો ની મમત, મારા સ્વમાન ને હું જાળવીશ ની વાત, સૌ સુખદુખ વહેંચી લેવું , અમારા કરતા આમને વધુ જરુર છે નો આગ્રહ આંખોને ઉઠીને વળગે તેના હતા . ધન્ય છે આ ધરા ના પુત્રો ને.
ગામના કિસાન સંઘ ના શ્રી કિતીઁસિંહ , સરપંચ, તથા શિક્ષક પ્રહ્લાદભાઇ ને મળવાનું થયું . 

1 comment:

  1. Indian unites at difficult time. Equally true that fight among themselves in good time.

    ReplyDelete