Saturday, September 8, 2018

Jadeshvar temple


વાંકાનેર નજદીક રતન ટેકરી પર જડેશ્વર મહાદેવ નું મંદિર એટલે વર્ષોથી વાકનેર અને મોરબીના લોકો માટે દર્શનીય સ્થાન . અમે નાનપણ થી અવાર નવાર અહીં આવતા. મારા બાપુજીએ તો આ મંદિર ના ભોજનશાળા ના બાંધકામ વખતે ત્યાં ૬ મહિના રોકાયેલા. અમે વાંકાનેર થી ચાલીને જતા. રસ્તામાં વડસર ના તળાવ નો નજીયારો ચોમાસા બાદ જોવા જેવો. શ્રાવણ મહિનામાં લાડુ નો પ્રસાદ અને બ્રાહ્મણ દેવતાઓની નિવાસી પૂજા હજુ અવિરત ચાલુ છે. પૂજારીઓમાં સૌથી જૂના માહેના એક પંડયાજી હજુ એવા જ પ્રેમ થી બધાને આવકારે. મારા બાપુજીને દાદા ના દર્શન માટે તીવ્ર ઇચ્છા રહેતી . મોટી ઉંમરે , એક વખત રસ્તો ટ્રાફીક જામ હોવાથી પગથીયા ચડીને પણ દર્શને ગયેલા 

જય મહાદેવ 










No comments:

Post a Comment