Saturday, September 1, 2018

Pravinkaka







સદગત્ પ્રવીણકાકા ના જન્મ દિવસે ( ૧ સપ્ટે)શત શત પ્રણામ
તેમના વિષે કહીએ તો " પ્રવીણકાકા એટલે પ્રવીણકાકા" બસ એમાં બધુ આવી જાય
પ્રવિણકાકા હોય ત્યાં વાતાવરણ ધમધમતું હોય. શાખા વિષના તેમના દુહાઓ વાતાવરણ ને ગજવે . અનેક ઝંઝાવાતો વચ્ચે અડીખમ ઉભા રહેનારા કાકા. મોરબી તો તેમના માટે ઘર જેવું . સંઘ ની સક્રિય જવાબદારી માથી મુક્ત થયા બાદ બધી અખિલ ભારતીય બેઠકોમાં ,બધા કાકા ને સંભારે. પૂર પછી મોરબીને બેઠું કરવામાં , ધરતીકંપ બાદ સેવાભારતી દ્વારા ગામો અને શાળાઓના પુન:નિર્માણ કે વાવાઝોડા બાદ નળિયા ના વિતરણ મા તેમની અનોખી જહેમત . જનસંઘ અને પછી ભાજપ સહિત વિવિધ ક્ષેત્રો ને આગળ વધારનાર અડગવીર હતા. શિક્ષણ ના વિકાસ નો રસ તો રગેરગમા ભરેલ. તેમની સાથે છેલ્લો પ્રવાસ રત્નાગીરી પાસે દેવગઢ ના સહકારી ખેડુત મંડળી ના એક પ્રકલ્પ માટે ગયા. શરીર સાથ ન આપે તો પણ વિમાનથી પણ પ્રવાસ કર્યો . બધા કુટુંબીજનો ની પૂછપરછ કરે અને ધ્યાન પણ રાખે. તેમની સાથે હોય તો સીંગ ચણા રેવડી નાસ્તા તો હાજરા હજૂર. આ બધા દેશ ભકિત ના સંસ્કાર પરિવાર જનો પણ નિભાવે છે. વંદન પ્રણામ સૌને

No comments:

Post a Comment